સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને વિશેષ શણગાર

0
42
Share
Share

રંગબેરંગી ડાંડીયા અને ભરતકામવાળા વસ્ત્રોનો વિશેષ શણગાર હનુમાનજી દાદાને કરવામાં આવ્યો

રાણપુર તા.૨૪

બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર નવરાત્રી ના તહેવાર નિમિત્તે તારીખ-૨૪-૧૦-૨૦૨૦ ને શનિવારના રોજ કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા ને ડાંડીયા નો અને ભરતકામવાળા વસ્ત્રો નો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.જેમાં સવારે ૫.૩૦ કલાકે મંગળા આરતી તથા શણગાર આરતી ૭ કલાકે મંદીરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા ને વિવિધ પ્રકારના રંગબેરંગી ડાંડીયા તથા ભરતકામવાળા વસ્ત્રો નો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.આ શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના મંદિરે ઉમટી પડ્યા હતા અને હનુમાનજીદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here