સામંથા અક્કિએ સારા અને રકુલ પ્રીતની માફી માગી

0
19
Share
Share

બંન્ને અભિનેત્રીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો
એનસીબીના ડિરેક્ટરએ કહ્યું હતું કે, તેમની એજન્સીએ બોલિવૂડના સેલેબ્સની આવી કોઈ જ યાદી બનાવી નથી
મુંબઈ,તા.૧૫
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ ચેટ સામે આવ્યા બાદ લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. ડ્રગ્સની ખરીદી અને વેચાણ માટે રિયા ઉપરાંત એનસીબીએ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાન્ડા અને દિપેશ સાવંત ઉપરાંત ૨ ડ્રગ પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ્‌સ અનુસાર પૂછપરછમાં રિયાએ ૨૫ બોલીવુડના હસ્તીઓના પણ નામ આપ્યા જે ડ્રગ્સનો ઉપયોગ કરે છે. અહેવાલમાં કથિત રીતે સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટાના નામનો સમાવેશ છે. જોકે, તાજેતરમાં એનસીબીના ડિરેક્ટર કેપી મલ્હોત્રાએ આ અહેવાલોને ફગાવી દીધા હતા કે તેમની એજન્સીએ બોલિવૂડના સેલેબ્સની આવી કોઈ યાદી બનાવી નથી. હવે આ સમાચાર પછી, ઘણા સિલેબસ રિએક્શન આવી રહ્યા છે અને તેમાં સામંથા અક્કીનેની પણ શામેલ છે. સામંથાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક પોસ્ટ્‌સ શેર કરી છે જેમાં તેણે આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આમાં તેણે રકુલપ્રીત અને સારા અલી ખાનની માફી માંગી છે કારણ કે આ નકલી અહેવાલોના આધારે બંને અભિનેત્રીઓને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે અહેવાલો આવ્યા પછી લોકોએ સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એનસીબીના ડિરેક્ટરએ પણ સ્પષ્ટતા કરી છે કે તેમની ટીમે માત્ર ડ્રગ પેડલર્સનું લિસ્ટ બનાવ્યું છે જેમાં બોલિવૂડની કોઈ પણ હસ્તીઓ શામેલ નથી. રિયા ચક્રવર્તી હાલ ડ્રગ ચેટ કેસમાં ભાયખલ્લા જેલમાં છે. તેને ૨૨ સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. રિયાની જામીન અરજી બે વાર ફગાવી દેવામાં આવી છે અને માનવામાં આવે છે કે તેમના વકીલ બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અપીલ કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here