સાળંગપુરના કષ્ટભંજન દેવના ૬.૫૦ કરોડના વાઘા, ૮ કિલો સોનામાંથી તૈયાર થયા છે હીરાજડિત વાઘા

0
21
Share
Share

સાળંગપુર તા.૧૪

વાઘા તૈયાર કરવામાં ૨૨ ડિઝાઇનર આર્ટિસ્ટ અને ૧૦૦ જેટલા સોનીઓએ કામ કર્યું

સુવર્ણ વાઘામાં અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન

વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબિ જડેલું છે

સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ પછી કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે. આ સુવર્ણ વાઘાના એક્સક્લૂસિવ ફોટાઓ દિવ્ય ભાસ્કર આપને બતાવી રહ્યું છે. ભગવાનને પહેરાવવામાં આવનારા આ સુવર્ણ અને હીરાજડિત વાઘા ૮ કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત ૬.૨૫ કરોડ રૂપિયા છે, સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે ૧ કરોડ રૂપિયા છે. સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

સાડાછ કરોડ કરતાં વધુ કિંમતના સુવર્ણના વાઘાઃ હરિપ્રકાશદાસ સ્વામી

હરિપ્રદાશદાસ સ્વામીના જણાવ્યા મુજબ, પભક્તો અને કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીનો ભાવ હતો કે દાદા કાયમ અંગિકાર કરે અને સંકલ્પ થયો કે આપણે દાદાને સુવર્ણના વાઘા અર્પણ કરીએ. છેલ્લા એક વર્ષથી સુવર્ણના વાઘાનું કામ ચાલતું હતું. મુગટ અને કુંડળમાં સાચા હીરા જડવામાં આવ્યા છે. આમ, સાડાછ કરોડ કરતાં વધુ કિંમતના સુવર્ણના વાઘા અને અલંકાર દાદાને ભક્તિરૂપે ભક્તોના ભાવરૂપે અર્પણ કરાયા છે. આ વાઘાનું કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે. આ ઉપરાંત રાજકોટ, જયપુરમાં પણ વાઘાનું કામ થયું છે.

સાળંગપુર મંદિરમાં અર્પણ કરવામાં આવેલા સુવર્ણ વાઘા ૮ કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં ૧ વર્ષનો સમય લાગ્યો છે. ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી ૧૦૦ જેટલા સોનીએ કામ કર્યું છે અને તૈયાર થવામાં આશરે ૧૦૫૦ કલાક જેટલો સમય લાગ્યો છે. એને સ્વામિનારાયણ જ્વેલ નામની કંપની પાસે બનાવડાવ્યા છે. સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન છે. વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબિ જડેલું છે. એ ઉપરાંત તેમાં ૩ઉ ઠઘછઊં- બિકાનેરી મીણો- પેન્ટિંગ મીણો- ફિલિગ્રી વર્ક પણ છે અને સોરોસ્કી જડેલું છે. સુવર્ણ વાઘાની પ્રથમ ડિઝાઇન કરવા માટે સ્પેશિયલ ડિઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણીબધી ડિઝાઇન બનાવી- તપાસી- સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here