સાવરકુંડલાઃઘોબા ગામના રાજવી પરિવારના મોભી સામતબાપુનું નિધન

0
21
Share
Share

અમરેલી જીલ્લા ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી ફેલાઈ

અમરેલી,તા.૨૧

સાવરકુંડલા તાલુકા ના ઘોબા ગામ ના રાજવી પરિવાર ના મોભી દરબાર સાહેબ સામતબાપુ ખુમાણ નું ટુંકી બીમારી થી નિધન થતા ગુજરાત ના ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી ઘોબા દરબાર સામતબાપુ ખુમાણ ૨૦ વર્ષ સુધી સરપંચ પદે તથા તાલુકા પંચાયત ના સદસ્ય રહી ચૂક્યા હતા આ તકે ઘોબા ખુમાણ પરિવાર ને અશોકભાઈ ખુમાણ ઠવી, સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ કોટીલા, મોટા ઝીંઝુડા પૂર્વ સરપંચ ભાભલુભાઈ ખુમાણ, દિલુભાઈ ખુમાણ ધજડી, કાતર દરબાર દાદબાપુ વરુ, ચાંદદગઢ સેવા સહકારી મંડળી ના પ્રમુખ દાદભાઈ ધાંધલ, હેમાળ સરપંચ મહાવીરભાઈ ખુમાણ, રાજુલા નાગરિક સહકારી બેંક ના ચેરમેન બાબમામા કોટીલા, મોટા ભમોદ્રા સરપંચ ધર્મેન્દ્રભાઈ ખુમાણ, શેલાણા પૂર્વસરપંચ બાબભાઈ જેબલીયા, જાબાળ દરબાર નજુભાઈ ખુમાણ ઘોબા દરબારના પુત્રો પૂર્વ સરપંચ દિલુભાઈ તથા કનુભાઈ ખુમાણ ને સાંત્વના પાઠવી હતી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here