સાબરમતી પોલીસે લોકોને મફતમાં માસ્ક આપી ફરજિયાત માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી

0
30
Share
Share

અમદાવાદ તા.૧૪

હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા નામની સંસ્થા અને સાબરમતી પોલીસના સંયુક્ત ઉપક્રમે કોરોના મહામારીમાં માસ્ક અવરનેસને લઈને લોકોને મફતમાં માસ્ક આપી ફરજિયાત માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. પોલીસે માસ્ક વગરના વાહનચાલકો અને લોકોને દંડ નહીં કરી સંસ્થા સાથે મળી માસ્ક વિતરણ કર્યા હતા.

સાબરમતી વિસ્તારમાં હ્યુમન ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અંજલિ કૌશિક, સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા, સાબરમતી વિસ્તારના ઇંઉઋઈં ના કન્વીનર કમલેશભાઈએ કાર્યકર્તાઓ સાથે મળી કોરોના મહામારીમાં મફતમાં માસ્ક વિતરણ કરી લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં કરી હતી, બીજી તરફ સામાન્ય રીતે પોલીસ માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસેથી દંડ લેતી હોય છે. પરંતુ આજે નવા અભિગમ સાથે સંસ્થા અને પોલીસે માસ્ક પહેરવાના અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો અને લોકો પાસેથી દંડ લીધા વગર તેમને કોટનના વોસેબલ આપી અને કોરોનાથી રક્ષણ મેળવવા માસ્ક પહેરવા નો નિયમ પાળવાની અપીલ કરવામાં આવી હતી..

પોલીસ કર્મીઓને ૨૦૦ ખાખી માસ્કનું વિતરણ

સંસ્થા વતી લોકોની સાથે સાથે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ તમામ પોલીસ કર્મીઓને ૨૦૦ જેટલા ખાખી માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યા. તો સંસ્થા તરફથી કોરોના મહામારીમાં અગત્યની ભૂમિકા ભજવનાર સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમને સંસ્થા વતી કોરોના વોરિયર્સનું સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું હતુ

ઇંઉઋઈં સંસ્થાના અમદાવાદ વિભાગના મહિલા પ્રમુખ અંજલી કૌશિકે જણાવ્યું હતું કે સાબરમતી પોલીસ સાથે મળી લોકોને મફતમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. જે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોની પોલીસ સાથે રહીને પણ આમ લોકોમાં કોરોના ગાઈડલાઈન અંગેની સમજૂતી કેળવાય અને લોકો માસ્ક પહેરતા થાય તેમજ નિયમો પાળતા થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. સાથે સાથે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાનોને પણ સંસ્થા સર્ટિફિકેટ આપી અને તેમનું બહુમાન કરવા જઈ રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here