સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૭૦ કરતા વધુ જાતના ડ્રાયફુટનો અન્નકુટ ધરવામાં આવ્યો

0
15
Share
Share

રાણપુર,તા.૧

હાલની કોરોના મહામારીની પરીસ્થીતી ને ધ્યાનમાં લઈ મંદીર પ્રસાશન દ્રારા હરિભક્તો માટે યુ-ટ્યુબ,વેબસાઈડ તેમજ ફેસબુક ઉપર ઘરેબેઠા ઓનલાઈન દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ

સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા બોટાદ જીલ્લામાં આવેલ સાળંગપુર ખાતે સાક્ષાત બિરાજમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પવિત્ર શ્રાવણમાસ નિમિત્તે બીજા શનિવારે તાઃ૧-૮-૨૦૨૦ ના રોજ ડ્રાયફુટ નો અન્નકુટ ધરાવામાં આવ્યો હતો.જુદી-જુદી જાતના ૭૦ કરતા પણ વધુ ડ્રાયફુટ હનુમાનજીદાદા ને ધરાવી ભવ્ય ડ્રાયફુટ અન્નકુટ કરવામાં આવેલ.હાલની કોરોના મહામારીની પરીસ્થીતી ને ધ્યાનમાં લઈ મંદીર દ્રારા હરિભક્તો માટે યુ-ટ્યુબ,વેબસાઈડ તેમજ ફેસબુક ઉપર ઘરેબેઠા ઓનલાઈન દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ મંદીર દ્રારા ગોઠવવામાં આવેલ જેથી મંદીરમાં ખોટી ભીડ ન થાય અને લોકો ઘરેબેઠા હનુમાનજીદાદા ના દર્શનનો લાભ લઈ શકે.

મંદીર પ્રસાશન દ્રારા ગોઠવવામાં આવેલ સમયપત્રક મુજબ સવારના ૫ઃ૩૦ વાગ્યે મંગળા આરતી અને સવારે ૮ વાગ્યે શણગાર તેમજ અન્નકુટ આરતી કરવામાં આવેલ જેમાં ફક્ત મંદીરના સાધુ-સંતો જ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ સવારના ૮ઃ૩૦ થી હરિભક્તો માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોસીયલ ડીસ્ટન્સ,સેનેટાઈઝીંગ અને માસ્ક ના નિયમોને આધીન હરિભક્તો ને દર્શન કરવા દેવામાં આવ્યા હતા.મંદીરના પુજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા પુજય કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્રારા આ પ્રસંગે સમગ્ર દેશ અને દુનીયાને કોરોના મહામારીમાંથી વહેલીતકે ઉગરવાની શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ના ચરણોમાં પ્રાથના કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here