સાપ્તાહિક રાશિ ભવિષ્ય

0
331
Share
Share

તા.૨૨-૦૮-૨૦ થી ૨૮-૦૮-૨૦

મેષ

(અ. લ. ઈ)

આ સપ્તાહ દરમિયાન નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે છે. છેલ્લા ચરણમાં તમે પોતાની આવડત બતાવીને પોતાનું કૌશલ્ય સિદ્ધ કરી શકશો અને નિયમિત આવકમાં વધારો કરવા માટે કોઇ સારો ચાન્સ મળી શકે છે. આપને નવા સાહસોમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે પરંતુ અતિ આત્મવિશ્વાસથી દૂર રહેવું. કામકાજના સ્થળે આપના ભાગીદાર, ડાયરેક્ટર્સ અને અન્ય વેપારીઓ સાથે સંબંધો સુમેળભર્યા રહે. આર્થિક બાબતે અત્યારે ટેન્શન જેવું નથી. વાહનો અને સ્થાવર મિલકતોને લગતા ખર્ચમાં ઘટાડો થાય. આ સમય નવું વાહન ખરીદવાની તક આપશે. સપ્તાહની શરૂઆતમાં વિદ્યાર્થીઓને વધુ ગ્રહણશક્તિ રહેશે. તમે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારશો અને આવડતોમાં વધારો કરી શકશો. આ સમયમાં ઉચ્ચ અભ્યાસના કોર્સની પસંદગી કરશો તો તે લાભદાયક નિવડે. પ્રેમસંબંધો માટે ઉત્તરાર્ધનો સમય ઘણો બહેતર જણાઇ રહ્યો છે. લગ્નોત્સુક જાતકોને કોઇ યોગ્ય પાત્ર સાથે ભેટો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

વૃષભ

(બ. વ. ઉ)

આ સપ્તાહ દરમિયાન  તમે પોતાની જાત કરતા અન્યોને જીવનમાં વધુ મહત્વ આપશો. પ્રોફેશનલ મોરચે અત્યારે તમે આંતરસ્ફૂરણા અને બૌદ્વિક ચાર્તુયની મદદથી યોગ્ય નિર્ણય લઇ શકો. નવી નોકરી શોધી રહેલા જાતકોને પૂર્વાર્ધમાં સારી તક મળે અથવા પ્રોફેશનલ હેતુથી અવારનવાર કમ્યુનિકેશન થઇ શકે છે. આપના શત્રુઓનો પરાજય થાય તેમજ આભાથી પ્રભાવિત થાય. નાણાંની આવક એકધારી ચાલુ રહેશે પરંતુ તમારી આવક પ્રમાણે ખર્ચ કરવો. બચત માટે અત્યારે સારો સમય છે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં મિત્રોનો સહકાર મળી રહેશે. અંતિમ ચરણમાં તમે ભણવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો. સપ્તાહની શરૂઆતમાં આપ વધુ માયાળુ અને લાગીણીશીલ બનો. અન્યોની સેવા થાય એ પ્રકારનુ કાર્ય કરવાની તક મળે અને જીવનમા વધુ ખુશી આવવાથી સંતોષ પ્રાપ્ત થાય. લગ્નજીવન અને પ્રણયસંબંધનું સુખ માણવા માટે વિકએન્ડનો સમય ઘણો સારો રહે.

મિથુન

(ક. છ. ઘ)

આ સપ્તાહ દરમિયાન આપનો સકારાત્મક દૃષ્ટિકોણ સામાજિક ગતિવિધિઓ અને સંબંધોને વધુ સુધારશે. લગ્ન થકી ફાયદો પણ થાય. આપના જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબુત બનાવવા માટે લગ્નજીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આપે વધુ પ્રયત્નશીલ બનો.  સપ્તાહના મધ્યમાં તમારું મોટાભાગનું ધ્યાન આર્થિક ઉન્નતિ પર કેન્દ્રિત રહેશે. તમે આવકના નવા સ્ત્રોતો ઉભા કરવામાં પણ સફળ રહો. અત્યારે ખર્ચની સાથે બચત પર ધ્યાન આપશો તો ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. આપના  ભાગીદાર, ડિલર્સ સાથે બિનજરૂરી દલીલબાજીની સંભાવના હોવાથી તેમની સાથે કોઈપણ કામ ધીરજ અને વિનમ્રતાથી પાર પાડવું. સ્વાસ્થ્ય બાબતે અત્યારે કોઇ ચિંતાજનક તબક્કો નથી છતાં પણ ખાસ કરીને વધુ પડતું તળેલુ ના ખાવાની સલાહ છે. પિત્તની તકલીફ હોય તેમણે વધુ સાવચેતી રાખવી.

