સાપ્તાહિક રાશિ ભવિષ્ય

0
414
Share
Share

સાપ્તાહિક રાશિ ભવિષ્ય : તા.૨૯-૦૮-૨૦ થી ૦૪-૦૯-૨૦

મેષ

(અ. લ. ઈ)

આ સપ્તાહ દરમિયાન આપ વધુ હળવા રહેશો અને સામાજિક બનો અને પરિણામે પરિવારના સભ્યો પણ આપની સાથે રહેવાથી વધુ ખુશ રહેશે. ભાગીદારીના કાર્યો કરવા માટે અથવા ટીમવર્કમાં લક્ષ્યો પાર પાડવા માટે પૂર્વાર્ધનો તબક્કો ઉત્તમ છે. સપ્તાહના મધ્યમાં કોઇ પણ નિર્ણય ઉતાવળમાં ના લેવાની સલાહ છે. આ સમય આપને અહેસાસ કરવાશે કે શું ખોટું થયું છે. અંતિમ ચરણમાં પ્રોફેશનલ સ્થિતિમાં સુધારો થવાથી વધુ સલામતી સાથે ખુશીની લાગણી અનુભવશો. વિદ્યાર્થી જાતકો શરૂઆતથી જ અભ્યાસમાં સારું ધ્યાન કેન્દ્રિત કરશે. મધ્ય તબક્કામાં મનમાં થોડી બેચેની રહેશે પરંતુ વ્યૂહાત્મક રીતે જો તેમાંથી પસાર થઇ જશો તો વિકએન્ડમાં તમને ઉચ્ચ અભ્યાસમાં સારી સિદ્ધિ મળી શકે છે. શરૂઆતનો તબક્કો પ્રિયપાત્ર અથવા જીવનસાથીને ગુણવત્તાપૂર્ણ સમય આપવા માટે સારો છે. મધ્યમાં તમે એકલા રહેવાનું પસંદ કરો પરંતુ તે પછીનો સમય સારો છે. પરિવારમાં ખુશી અને શાંતિમય માહોલનો આનંદ માણશો.

 

વૃષભ

(બ. વ. ઉ)

આ સપ્તાહ દરમિયાન  પારિવારિક ધંધામાં જોડાયેલા હોય તેમના માટે મધ્યમ કરતા બહેતર તબક્કો છે પરંતુ અન્ય કામકાજોમાં હોય તેમણે ખાસ કરીને ખોટનો સોદો થાય તેવા કાર્યોથી દૂર રહેવું. સપ્તાહના અંતમાં આપના ઉપરીઓ સાથે વાત કરતા પહેલા શબ્દો પર ધ્યાન આપો. વિદ્યાર્થીઓ માટે અત્યારે મહેનતપૂર્ણ સમય છે. જો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા હોય તેવા જાતકોને કારકિર્દીને અનુલક્ષીને મહત્વનું વર્ષ હોય તો અત્યારથી આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ છે. આપને મંત્રમુગ્ધ કરતા વ્યક્તિ તરફ આકર્ષણ ધરાવો. જો કે આપ જેને પ્રેમ કરતા હોય તેને તમારી લાગણી દર્શાવાવા માટે શબ્દોની પસંદગીમાં સાચવવું અન્યથા તમારી વાતનું ખોટુ અર્થઘટન થઇ શકે છે. સપ્તાહનું મધ્ય ચરણ વિજાતીય સંબંધો માટે શ્રેષ્ઠ રહેશે. અત્યારે પારિવારિક સંબંધોમાં પણ તમે વધુ ધ્યાન આપો જેથી સપ્તાહના અંતિમ ચરણમાં પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત કરવાનો યોગ બને.

