સામખીયાળી નજીક વિદેશી દારૂની ૩૬૩૬ બોટલ ભરેલા ટ્રેલર સાથે બે ઝડપાયા, બેની શોધખોળ

0
19
Share
Share

ભુજ, તા.૨૩

બોર્ડર રેન્જ આઈ.જી.પી.જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ મયુર પાટીલ તરફથી જિલ્લામાં  પ્રોહી. જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી. જુગારના કેસો શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન હક્કિત આધારે સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન નવજીવન હોટલનાં ગ્રાઉન્ડમાં સામખ્યાળી મોરબી નેશનલ હાઈવે રોડ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રેલર સાથે ટ્રક ચાલક-માલિક રામેશ્વરલાલ હરચંદરામ બીશ્નોઈ ઉ.૩૩ રહે.ખીડાસર તા.કોલાયત, જી.બીકાનેર રાજસ્થાનને ઝડપી લીધેલ છે. જ્યારે સુભાષ બીશ્નોઈ રહે.જાલોડા તા.ફલોદી રાજસ્થાન, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિગેરે ફરાર છે.

આ ટ્રેલરમાંથી વિદેશી દારૂની બોટલો નંગ ૩૬૩૬ કિ.રૂા.૧૩,૮૧,૮૦૦, મોબાઈલ નંગ ૧ કિ.રૂા.૨,૦૦૦ ટ્રેલર નં.આર.જે.૦૭.જીબી-૧૦૮૨ કિ.રૂા.દોઢ લાખ રોકડા રૂા.૪,૪,૮૧૦ તાલપત્રી, રસ્સો કિ.રૂા.૩,૦૦૦ મળી કુલ કિ.રૂા.૨૮,૯૧,૬૧૦ નો મુદામાલ કબ્જે કરેલ છે. આ કામગીરીમાં એમ.એસ.રાણા ઈન્ચાજર્ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી.સ્ટાફ જોડાયેલ હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here