સાવરકુંડલા, તા.૨
જશુબેન પોતે સાવરકુંડલાનાં લેખક જશુબેન દાણીના પુસ્તક ‘‘ માનવતાની મહેંક‘‘ મહિલા અધ્યાપન મંદિરનાં પ્રાર્થના હોલ ખાતે પ્રમુખ સ્થાને શ્રી
સ્વામિનારાયણ ગુરુકુળનાં પ્રમુખ પ. પૂ. ભગવત પ્રસાદ સ્વામી અને કબીર ટેકરી આશ્રમ મહંત નારાયણદાસ સાહેબનાં વરદ્હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાવરકુંડલા શહેરનાં અગ્રણી પ્રતિષ્ઠિત નાગરીકોની હાજરીમાં ખૂબ સાદગી અને સૌહાદર્પૂર્ણ વાતાવરણમાં આ પુસ્તકની વિમોચન વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સાવરકુંડલા શહેરનાં અગ્રણીઓ અને સેવાભાવી ધીરુબાપા રુપારેલ, અંતુભાઈ દાણી, વીનુભાઈ રાવલ, પંકજભાઈ ગાંધી, ગોરધનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ કણકોટિયા, બટુકભાઈ ભડકોલીયા, બાબુભાઈ ચાવડા, નીલાબેન વાઘાણી, દેવીબેન ઓઝા છાયાબેન મુની, જાગૃતિબેન રાઠોડ, મનીષાબેન ધોળકિયા,હેમાબેન રુપારેલ, અરુણાબેન વગેરે મહિલા મંડળનાં સભ્યો તથા ભગિની મંડળનાં કુરેશીભાઈ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.