 

મિથુન

(ક. છ. ઘ)

આ સપ્તાહ દરમિયાન નવા સાહસોમાં આપને સફળતાના યોગ છે. નોકરિયાતોને વધુ ઉચ્ચ સત્તા પણ મળી શકે છે. સપ્તાહના અંતમાં વર્તમાન સમયમાં ટીમવર્કના કાર્યો અથવા ભાગીદારીના ધંધામાં આપના હાથમાં રહેલા પ્રોજેક્ટ પૂરા કરવામાં તમારી ધારણા પ્રમાણે બધુ પાર પાડવા માટે વધુ પ્રયાસો કરવા પડશે. સપ્તાહના મધ્યમાં તમે નિયમિત આવકના સ્ત્રોતોમાંથી સારી કમાણી કરી શકો તેવી સંભાવના છે. વિદ્યાર્થી જાતકોને શરૂઆતથી જ અભ્યાસમાં સારી રુચિ રહેશે. અત્યારે અભ્યાસ સંબંધિત કોઇ પ્રવાસ ખેડવામાં પણ સરળતા રહેશે. સપ્તાહની શરૂઆતમાં આ સમયગાળામાં દૂરના અંતરે વસતા લોકો સાથે અથવા વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો સાથે તમારે મૈત્રીસંબંધો બંધાય તેવી શક્યતા છે. પ્રેમસંબંધોમાં પણ તમારી વચ્ચે ખૂબ સારું સામીપ્ય રહેશે. શરૂઆતના બે દિવસ અને અંતિમચરણ વિજાતીય સંબંધોનું ઉત્તમ સુખ માણવા માટેનો છે.

 

કર્ક

(ડ. હ)

આ સપ્તાહ દરમિયાન  સંબંધોમાં સામીપ્ય વધશે. પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકો. પ્રિયપાત્ર સાથે પણ સંબંધોમાં આગળ વધી શકશો. જોકે, તમારું વધુ પડતું વિજાતીય આકર્ષણ ક્યાંક મુશ્કેલીનું કારણ ના બને તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. કોઇપણ પ્રકારની કાયદાકીય બાબતો અને સરકારી કાર્યોમાં અત્યારે તમે અસરકારક ચર્ચા અથવા કમ્યુનિકેશનથી નિરાકરણ લાવી શકશો. વાણીનું પ્રભૂત્વ હોય તેવા કાર્યોમાં અત્યારે સારું ફળ મળવાની આશા રાખી શકો છો. જોકે અત્યારે નબળી સોબતોથી દૂર રહેવું. જીવનમાં વધુ સફળ થવા માટે આપના અભ્યાસ અને અનુભવનો પૂરતો ઉપયોગ કરી શકશો. વિદ્યાર્થી જાતકોને સપ્તાહના મધ્યમાં અભ્યાસમાં ઘણી રુચિ રહેશે અને આયોજનપૂર્વક આગળ વધીને તમે કોઈ સારી સિદ્ધિ હાંસલ કરી શકશો. સપ્તાહના અંતમાં નોકરિયાતો તેમના કામકાજમાં કંઇક ફેરફાર કરવાનું વિચારી શકે છે. અત્યારે સ્વાસ્થ્ય સુખાકારી જળવાશે.

 

સિંહ

(મ.ટ)

આ સપ્તાહ દરમિયાન  આપને પ્રેમ કરતા અને આપની ખરા અર્થમાં કદર કરતા લોકો સાથે ગુણવત્તાસભર સમય વ્યતિત કરવાથી તેમજ તેમની સાથે ટૂંકો પ્રવાસ કરવાથી જીવન વધુ સુખરૂપ અને ખુશીઓથી હર્યુંભર્યું બનશે. એક પ્રેમાળ પાત્ર શોધવાની તમારી ઇચ્છા વધુ પ્રબળ બનશે. સપ્તાહના મધ્યમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે સમર્થ થશો છતાં તણાવને ટાળવા માટે પૂરતો આરામ કરવાની સલાહ છે. આપ પરિવાર સાથે સમય વિતાવવામાં સફળ રહેશો તેમજ આર્થિક ઉન્નતિ માટે અથવા આર્થિક ભાવિ સદ્ધર કરવા માટે નાના-મોટા સાહસો ખેડવા માટે પણ તૈયાર રહેશો. આમ તો, કોઇ વાંધો નથી પરંતુ ખાસ કરીને કોઇપણ સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં ખોટો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું. તમે પ્રિયપાત્ર સાથે વાણી અને વર્તનમાં વધુ સ્પષ્ટતા રાખજો. વિવાહિતોને સંતાનોના કારણે કદાચ એકાદ વખત નિરાશ થવું પડે. નોકરિયાતોને અત્યારે વધુ મહેનત કરવાની સલાહ છે. છેલ્લા દિવસે શરીરમાં થોડી નબળાઇ વર્તાઇ શકે છે.

