સાયલાઃ સુદામડા ગામે પત્નિનાં મૃત્યુ બાદ વિયોગમાં પતિનો આપઘાત

0
25
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૫

સાયલાના સુદામડા ગામે યુવાને પોતાના ઘેર એસીડ પી આપઘાત કરી લેતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે દોઢ માસ પહેલા જ પત્નીના અવસાન બાદ ગુમસુમ રહેતા પતિએ આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતો ભરત વશરામ ભાઈ ઠાકોર ( ઉંમર વર્ષ ૩૦) નામના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે એસિડ પી લેતા તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પ્રદ્યુમન નગર પોલીસ એ હોસ્પિટલ દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here