સાયલા : સુદામડા ગામે પ્રૌઢ પર ફાયરીંગ કરતાં ત્રણ શખ્સો

0
57
Share
Share

સુરેન્દ્રનગર તા. ર

સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા મંગળુભાઇ લધરાભાઇ ખવડ નામના પ્રૌઢે ગાના જ નાગરાજ વલકુભાઇ ખાચર, દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરતભાઇ બોરીચા અને સીધા આબકુ ભલયાણી નામના ત્રણેય શખ્સોએ મનદુઃખનો ખાર રાખી પિસ્તોલથી ફાયરીંગ કરી મારમાર ધમકી આપ્યાની સાયલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી નાગરાજ ખાચર સહિત ત્રણેય શખ્સોએ સુરેશ ધનજી સારલાને ૩પ ટકા વ્યાજે રકમ આપેલી તે રકમનું સુરેશ સારલા વ્યાજ નહી ચુકવતા નાગરાજ ખાચર સહિત ત્રણેય શખ્સો સુરેશ સારલાના મકાનની લોડર મશીનથી દિવાલ પાડી રહ્યા હતા ત્યારે મંગળુભાઇ ખવડે  ઉપરોકત ત્રણેય શખ્સોને ગરીબ લોકોને હેરાન નહી કરવા ઠપકો આપ્યો હતો.

ઠપકો આપ્યાનો ખાર રાખી ઉપરોકત ત્રણેય શખ્સ કુહાડી, ધારીયુ અને પિસ્તોલ જેવા હથિયાર સાથે મંગળુભાઇ ખવડના ઘરે ધસી જઇ પિસ્તોલ તાંકી હવામાં ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યાનું જણાવ્યું હતું.

પોલીસે નાગરાજ ખાચર, દેવેન્દ્ર બોરીચા અને સીધા ભલીયાણી સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here