સાયલાઃ સેજકપર ગામ નજીક વિદેશી દારૂની ૨૩૪૦ બોટલ ભરેલા બે વાહનો ઝડપાયા

0
55
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૯

સાયલા નજીક આવેલા સેજકપર પાસે વાડીમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફે દરોડો પાડી રૂ.૮.૯૧ લાખની કિંમતની ૨૩૪૦ બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યોે છે. દરોડા દરમિયાન બુટલેગર સહિત ચાર શખ્સો ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. દારૂ અને વાહન મળી રૂ.૧૭.૪૧ લાખનો મુદામાલ કબ્જે કર્યોે છે.

આ અંગેની બવપોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સેજકપરના સરકારી ખરાબામાં  મંગળુભાઈ બાવકુભાઈ ખવડ, અનિરૂદ્ધ રામકુભાઈ ખવડે, વિદેશી દારૂ મગાવી ટ્રેકટર અને યુટીલીટીમાં  ભરીને  સગેવગે કરે તે પહેલાં એલસીબી પી.આઈ.ડી.એમ.ઢોલ અને પી.એસ.આઈ. વી.આર.જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડતા ત્રણેય શખ્સો અને વાહન ચાલક ભાગી ગયા હતાં. પોલીસે ઘટના સ્થળેથી રૂ.૮.૯૧ લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની ૨૩૪૦ બોટલ વિદેશી દારૂ અને ટ્રેકટર તેમજ યુટીલીટી મળી રૂ.૧૭.૪૧ લાખનો મુદામાલ કબ્જે કર્યોે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here