કર્ક

(ડ. હ)

આ સપ્તાહ દરમિયાન  તમારું મન થોડુ વ્યાકૂળ રહે અને કામકાજમાં ઓછુ ધ્યાન કેન્દ્રિત થાય. આ ઉપરાંત સંબંધોમાં પણ તમે કોઇની સાથે તણાવ અનુભવો અથવા અસંતોષ રહેવાની શક્યતા છે. જોકે, બીજા દિવસથી સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે. અંગત અને પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન રાખીને તમે પ્રગતિનો માર્ગ ઘડી શકશો. કામકાજમાં વિસ્તરણ અથવા અન્ય હેતુથી નવા નવા લોકોને મળવાનું થાય અને ઉત્તરાર્ધમાં વાણીના પ્રભાવથી તમે પોતાની વાત અન્ય લોકોને સરળતાથી સમજાવી શકો અને તેમને સહમત કરી શકો. આપ જો કોઈ સટ્ટાકીય પ્રવૃત્તિ, શેરબજાર, કોમોડિટી કે તેવા અન્ય વેપાર સાથે સંકળાયેલા હોય તો સાચવીને સોદા કરવાની સલાહ છે. વિદ્યાર્થી જાતકોને પહેલા દિવસે અભ્યાસમાં મજા નહીં આવે પરંતુ તમે અભ્યાસમાં સારી રીતે આગળ વધી શકો. સ્વાસ્થ્ય સુખાકારી પણ સારી રહે અને જો કોઇ અગાઉની તકલીફ હોય તો અત્યારે તેમાં રાહતની શક્યતા વધુ છે.

સિંહ

(મ.ટ)

આ સપ્તાહ દરમિયાન  પરિવારના સભ્યો તથા જીવનસાથીની વાસ્તવિક જરૂરિયાતોને બહેતર રીતે સમજી શકવા માટે સક્ષમ થશો. અહીંયા તમે ભાવનાત્મક રીતે વધુ સલામત અનુભવશો. આપના પ્રેમને વધુ પાંગરવા માટે પૂરતો સમય આપશો. નવા સંબંધોને ખીલવવા માટે આ સમયનો ભરપૂર સાથ મળશે. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યની વધારે કાળજી રાખવી પડશે. સુસ્તી અને આળસને કારણે આપ બેચેની અનુભવો અને પીઠમાં દુખાવો અથવા બીપીમાં વધઘટ થાય તેવું બની શકે છે. સખત પરિશ્રમની તૈયારી રાખશો તો સ્થિતિને બેશકપણે તમારી તરફેણમાં લાવી શકશો. નવા પડકારો પણ તમારી સામે આવશે અને ગુંચવણભરી સ્થિતિ જણાય તો તજજ્ઞોનું માર્ગદર્શન લેવાની પણ ખાસ સલાહ છે.  આપના પ્રોજેક્ટને આપ જરૂરી એવા સમયમાં સફળતાપૂવર્ક પાર પાડી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનુકૂળતા રહેવાની સાથે સાથે કંઇક નવું જાણવા માટે તમારી સક્રિયતા વધશે.

કન્યા

(પ. ઠ. ણ)

આ સપ્તાહ દરમિયાન  નોકરી- ધંધાના સ્થળે તમે ઘણા ઉત્સાહ સાથે આગળ વધશો અને તમારા મોટાભાગના કામ પ્રગતિને ધ્યાનમાં રાખીને કરશો. ઘરમાં તમે ઓછુ ધ્યાન આપશો કારણ કે સમય જ નહીં હોય. આ કારણે કોઈની સાથે મનદુઃખ થવાની શક્યતા રહે. જોકે, સપ્તાહના મધ્યમાં તેમ થોડો વિરામ લઇને પરિવાર સાથે સમય વિતાવશો અને મનદુઃખ દૂર કરવામાં સફળ રહેશો. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં આપને સફળતા મળે. કાર્યસ્થળે સ્ત્રીઓ તરફથી લાભ મળવાની શક્યતા છે. સપ્તાહના મધ્યમાં સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વીતશે. વડીલો કે પૂજનીય વ્યક્તિઓને મળવાનું થાય. અત્યારે તમે કમાણી કરવા માટે શોર્ટકટ શોધવા લલચામણી ઓફરોમાં સપડાવ નહીં તેનું ધ્યાન રાખવું. સપ્તાહના મધ્ય પછી પૈતૃક જમીન- મકાન વગેરેના કાર્યો શક્ય હોય ત્યાં સુધી છંછેડવા નહીં અન્યથા તમને નુકસાન થઇ શકે છે.  આપના મિત્રવર્તુળમાં વિસ્તરણ થાય.

