સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે ૬ ગુનાનો ભેદ ખોલી કુલ રૂ. ૩.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

0
20
Share
Share

હિંમતનગર,તા.૨૫

તલોદ ખાતે થોડાક દિવસો અગાઉ થયેલ રૂા.૧.૯૦ લાખની લૂંટ ઉપરાંત જિલ્લા અને દહેગામ, વિસનગર, ગાંધીનગર સહિતના સ્થાનો પર ચેન સ્નેચીંગ અને વાહનચોરીની ઘટનાઓને અંજામ આપનાર ટોળકીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રાંતિજના અમીનપુર તળાવ પાસેથી દબોચી લઇ રોકડ રકમ અને વાહન તેમજ મોબાઇલો મળી કુલ રૂા.૩.૪૫ લાખનો મુદા્‌માલ કબજે કર્યો છે. ઝડપાયેલ ગેંગના કેટલાક શખ્સોએ હિંમતનગર તેમજ ઇડરના ભાણપુર પાટીયાથી કાનપુર જતા માર્ગ પર ચેન સ્નેચીંગ તેમજ વાહન ચોરીની ઘટનાને પણ અંજામ આપ્યાની કબૂલાત કરતા પોલીસે કુલ છ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મજરા ટીઆર ચોકડી જતા રોડ પર ગત ૧૮ જૂનના રોજ સ્પોર્ટસ મોટરસાયકલ પર આવેલા બે શખ્સો દ્વારા રૂા.૧.૯૦ લાખની રોકડ મત્તા ભરેલ થેલાની બેગ લીફટીંગ કરી ભાગી છૂટયા હતા. તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ક્રાઇમ બ્રાન્ચને લૂંટની ઘટનામાં સંડોવાયેલ કેટલાક શખ્સો મંગળવારે બપોરના સુમારે અમીનપુર તળાવ પાસે ભાગબટાઇ કરવા માટે ભેગા થયાની બાતમી મળતા પોલીસે તે જગ્યા પર છાપો મારી કોર્ડન કરી પાંચ શખ્સોને વાહન અને મુદા્‌માલ સાથે ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.આર.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.પી.રાવ, જે.એમ.પરમાર અને બી.યુ.મુરીમાની ટીમે અમીનપુર તળાવ પાસે કાળા કલરની એફઝેડ બાઇક અને સફેદ કલરના એકટીવા તેમજ ટીવીએસ મોટરસાયકલ સાથે આવેલા શખ્સોને કોર્ડન કરી દબોચી લીધા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here