સાયલા : થોરીયાળી ગામે સેવા કેન્દ્રમાંથી પાંચ બારણા ચોરાયા

0
15
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૮

સાયલા તાલુકાના થોરીયાળી ગામમાં આવેલ રાજીવ ગાંધી સેવા કેન્દ્ર ગામજનોના પ્રસંગો, મીટીંગો તેમજ વિદ્યાર્થીઓને વાંચન માટે આશીર્વાદરૂપ બનેલુ છે તેના મુખ્ય રૂમોના પાંચ બારણાને ઉખાડીને નિશાચર દ્વારા ચોરી ગયાની જાણ થતા ગામલોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. શુક્રવારની મોડી રાત્રે સેવા કેન્દ્રને નિશાન બનાવતા તસ્કરોએ પાંચ જેટલા બારણાના મીજાગરા ખોલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તાલુકામાં વારંવાર સરકારી મિલ્કતોમાંથી થતી ચોરીની ઘટનાઓમાં તંત્ર દ્વારા પુરતી તપાસ નહીં થતા તેમજ આરોપીઓ નહીં પકડાતા આવી હરકતો ચાલુ જ રહેવા પામી છે. થોરીયાળી સેવા કેન્દ્રના મકાનમાં કેટલાક વિદ્યાર્થીઓ દિવસભર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વાંચન કરવા આવે છે તે જ સ્થળને નિશાન બનાવતા તસ્કરો દ્વારા બારણાની ચોરીની ખબર સવારે પડતા સરપંચે તુરંત સાયલા પોલીસને લેખિત જાણ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here