સાર્થક સલાહ અપાઇ

0
23
Share
Share

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના બાળ લગ્ન પર બનેલા જુથની સલાહ એવી છે કે શિક્ષણના અધિકારને ૧૮ વર્ષની વય સુધી વધારી દેવામાં આવે તે જરૂરી છે. આ જુથના નિષ્ણાંત લોકો માને છે કે આના કારણે બાળ લગ્નને રોકવામાં પણ મદદ મળશે. કારણ કે બાળકોના સ્કુલ જવા અને તેમના બાળ લગ્ન વચ્ચે ખુબ નજીકના સંબંધ રહેલા છે. બાળ લગ્ન એક દુષણ છે જે સમાજમાં વર્ષો બાદ આજે પણ પ્રવર્તે છે. આ દુષણને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા હોવાં છતાં સતત આ પ્રકારના બનાવો બની રહ્યા છે. બાળ લગ્ન હજુ પણ કેટલાક સમાજમાં તો વ્યાપક પણે જોવા મળે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં બાળ લગ્નના કેસ વધારે જોવા મળે છે. બાળ લગ્નને લઇને તમામ લોકો ચિંતાતુર પણ બનેલા છે. બાળ લગ્નને રોકવા માટે કેટલાક ઉપયોગી સુચન કરવામાં આવ્યા છે. આ તથ્ય કોઇનાથી પણ છુપાયેલો નથી કે જે રાજ્યમાં બાળ લગ્નનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે ત્યારે બાળકીઓ શિક્ષણમાં અપેક્ષા કરતા પાછળ રહી ગઇ છે. આ ચોંકાવનાર બાબત છે કે બિહારમાં જ્યાં બાળ લગ્નની પ્રથા રાષ્ટ્રીય સરેરશ કરતા વધારે છે ત્યાં ૧૮ વર્ષથી નીચેની વયમાં પરિણિત રહેલી યુવતિઓમાં શિક્ષણનુ પ્રમાણ ખુબ ઓછુ રહ્યુ છે. આમાં જાણવા મળ્યુ છે કે ૫૧ ટકા યુવતિઓ જ સેકેન્ડરી સ્કુલ સુધી અભ્યાસ કરી શકી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર સાથે સંબંધિત જુથે કેટલીક ભલામણ કરી છે. જેમાં રસપ્રદ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષણના અધિકાર સાથે સંંંબંધિત અધિકારને વધારીને ૧૪ના બદલે ૧૮ કરી દેવા પાછળ મુખ્ય ભાવના જે રહેલી છે તે એ છે કે સ્કુલ જતી કિશોરીઓના લગ્ન થતા રોકાઇ જશે. જેના કારણે કેટલાક અન્ય દુષણ પણ રોકાઇ જશે. બીજી બાજુ શિક્ષણ મેળવી લેવાના તેમના અધિકારને પણ મજબુતી સાથે રજૂ કરી શકૈશો. શિક્ષણના અધિકારને તેની મુળ ભાવનાની જેમ જ જોરદાર રીતે રજૂ કરવામાં આવે તે પણ હેતુ રહેલો છે. આ વય ગ્રુપમાં રહેલા તમામને શિક્ષણના અધિકારથી વંચિત ન રાખી શકાય તે હેતુથી આગળ વધવાની હવે જરૂર દેખાઇ રહી છે. જરૂર આજે આ બાબતની છે કે શાસનમાં બેઠેલા લોકો અને ખાસ કરીને નિતિ નિર્માતા અને સભ્ય સમાજના લોકો એવા તમામ ઉપાય કરે જેના કારણે બાળ લગ્નને રોકી શકાય છે. દશકોથી બાળ લગ્નના કારણે ભારતમાં અનેક પ્રકારના નવા દુષણ સમાજમાં ફેલાતા રહ્યા છે. બાળ લગ્નના દુષણને રોકવા માટે માટે શિક્ષણ મેળવી લેવાના અધિકારમાં વયને વધારી ૧૮ કરી દેવાની હિલચાલને બિલકુલ વાજબી ગણી શકાય છે. બાળ લગ્ન એક પ્રકારથી અભિશાષ છે જે બાબત તો તમામ લોકો જાણે છે. આવી સ્થિતીમાં સાર્થક જે કઇ પણ સુચનો સમાજના લોકો તરફથી મળે તેને અમલી કરવાની જરૂર છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના બાળ લગ્ન પર બનેલા ગ્રુપ દ્વારા કરવામાં આવેલા સુચનો સ્વાગતરૂપ છે. તેને અમલી કરવામાં કોઇ તકલીફ નથી. કારણ કે આના કારણે જુના દુષણને રોકવામાં કેટલીક હદ સુધી સફળતા મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here