રાજકોટ, તા.૨૫
લીંબડી નજીક આવેલી યોગી હોટેલ ખાતે પ્રેમી યુગલ વચ્ચે ખેલાયો ખૂની ખેલ જેમાં સામસામે છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલી પ્રેમીકાનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે લોહીલુહાણ હાલતમાં પ્રેમીને લીંબડીની હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુ વિગત મુજબ આ ચુડા તાલુકાના કંથારીયા ગામે રહેતા રવિરાજસિંહ મહેન્દ્રસિંહ રાણા અને તેની પ્રેમીકા આજે લીંબડી નજીક આવેલ યોગી હોટેલ ખાતે હતા ત્યારે બન્ને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં છરી વડે સામસામે હુમલો કરતા જેમાં ગંભીર રીતે ઘવાયેલી પ્રેમીકા તેમજ પ્રેમી રવિરાજસિંહને લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનુ મોત નિપજ્યુ હતુ.
આ બનાવની જાણ લીંબડી પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જઈ મૃતક યુવતીની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રવિરાજસિંહ રાણાને રાજકોટની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમજ પ્રાથમીક તપાસમાં રવિરાજસિંહ રાણાનો આજે જન્મદિવસ હતો ત્યારે બન્ને લીંબડી ખાતે મળ્યા હતા અને કોઈ મુદ્દે હોટેલમાં થયેલી બોલચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.