સાવરકુંડલામાં સ્પીડ બ્રેકર ઢેકાડતા બસ બેકાબૂ બની ને મારી પલટી, બેના મોત

0
19
Share
Share

સાવરકુંડલા,તા.૨૦
અમરેલી જિલ્લાના ગોરડકા ગામે સીટી રાઇડ બસે પલટી મારતાં બે લોકોના મોત થયા છે. જ્યારે ૪થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્પીડ બ્રેકર ઠેકાડતા બસ બેકાબૂ બનીને પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતની જાણ થતાં ૧૦૮ની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. જેસીબીની મદદથી બસને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. સાવરકુંડલાની હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને સારવાર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક યુવક અને એક યુવતીનું મોત થયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here