સાવરકુંડલાઃ જૂના સાવર ગામે જામગરી બંદૂક સાથે શખ્સ ઝડપાયો

0
19
Share
Share

અમરેલી, તા.૧

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઈસમોને તાત્કાલિક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સૂના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને એસઓજીના પોલીસ સબ ઈન્સ. એમ.એ.મોરી તથા એસઓજી ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા તાલુકાનાં જૂના સાવર ગામથી બોરાળા ગામ જવાના રોડ પર દંગામાં રહેતો દાઉદભાઈ કાળુભાઈ મોરી નામનો શખસ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખે છે અને કોઈ ગુનો કરવાની પેરવીમાં હોય જે અનુસંધાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી તપાસ કરતા દેશી બનાવટી જામગરી બંદૂક સાથે તેને ઝડપી લીધો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here