સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શન માટે ભક્તોએ ૧૭ જુન સુધી રાહ જોવી પડશે

0
46
Share
Share

વડતાલ તાબાના ૫૧ મોટા મંદીરો અને ૭૦૦ જેટલા નાના મંદીરો ૧૭ જુન થી મંદીરો ખોલવામાં આવશે

રાણપુર તા.૬

બોટાદ જીલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર માં હનુમાનજીદાદા ના દર્શન માટે હરિભક્તોએ ૧૭ સુધી રાહ જોવી પડશે.કોરોના વાઈરસ ના વધી રહેલા કેસોને ધ્યાને લઈ આગામી ૧૭ જુન સુધી હરિભક્તો માટે મંદીરમાં દર્શન બંધ રહેશે.

વડતાલ લક્ષ્મીનારાયણદેવ દેશના તમામ સર્વે સંતો,સત્સંગીઓને આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તેમજ વડીલ સદગુરુ સંતો તથા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના નિદર્ેશ મુજબ વૈશ્વિક કોરોના મહામારી સંદર્ભે કેન્દ્ર સરકાથ તથા ગુજરાત સરકારે ૮ જુન ૨૦૨૦ થી મંદીરો સરકારની ગાઈડ લાઈન અનુસાર ખોલવાની છુટ આપી છે.પરંતુ કોરોનાના કેસો હાલ મોટી સંખ્યામાં વધી રહ્યા છે.જે ભરજનક લાગતા વડતાલ સ્વામિનારાયણ મંદીર અને તેના તાંબાના ૫૧ મોટા મંદીરો અને ૭૦૦ જેટલા નાના મંદીરો સહીત સાળંગપુર કષ્ટભંજનદેવ હજુમાનજી મંદીર ૧૬ જુન સુધી બંધ રહેશે અને ૧૭ જુન ૨૦૨૦ ના દિવસે મંદીરો ખોલવામાં આવશે.અને જ્યા સુધી બીજો નિર્ણય લેવામાં ન આવે ત્યા સુધી દર્શન જેમ આટલા દિવસો કર્યો અને સંયમ રાખ્યો છે.તેમ હરિભક્તોએ રાખવાનો છે.તેમજ ઓનલાઈન પધ્ધતિ અથવા સરકારની ગાઈડ લાઈન મુજબ ફક્ત ૨૦ વ્યક્તીઓને પ્રવેશ અગાઉથી નક્કી કર્યા મુજબ આપવામાં આવશે.તેમજ કોઈપણ સત્સંગી ભાઈઓ અને બહેનોએ માસ્ક વગર,સેનેટાઈઝ થયા વિના મંદીરમાં પ્રવેશ કરવો નહી માસ્ક વગર જે આવશે તે ને દર્શન કર્યા વિના પાછુ જવુ પડશે.અને હવે પછી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here