તુલા

(ર. ત)

આ સપ્તાહ દરમિયાન પારિવારિક અને ગૃહસ્થ જીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. પરિવારજનો તરફ વિશેષ ધ્યાન આપશો અને પ્રોફેશનલ બાબતોમાં પણ તમે ખૂબ જ ધ્યાન આપીને લાંબાગાળાના આયોજનો કરી શકશો. બૌદ્ધિક પ્રતિભાની સાથે ઉપરીઓનો સાથ અને સરકાર અથવા કાયદાકીય મોરચે પણ અનુકૂળતા રહેવાથી પ્રોફેશનલ પ્રગતિ માટે શરૂઆતનો તબક્કો ઘણો સારો ગણી શકાય. સપ્તાહના મધ્યમાં શુભ કે માંગલિક પ્રસંગોમાં જવાનું જાય. ભાગ્યવૃદ્ધિની તકો સાંપડશે. આપની કાર્ય સફળતામાં દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આ સમયમાં પ્રેમસંબંધોમાં પણ આગળ વધવાની તકો મળે. જેમના સંબંધોમાં છેલ્લા અમુક સમયથી નિરસતા હોય તે હવે સજીવન થશે. લગ્ન અંગેનો નિર્ણય લેવા માટે પણ સારો તબક્કો છે. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. વિદ્યાર્થીઓ આખા સપ્તાહમાં ખાસ કરીને મધ્ય ચરણમાં અભ્યાસમાં સૌથી વધુ ધ્યાન આપી શકશે.

વૃશ્ચિક

(ન.ય.)

આ સપ્તાહ દરમિયાન   કાનૂની મામલામાં કોઇની સલાહ લેવી પડે તો લેજો. પહેલા દિવસે તમારું મન થોડુ બેચેન રહેવાથી તમે યોગ્ય નિર્ણય પર નહીં આવી શકો. આ સમયમાં પ્રિયપાત્ર અથવા જીવનસાથીને લગતી કોઇ બાબતો ચિંતા કરાવી શકે છે. પરિવાર અથવા પ્રોફેશનલ મોરચે કોઇપણ બાબતોમાં પહેલા દિવસે તમને કોઇની દરમ્યાનગીરીની જરૂર પડે તો લેતા રહેવાની સલાહ છે. જોકે, બીજા દિવસથી તમારી સ્થિતિમાં સુધારો આવતા ચિંતાઓનો ગ્રાફ નીચેની તરફ રહેશે. આપને અનુભૂતિ થશે કે તમારા અંગત લોકોની દેખભાળ, તેમના પ્રતિ આપની પ્રતિબદ્ઘતા અને તેમની સાથે વાતચીત માટે પણ સમય આપવો જોઇએ. આ કારણે તમે પરિવારના સભ્યોને સમય આપશો અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સક્રિય થશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં કાર્યસ્થળે અથવા ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્ચ હોદ્દેદારોની મીઠી નજર આપના પર રહેશે.

ધન

(ભ.ધ.ફ.ઢ)

આ સપ્તાહ દરમિયાન પરિવાર અને પ્રોફેશનલ મોરચે તમને કામમાં સૌનો સાથ-સહકાર મળશે. વ્યાવસાયિક કે ધંધાકીય ક્ષેત્રમાં જો ભાગીદારી અથવા સહિયારા કાર્યોમાં જોડાયેલા હોવ તો સાચવીને કાર્ય કરવું. ભાગીદારીમાં નવું સાહસ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ નથી. બીજા અને ત્રીજા દિવસે શાંતિનો અભાવ વર્તાશે. તમારું મન એક સાથે ઘણી દિશામાં દોડશે. તમારી ચિંતા અને અજંપો વધી શકે છે માટે તમારે ખાસ કાળજીપૂવર્ક સમય વિતાવવો પડશે. કોઈની સાથે ચર્ચા દરમિયાન તણાવ કે વિવાદ થઇ શકે.પૈતૃક મિલકતોને લગતા પ્રશ્નો, સરકારી અથવા કાયદાકીય અવરોધો વગેરે દૂર થવાની ઘણી શક્યતા છે. પ્રેમસંબંધોમાં પહેલા દિવસે તો વાંધો નથી પરંતુ તે પછીના બે દિવસ તમે સંબંધોથી અળગા રહેવાનું વધુ પસંદ કરશો. જો તમારી વચ્ચે ગેરસમજ ઊભી થઈ હોય તો તુરંત સ્પષ્ટતા કરજો અન્યથા સંબંધોમાં તિરાડ પડી શકે છે.

મકર

(ખ.જ.)