 

કન્યા

(પ. ઠ. ણ)

આ સપ્તાહ દરમિયાન  નવા વસ્ત્રો કે દાગીનાની ખરીદી થાય. સંબંધો બાબતે આપ વધુ સંવેદનશીલ બનશો. તમારી વાણીમાં પ્રભાવ સારો રહેવાથી બીજાને પોતાની વાત સરળતાથી સમજાવી શકશો. આ ઉપરાંત પ્રેમસંબંધોમાં પણ તમે તમારી લાગણીની અભિવ્યક્તિ ખૂબ સારી રીતે કરી શકશો. વર્તમાન સમય વડીલો અથવા કામકાજના સ્થળે ઉપરીઓ સાથે સંબંધોમાં સાચવવું પડશે અને તેમની સાથે કોઇપણ મુદ્દે ચર્ચા કરતી વખતે પણ નમતું જોખવાની તૈયારી રાખવી પડશે.  પ્રવાસ દરમિયાન ભવિષ્યમાં લાભ થાય તેવા સંબંધો કેળવાશે. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે અને તેમનાથી લાભ થાય. નવું ઘર કે મકાન લેવાના સંજોગો ઊભા થાય અથવા ઘરમાં રિનોવેશન કે રંગ રોગાન કરાવો. વિદ્યાર્થીઓ માટે વિચાર કરીએ તો ખાસ કરીને ટેકનિકલ વિષયોમાં અભ્યાસ કરતા જાતકોને વધુ મહેનતની તૈયારી રાખવી પડશે.આપનું સ્વાસ્થ્ય એકંદરે સારું જળવાઇ રહેશે.

 

તુલા

(ર. ત)

આ સપ્તાહ દરમિયાન તમારું મન વિવિઘ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું હતું અને સ્વાસ્થ્યની પણ કેટલીક સમસ્યા હતી. આ સપ્તાહની શરૂઆત તમે પુનરુર્જિત થઇને કરશો અને જૂની બીમારી, અવરોધો તેમજ સંબંધોમાં તણાવ બાજુએ મુકીને એક નવા અભિગમ સાથે શરૂઆત કરશો. તમે પોતાની જાત પર વધુ ધ્યાન આપશો અને આત્મનિખાર અથવા પર્સનાલિટી ડેવલપમેન્ટમાં ખર્ચ કરી શકો છો. શરૂઆતનું ચરણ પ્રિયપાત્ર સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવવા માટે સારું છે. ખાસ કરીને જેઓ પહેલાંથી સંબંધોમાં છે અથવા વિવાહિત છે તેઓ પોતાના સાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવીને સંબંધોમાં વધુ સામીપ્ય લાવી શકે છે. આપને નવું કાર્ય કરવાની પ્રેરણા મેળવો. સપ્તાહના મધ્યમાં તમે આર્થિક બાબતોમાં વધુ સક્રીય થશો અને કમાણી વધારવા માટે નવા નવા અખતરા કરો અથવા નવા સાહસો ખેડો તેવું બની શકે છે. વિદ્યાર્થીઓને વ્યૂહાત્મક પ્લાનિંગ સાથે અભ્યાસ કરવાથી સારી સફળતા મળી શકે છે.

