સાયબર ક્રાઈમે ઝારખંડના બે ભેજાબાજને પકડી પાડ્યા

0
24
Share
Share

અધિકારીઓએ સાયબરક્રાઈમ નેટવર્ક ભેદી પેમેન્ટ વોલેટ કૌભાંડમાં ઝારખંડમાંથી બે ગઠિયાઓને પકડી લીધા

અમદાવાદ,તા.૨૪

સાયબર ફ્રોડ કરનારાને પકડવાનું કામ પોલીસ માટે દુષ્કાર હતું. બનાવટી સિમકાર્ડ અને ભૂતિયા બેંક ખાતાની લાંબી જાળ ગઠિયાઓને પકડવામાં મોટી અડચણ હતી, પણ અમદાવાદ સાયબરક્રાઈમના અધિકારીઓએ સાયબરક્રાઈમ નેટવર્ક ભેદી પેમેન્ટ વોલેટ કૌભાંડ સંબંધમાં ઝારખંડના જામતારાથી બે ગઠિયાઓને પકડી લીધા હતા. શહેરના એક જાણીતા વકીલે આવી ગેંગની જાળમાં આવી રૂા.૧૧ લાખ ગુમાવ્યા એ પછી સાયબરક્રાઈમના અધિકારીઓ નેટવર્ક ભેદવા એક પછી એક ગાંઠ ઉકલવા લાગ્યા હતા. એડવોકેટ ધવલ નાણાવટીએ મે મહિનામાં પેટીએમ કેવાયસી ફ્રોડમાં ૧૧ લાખ ગુમાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ સાયબરક્રાઈમ એકમો ઉભા કરવામાં આવ્યા હતા. મહિનાઓની જહેમત બાદ તેમણે સોહેલ પઠાણ અને તેના રૂપિયાના સાગ્રીતની ૧૨ ઓગષ્ટે ધરપકડ કરી તેની પાસેથી રૂા.૧૨ લાખ રોકડા, કાર અને બાઈક કબ્જે કર્યા હતા. આગળ વધતી પુછપરછમાં સોહેલ ખાને પેટીએમ ફ્રોડના જામતારા કનેકશનમાં વટાણા વેરી દીધા હતા. લોકસ નેટવર્કની વિગતો મેળવી લઈ એક પોલીસ ટીમને જામતારા રવાના કરવામાં આવી હતી. પશ્ચીમ બંગાળ અને બિહારના નક્ષલવાદી પટ્ટામાં આ શહેર આવેલું છે. હુલિયો બદલવા પોલીસ ટીમે દાઢી અને મૂછ વધારી હતી અને પ્રવાસીઓ તરીકે ત્યાં પહોંચ્યા હતા.પીઆઈ આરએસ મૂછાળાએ જણાવ્યું હતું કે અમે ૨૦ વર્ષના શિવમ ગુપ્તાને પકડી અમદાવાદ લાવ્યા હતા. અમારી એક ટીમે ગેંગ માટે મની પ્રોસેસ કરતા અજય માંડલને પણ પકડી લીધો હતો. ગઠિયાઓની મોડસ ઓપરેન્ડાઈની વાત કરતા એસીપી જેએમ યાદવે જણાવ્યું હતું કે કેટલાક લોકો ગેંગને સરળ શિકાર બની શકે તેવા લોકોના નામ અને ફોન નંબર આપતા હતા. સોહેલ ખાન જેવા લોકો ડેટા મેળવી શિકારને કેવાયસી એલર્ટ મોકલવા એસએમએસ ગેટવેનો ઉપયોગ કરતાહતા. તે એક જ નંબર પરથી ૨૫૦૦ મેસેજીસ મોકલતા હતા. એકલા સોહેલે ત્રણ લાખ જેટલા મેસેજ મોકલ્યા હતા. એસએમએસ દ્વારા લોકોને જણાવાયું હતું કે જો તે કેવાયસી રજૂ નહીં કરે તો તેમના એટીએમ એકાઉન્ટ સસ્પેન્ડ  . એસ.એમ.એસ.માં આપવામાં આવેલા હેલ્પલાઈનનો નિર્દોષ પારેવાં જેવા લોકો સંપર્ક સાધતા ત્યારે પેટીએમ કોલ સેન્ટર એકઝીકયુટીવ તરીકે પેશ આવતી વ્યક્તિ તેમને ચોકકસ એપ ડાઉનલોડ કરવા જણાવતી હતી, સામે છેડે બેઠેલી વ્યક્તિ ઝારખંડની ગુનેગાર ટોળકીનો મોટાભાગે સભ્ય હતો. ટટીમ વ્યુઅર સોફટવેર ડાઉનલોડ થયા પછી ગઠીયાઓ ‘શિકાર’ના ફોન એકસેસ કરી લેતા હતા. કોલનો જવાબ આપનારા ‘શિકાર’ને ૧ રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરવા જણાવતા હતા. આ કારણે તેમને શિકારના એકાઉન્ટ નંબર અને પાસવર્ડ પણ મળી જતા હતા.એક જ મીનીટમાં શિકારના ખાતાઓમાંથી મોટી રકમ ટ્રાન્સફર થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે સોહેલ જેવા આરોપીઓ મોટાભાગના કિસ્સાઓમાં પ્રોસેસર્સ સાથે સંપર્કમાં રહેતા હતા. પ્રોસેસર બનાવટી બેંક ખાતા ખોલાવનારા કેટલાય લોકોને જાણતો એક જાતનો વચેટીયો હોય છે. નાણા પ્રથમ ભૂતિયા ખાતામાં પહોંચતા હતા. બનાવટી નામ અને સરનામાથી મોકલાયેલા આ ખાતા ધારકો પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરવા દેવા બદલ ૧૦%નું કમીશન લઈ બાકીના નાણાં પ્રોફેસરને પહોંચાડતા હતા. પ્રોફેસર એ પછી પોતાનું ૧૦-૧૫% કમીશન લઈ બાકીની કેશ સુત્રધાર-મુખ્ય આરોપીને પહોંચાડતી હતી.એસીપીએ જણાવ્યું હતું કે ગઠિયાઓ પેમેન્ટ વોકોટ પર એમેઝોન શોપીંગ ઓપ્શન કિલન કરી એમેઝોન ગીફટ વાઉચર્સની ખરીદ કરતા હતા. શિવમ ગુપ્તા અને અજય માંડલને ઝડપવા બે મહિના આયોજન અને કઠોર પરિશ્રમ કરવા પડયા હતા. સોહેલ પઠાણ અને અન્યો તેમની સાથે સંકળાયેલા હતા. માંડલ એમેઝોન ગિફટ વાઉચર ખરીદતો હતો અને શિવમકુમારે વાઉચર પ્રોસેસ કરવામાં મદદ કરી હતી. પ્રોસેસમાં તેમને થોડું કમીશન મળતું હતું. પોલીસના દાવા પ્રમાણે ગઠિયાઓ તરફથી નક્ષલવાદીઓને નાણાં મળતાં હતા.તેમનું ઉંડું નેટવર્ક હતું અને બહારના રાજયોની પોલીસ પર તેમની નજર રહેતી હતી. અમે ઝારખંડ પોલીસના સતત સંપર્કમાં હતા. અમે ગોધવાડી, જોરાલિયા અને જામતોરા દલાડીમાં કાર્યરત અન્ય ગેંગો પર પણ નજર રાખી હતી. શિવમને ગિર્ધીથી ઉઠાવી લેવાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here