સાવરકુંડલાઃ વાડીમાં અકસ્માતે ટ્રેક્ટર ઉંધુ વળતાં ચાલક વૃદ્ધનું મોત

0
21
Share
Share

અમરેલી, તા.૯

સાવરકુંડલા ગામે ભુવા રોડ ઉપર રહેતા અને ખેતીકામ કરતા જીવનભાઈ નાગજીભાઈ જયાણી નામનાં ૬૭ વર્ષીય વૃઘ્ધ પોતાના હવાલાવાળા મીની ટ્રેકટરને પોતાની વાડીમાં ચલાવતાં હતા ત્યારે અકસ્માતે તે ટ્રેકટર પલટી મારી જતાં ઉંધુ વળી જતાં ચાલક વૃઘ્ધ ટ્રેકટર નીચે દબાઈ જતાં તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયાની જાણ સાવરકુંડલા રૂરલ પોલીસમાં થવા પામી છે.

યુવકનું વીજળી પડતા મોત

ખાંભા તાલુકાના ગોરાણા ગામે રહેતા અરજણભાઈ ઉર્ફે બાબુભાઈ હમીરભાઈ રામ નામના ૩૦ વર્ષીય યુવક ગત તા.૬ના રોજ બપોરના સમયે પોતાની વાડીમાં ખેતી કામ કરતા હતા ત્યારે અચાનક જ વરસાદી વાતાવરણ થઈ જતા અને વીજળીના કડાકા ભડાકા સાથે તેમની ઉપર વીજળી પડતા તેમનું ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુનિપજયું હતું.

યુવાનનો આપઘાત

લીલીયા ગામે આવેલ સંધીવાડ વિસ્તારમાં રહેતા ફીરોજભાઈ હારૂનભાઈ શિરમાન નામના ૪૦ વર્ષીય યુવકે પોતાના ઘરે એકલા હોય, પોતાની મેળે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું ઘટના સ્થળે મોત નિપજયાનું લીલીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

પાણીના ટાંકામાં પડી જતાં યુવતીનું મોત

અમરેલીના હનુમાનપરા શેરી નં-૪માં રહેતા ક્રિષ્નાબેન રમેશભાઈ ભાલુ નામની રર વર્ષીય યુવતી પોતાના ઘરની ઓસરીમાં અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો હોય જેમાં તેણી પાણીની ડોલ ભરવા જતાં પગ લપસી જતા પાણીના ટાંકામાં તેણી પડી જવાથી ડૂબી જવાથી મૃત્યુ નિપજયાનું તારણ પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here