આ સપ્તાહ દરમિયાન  તમે તમારા વિચારો પ્રમાણે સામાવાળાના વિચારો બદલી શકશો. તમે તરત જાણી જશો કે સાચું પગલું કેવી રીતે ભરાય અને તેના પરિણામ શું આવશે. નોકરિયાતો તેમના કૌશલ્યથી આગળ વધી શકશે. તમે નવી ભાગીદારીમાં પણ આગળ વધશો. તમારા વિચારો અને કાર્યશૈલીમાં સર્જનાત્મકતા જોવા મળે. કંઇક નવો ચિલો ચાતરવા માટે બહેતર સમય છે. સપ્તાહના પૂર્વાર્ધમાં તમે સમજી શકશો કે જીવનમાં કમાણી, મોજમસ્તી અને સંબંધો આ બધુ સંતુલનમાં રહેવું જરૂરી છે. આ કારણે તમે સંબંધોમાં પણ ધ્યાન આપો. પ્રેમ સંબંધોમાં વધારે ઉષ્માવાળો અને જોડાણો વાળો તબક્કો કહી શકાય. સપ્તાહના મધ્યમાં આપ મનમાં થોડી હતાશા અનુભવશો. પરિવારમાં સભ્યો સાથે કોઈ મુદ્દે ગેરસમજ કે મનદુઃખ થઈ શકે છે. અહંની ભાવનાથી કોઇની લાગણી ન દુભાય તેની કાળજી રાખવી. સામાજિક ક્ષેત્રે કરેલા કાર્યોનું ફળ મળતું આપ જોઈ શકશો.

કુંભ

(ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન એકાએક આપના સ્વભાવમાં ગુસ્સો અથવા અહં વધી શકે છે માટે મિજાજ ગુમાવીને કોઈની સાથે બાખડી ન પડો તેનું ધ્યાન રાખજો. આપને જુદાજુદા ક્ષેત્રે લાભ થવાના યોગ છે. બિઝનેસમેનોને ક્લાયન્ટ તરફથી ખૂબ જ પૉઝિટીવ પ્રતિભાવ મળશે. નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આપને આપના સહકાર્યકરોનો સારો સાથ સાંપડશે. ઓફિસમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે. ભાગીદારીના કાર્યો અથવા સહિયારા સાહસોમાં આગળ વધી શકશો પરંતુ પોતાના અહંના કારણે કોઇપણ નિર્ણયો પર અસર ના પડે તેનું ધ્યાન રાખવું. કાનૂની બાબતો અંગેનો નિર્ણય વિચારીને લેવો.  તમારી વચ્ચે આકર્ષણની શક્યતાઓ સારી છે પરંતુ જો વિશ્વાસ ડગમગશે તો સંબંધોનું સુખ નહીં માણી શકો. વિદ્યાર્થી જાતકોને માનસિક સ્થિતિ થોડી ડામાડોળ થઈ શકે છે. શક્ય હોય તો એજ્યુકેશનને લગતા મહત્વના નિર્ણય ન લેવા. પૂરતી ઉંઘ ન મળવાના કારણે માનસિક બેચેની અનુભવો.

મીન

(દ.ચ.ઝ.થ)

આ સપ્તાહ દરમિયાન    નોકરી અથવા ધંધામાં સ્પર્ધાત્મક માહોલ અને કામના પ્રેશરના કારણે થોડી તકલીફ અને અવરોધો સર્જાય પરંતુ જો તમે કામ પ્રત્યે સમર્પણ સાથે આગળ વધશો તો ઉત્તરાર્ધમાં પ્રગતિ માટે બહેતર તકો પ્રાપ્ત થશે. અત્યારે કોઇપણ કામમાં તમે ઉતાવળ કે ગુસ્સાના બદલે આયોજનપૂર્વક આગળ વધો તેવી સલાહ છે. ઉપરી અધિકારીઓનો સહકાર મળે પરંતુ કામકાજમાં પરિવાર સભ્યો તરફથી વધુ પડતો સહકાર મેળવવાની આશા રાખવી નહીં. અત્યારે તમે પોતાની આસપાસના માહોલમાં સજાવટ પાછળ અથવા સમારકામમાં ખર્ચ કરો તેવી શક્યતા રહેશે. પરિવારની ખુશી માટે તમે ખર્ચ કરો તેમાં બહુ યશપ્રાપ્તિની આશા રાખવી નહીં. તમને જે લાભો મળવાના છે તેમાં થોડો વિલંબ થાય પરંતુ ધીરજનું ફળ મીઠુ પુરવાર થશે. અવિવાહિતોને લગ્નના યોગ જણાય છે. ઘરમાં માંગલિક કાર્યો થવાની પણ શક્યતા છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here