સાયલાઃ વડીયા ગામે નજીવી બાબતે બે જુથ વચ્ચે મારામારીમાં ૩ને ઈજા

0
56
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૩

સાયલા તાલુકાના વડીયા ગામે જુની અદાવતને લઈને બે જુથો આજે ફરી સામસામે અવી જતા હિંસક મારામારી થઈ હતી. એટલું જ નહીં બંને પક્ષો સભ્યોએ બાઈક સ્કોર્પિયો જેવા વાહનોે સામસામે અથડાવતા ત્રણ વ્યકિતને ઈજા પહોંચી હતી. નાનકડા ગામમાં ફરી માથાકુટ થતા તંગદીલી ભર્યો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો.

વડીયા ગામે થોડા દિવસો પહેલાં જ આ બંને જ્ઞાતિ વચ્ચે માથાકુટ થઈ હતી જેમાં  છ થી સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આજે ફરીથી આ બંને જ્ઞાતિઓ વચ્ચે માથાકુટ થતા સામે સામે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા ઈર્જાગ્રસ્ત જોરૂભાઈ ધીરૂભાઈ દુમાદિયા જેઓને ગંભીર ઈજા પહોંચતા સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા.સામે પક્ષેથી પથુભાઈ લાખાભાઈ અને તેમનો પુત્ર અક્ષય પશુભાઈને પણ ઈજા થતાં સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાડી તેમજ બાઈક સામસામે અથડાતા હતા ત્યાર બાદ કારને પણ નુકશાન કરવામાં આવ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here