 

વૃશ્ચિક

(ન.ય.)

આ સપ્તાહ દરમિયાન   આર્થિક લાભ થાય પરંતુ સામે બિનજરૂરી ખર્ચ ટાળી બચત પર ધ્યાન રાખવું, રોકાણથી આવકના સ્ત્રોત ઊભા કરશે. આપને કાર્ય સફળતા થોડા વિલંબે મળે પરંતુ પ્રયત્નો ચાલુ રાખજો. નાણાંકીય આયોજનોમાં અવરોધ બાદ માર્ગ મોકળો થતો જણાય. શ્વાસ કે સંધિવાના દર્દીઓને તકલીફ વધશે. સપ્તાહના મધ્યમાં આપને વધુ પડતી લાગણીશીલતામાં ન તણાઇ જવાની સલાહ છે. તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્સાહ મંદ રહે. નોકરી ધંધાના સ્થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉપરી અધિકારીઓનું વલણ સહકારભર્યું ન હોતાં માનસિક હતાશા ઉદભવે. સંતાનને કોઈ નાની ઈજાની શક્યતા પણ નકારી શકાય નહીં. જોકે, વડીલોના આશીર્વાદ આપની સાથે રહેવાથી રાહત અનુભવશો. પરિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. જોકે, સંતાનો અભ્યાસમાં આપની સલાહ કે માર્ગદર્શન ન માનતા હોય તેવું લાગશે,  જીવનસાથીની ચિંતાથી મનમાં ઉદ્વેગ રહે.

 

ધન

(ભ.ધ.ફ.ઢ)

આ સપ્તાહ દરમિયાન તમને લાભ મળવાની શક્યતા છે. અગાઉ કરેલી મહેનત હવે ઉગી નીકળશે. સામાજિક મોરચે પણ તમારી સક્રિયતા વધશે. આ સમયમાં તમે તહેવારો, જાહેર પ્રસંગો અથવા અન્ય કોઇ પ્રકારે પરિવાર અને સમાજની સાથે વધુ સમય વિતાવી શકશો. બીજા લોકોની ભલાઇ માટે અથવા મદદ કરવાના આશયથી તમે પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી પણ સમય કાઢીને મદદ માટે આગળ આવશે. સપ્તાહના મધ્યમાં તમારામાં થાક અને સુસ્તિ રહેશે તેમજ મન પણ જરાક બેચેન રહે. આવી સ્થિતિમાં તમે કોઇ મોટો નિર્ણય લેવાનું ટાળજો. જો કોઇની સાથે વિવાદ હોય તો તેમાં વધારો ના થાય તેની કાળજી લેવી. સંબંધોમાં આગળ વધવા માટે શરૂઆત અને અંતિમ ચરણ બહેતર છે. આ સમયમાં પ્રિયપાત્ર સાથે મુલાકાતોનું આયોજન કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસ મામલે થોડી બેચેની વર્તાશે. જો તમે ડાયાબિટિસ અથવા હૃદય સંબંધી વિકાર હોય તો સાવચેત રહેવું.

 

મકર

(ખ.જ.)

