સારા સમાચારઃ બ્રિટનમાં કોરોનાની નવી વેક્સીનના હ્યૂમન ટ્રાયલની શરૂઆત

0
8
Share
Share

લંડન,તા.૨૫

દુનિયાભરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દુનિયાના કોરોનાની વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ વચ્ચે લંડનમાં નવી વેક્સીનનું માણસ પર ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ઈમ્પીરિયલ કોલેજ લંડન દ્વારા વિક્સીત કરાયેલી આ વેક્સીનનો ડોઝ આગામી સપ્તાહમાં લગભગ ૩૦૦ લોકોને આપવામાં આવશે.

પ્રાણીઓ પર વેક્સીનનું પરિક્ષણ સફળ થયું હતું. આ ઉપરાંત ઓક્સફોર્ડ યુનિવવર્સિટીએ પણ હ્યુમન ટ્રાયલ શરૂ કર્યું છે. દુનિયાભરમાં લગભગ ૧૨૦ વેક્સીન પ્રોગ્રામ પર કામ ચાલી રહ્યું છે.

બીબીસીની રિપોર્ટ મુજબ, ઈમ્પીરિયલ કોલેજમાં શરૂ થયેવા ટ્રાયલમાં ૩૯ વર્ષીય કૈથી કેટલાક વોલન્ટિયર્સમાંથી એક છે. કૈથીએ જણાવ્યું કે, તે કોરોના સામેની આ લડાઈનો હિસ્સો બનવા માગે છે અને આના માટે તેઓ આગળ આવ્યા છે. કૈથીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વેક્સીન વિક્સીત થતી નથી ત્યાં સુધી બધુ પહેલાની જેમ થશે નહીં. તેથી હું આનો હિસ્સો બનવા માગું છું.

આ ફેઝ બાદ ઓક્ટોબરમાં બીજું ટ્રાયલ શરૂ થશે જેમાં ૬ હજાર લોકોને સામેલ કરવામાં આવશે. ઈમ્પીરિયની ટીમને આશા છે કે બ્રિટન અને દુનિયાભરમાં ૨૦૨૧ની શરૂઆતમાં વેક્સીન ઉપલબ્ધ કરાવી શકાય છે. ત્યાંજ પ્રિંસ વિલિયમે ઓક્સોફોર્ડ યુનિવર્સિટીના ટ્રાયલમાં સામેલ થઈ રહેલા વોલન્ટિયર્સની સાથે ચર્ચિલ હોસ્પિટલમાં મુલાકાત કરી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here