સાવરકુંડલાઃ નવનિર્મિત પાલિકા બિલ્ડીંગનું માજી સાંસદ નવીનચંન્દ્ર રવાણીના હસ્તે ઉદ્‌ઘાટન

0
16
Share
Share

સાવરકુંડલા. તા. ૧૦

હવે છે નવાં રુપ રંગની રંગત પણ પ્રશાસનની, અહીં કાર્યો પણ લોકકલ્યાણ માટે ખૂબ ત્વરાથી થાશે.

આમ તો સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા છેલ્લા ઘણાં વર્ષોથી શહેરનાં હાદર્ સમા અને રજવાડી યુગની ધરોહર એવાં દરબારગઢ ખાતે કાર્ય કરતી. પરંતુ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને લોકોને સુવિધાસભર એક નવી ઈમારતની તાતી જરુરિયાત સમજી આજ રોજ તા. ૧૦-૧૦-૨૦૨૦ ના રોજ સાવરકુંડલા શહેર અને ગુજરાત રાજ્યનાં વરિષ્ઠ કોંગ્રેસ આગેવાન અને અમરેલી વિસ્તારનાં માજી સાંસદ માનનીય નવીનચંદ્રભાઈ  રવાણીનાં વરદ્‌હસ્તે પાલિકાની નવી બિલ્ડીંગનું ઉદઘાટન ખૂબ જ સાદાઈ પૂર્ણ વાતાવરણમાં આ વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, પાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા તેમજ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતાં નરેશભાઈ પુનિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ આ પ્રસંગે શહેરનાં સંતો મહંતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ કરી શહેરની આ નગરપાલિકામાં લોક કલ્યાણના કાર્યો ખૂબ જ ઝડપથી થાય તેવી પ્રાર્થના સાથે શહેરની પાલિકામાં એક નવા યુગનો પ્રારંભ થશે.

આમ તો આ સગવડદાયક ઈમારતમાં લોકોને પણ પોતાનાં કાર્યો કરવામાં થોડી સરળતા રહેશે. હવે ખાસ કરીને આ પાલિકા બિલ્ડીંગ દરબારગઢ ખાતેથી સ્થળાંતર થવાથી અહીં દરબારગઢની રોનક પણ ફીક્કી પડશે તેવું નગરજનો માની રહ્યાં છે અને આ દરબારગઢ વિસ્તારમાં હવે જૂની પુરાણી અને જજર્રીત હાલતમાં આવેલી તમામ બિલ્ડીંગને ધરાશયી કરી અને તેમનાં કાટમાળની પણ જાહેર ઈન્ટરનેશનલ હરરાજી કરવામાં આવે તો પુરાતન ચીજોના શોખ ધરાવતાં લોકો તરફથી સારી એવી રકમ પણ જમા થઈ શકે અને આ રકમમાંથી જ અને જરુર પડે તો થોડું સરકારી અનુદાનમાંથી આ સ્થળે એક સુંદર મજાનો સિનિયર સિટીઝન કે નાનાં ભૂલકાઓ માટે અદ્યતન સુવિધાસભર પાર્કનું નિર્માણ પણ કરી શકાય અને શહેરી વિસ્તારોનાં લોકોને શહેરના હાદર્ સમા વિસ્તારમાં શાંત અને પ્રદુષણ મુક્ત વાતાવરણ મળી શકે અને લોકોનાં શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્ય બળવતર બની શકે. વળી આ વિસ્તારમાં જ આવેલાં મહાદેવ મંદિર તથા મા ખોડીયારનાં મંદિરમાં લોકો આધ્યાત્મિક શાંતિ અને આનંદ પણ મેળવી ધન્ય થઈ શકે.

આમ પણ હવે જ્યારે પાલિકા પણ સ્થળાંતરિત થાય એટલે અહીં આ વિસ્તારમાં નિજર્નતા ન વ્યાપે અને લોકોને પણ આ સ્થાનનો પૂરતો લાભ મળે એ પણ વિચારવા જેવું ખરું. આમ પણ સમય બદલાઈ જાય ત્યારે સંભારણાં જ એક સ્મૃતિ જેવાં સ્વપનવત્ થઈ જાય છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here