આ સપ્તાહ દરમિયાન  નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. નોકરવર્ગ અને મોસાળ પક્ષથી લાભ થવાના યોગ જણાય છે. તમે કામકાજમાં નવા આયોજનો સાથે આગળ વધી શકો. પ્રોફેશનમાં કોઇ પ્રલોભનમાં પડવાની જરૂર નથી કારણ કે થોડા પ્રયાસો વધારશો તો પોતાની જ આવડત અને સૂઝ સાથે આગળ વધી શકશો. સપ્તાહના મધ્યમાં પરિવારમાં એકંદરે સુખ શાંતિ જળવાશે. પરિવારના સભ્યોના કારણે આર્થિક લાભ થઇ શકે છે. પ્રેમસંબંધો માટે મધ્ય ચરણ ઉત્તમ પૂરવાર થાય પરંતુ છેલ્લા બે દિવસમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ છે. આમ તો આપ શાંતિપ્રિય વ્યક્તિ છો અને ભોળા પણ છો પરંતુ લોકો તેનો ગેરલાભ ના ઉઠાવે તેનું ધ્યાન રાખવું. છેલ્લા ચરણમાં આકસ્મિક ધનખર્ચ આપની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી શકે છે. યાત્રા પ્રવાસમાં મુશ્કેલી નડી શકે છે. વિદ્યાર્થીઓ માટે સપ્તાહના મધ્યનો તબક્કો સારો છે. છેલ્લા બે દિવસમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.

 

કુંભ

(ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન તમે વૈભવી જીવનશૈલી અને મોજશોખ પાછળ નાણાં ખર્ચશો. સાથે સાથે બચતનો ખ્યાલ પણ રાખવાની સલાહ છે. અઘરા કે અશક્ય લાગતા કાર્યો પણ ચપટીમાં પતાવશો. તમે જાતે જ તમારું પ્રારબ્ધ ઘડશો માટે ધીરજથી કામ લઈને સફળતા હાંસલ કરી શકો છો. હિતશત્રુઓ આપની પીઠ પાછળ કાવતરાં કરશે પરંતુ સતર્ક રહેશો તો તમને કોઇ જ વાંધો નહીં આવે. વૈચારિક દૃઢતાથી આપ કાર્યને સારી રીતે પાર પાડી શકશો.પ્રિયપાત્રના પ્રેમની વર્ષા આપને ભીંજવી નાખશે. સંબંધોમાં જેટલું સંતુલન અને ધૈર્ય જાળવશો એટલા સંબંધો સારા બનશે. આપ આપની બૌદ્ધિક શક્તિથી લેખનકાર્યમાં આગળ વધી શકશો. ઝડપથી બદલાતા જતા વિચારો મન અસ્થિર કરશે તેથી મનમાં એકાગ્રતા નહીં રહે. સ્વાસ્થ્ય સુખાકારી બાબતે હાલ ખાસ ચિંતાજનક સ્થિતિ નથી. હાડકાને લગતી સમસ્યાથી પીડાતા હોય તેમણે પૌષ્ટિક આહાર પર વધુ ભાર મૂકવો.

 

મીન

(દ.ચ.ઝ.થ)

આ સપ્તાહ દરમિયાન    શરૂઆત થોડી વૈચારિક નકારાત્મકતા સાથે થશે. તમને કામકાજમાં મન ઓછુ લાગે તો વધુ પડતા પ્રયાસોમાં સમય વેડફવાના બદલે આત્મમંથન કરવાની તેમજ ભાવિ રણનીતિ ઘડવામાં સમય ફાળવવાની સલાહ છે. સપ્તાહના મધ્યથી લોકો સાથે તમારું કમ્યુનિકેશન વધશે જેથી પારિવારિક અને પ્રોફેશનલ મોરચે તમે વિવિધ લોકોના સંપર્કમાં રહેશો. આમ કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને કામકામજમાં નવી દિશા મળશે. દેશાવર કાર્યો, મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી અથવા તેને લગતા અન્ય કાર્યો માટે પણ મધ્યનો તબક્કો સારો છે. અંતિમ ચરણમાં આવકના સાધનોમાં વધારો થાય. વેપારમાં વૃદ્ધિ અને લાભ થાય.પુત્ર અને પત્ની તરફથી આપને કંઇક લાભ મળે. હવેથી તમારી વાણીમાં થોડી કઠોરતા આવી શકે છે માટે જ્યાં મહત્વની ચર્ચા હોય ત્યાં વાણી સૌમ્ય રાખવાનો પ્રયાસ કરવો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here