સાપ્તાહિક રાશિ ભવિષ્ય

0
50
Share
Share

તા.૦૧-૦૮-૨૦ થી ૦૭-૦૮-૨૦

મેષ

(અ. લ. ઈ)

આ સપ્તાહ દરમિયાન આપ આવકના નિયમિત સ્ત્રોતોમાંથી કમાણી કરી શકશો. જોકે, ખર્ચની બાબતોમાં સાવચેત રહેવું પડે. ઉત્તરાર્ધમાં નાણાકીય બાબતોને કારણે તણાવ અને ચિંતા જોવા મળે. કામકાજમાં પૂર્વાર્ધમાં તમે સારી રીતે આગળ વધો અને પ્રોફેશનલ મોરચે બીજાનો સહકાર મળે. ટીમવર્કમાં સારું પરિણામ મેળવી શકો. જોકે ઉત્તરાર્ધમાં આપની માનસિક બેચેની રહેવાથી કોઇપણ કામમાં આપ ધીરજ રાખશો તો સમસ્યા ઓછી થઇ શકે છે. અત્યારે ભાગ્યના ભરોસે બહુ બેસવું નહીં. વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં જ્ઞાનપીપાસા સારી રહેશે પરંતુ અંતિમ ચરણમાં તમે અભ્યાસથી વિમુખ થાવ તેવી સંભાવના વધશે. પારિવારિક મોરચે સંતાનો સાથે તાલમેલ રહેશે. જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે ઉત્તમ સમય વિતાવવા માટે બીજો અને ત્રીજો દિવસ બહેતર પુરવાર થશે. અત્યારે તમે પ્રેમની અભિવ્યક્તિ પણ સારી રીતે કરી શકો પરંતુ ખાસ કરીને સપ્તાહના મધ્યમાં સંબંધોથી તમે થોડા દૂર રહેવાનું પસંદ કરશો.

વૃષભ

(બ. વ. ઉ)

આ સપ્તાહ દરમિયાન તમે સંબંધો પર વધુ ધ્યાન આપને લાગણીપૂર્વક શરૂઆત કરો અને અંતિમ ચરણમાં દુનિયાદારી છોડીને આધ્યાત્મ પર વધુ ધ્યાન આપો. નોકરિયાતો માટે પૂર્વાર્ધ જ્યારે વ્યાવસાયિકો માટે ઉત્તરાર્ધનો સમય બહેતર છે. નવા લોકો સાથે જોડાણ અથવા કરારો કરવા માટે પણ ઉત્તરાર્ધ બહેતર છે. છેલ્લા દિવસે કામકાજ થોડીને આપ્તજનો સાથે સમય વીતવવાની સલાહ છે કારણ કે કામકાજમાં તમે જરૂરિયાત કરતા ઓછુ ધ્યાન આપી શકશો. આ સમયમાં આર્થિક બાબતોને લઇને કોઇને કોઇ ડર આપને સતાવતો હશે જે દૂર કરવા માટે બિન-જરૂરી અથવા જેમાં કોઇ ફળ મળવાની આશા નથી તેવા ખર્ચ ટાળવા પડશે. સપ્તાહની શરૂઆતમાં અભ્યાસ પ્રત્યે વધુ રુચી દર્શાવો.પ્રેમસંબંધોમાં મુલાકાતો, ડેટિંગ, પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે પહેલો દિવસ સારો છે. તે પછીના બે દિવસમાં તમે પ્રોફેશનલ મોરચ સક્રિય થતા પ્રિયપાત્રને ઓછો સમય આપો પરંતુ ઉત્તરાર્ધમાં ફરી તમારી વચ્ચે ઘનિષ્ઠતા વધશે.

મિથુન

(ક. છ. ઘ)

આ સપ્તાહ દરમિયાન જો આપ મિલકત ખરીદવાની ઇચ્છા રાખતા હોય તો આ સમયમાં તેની વાટાઘાટોમાં સક્રિય થઇ શકો છો. બાંધકામ, વાહનો અને મશીનરીને લગતા કાર્યોમાં તમે અત્યારે વધુ આગળ વધી શકશો. તમે પોતાની આસપાસના માહોલમાં સુધારો લાવવા માટે અથવા સુશોભનમાં ખર્ચ કરો અથવા ઓફિસમાં રિનોવેશન કરાવો તેવી શક્યતા પણ છે. પરિવારની ખુશી માટે અત્યારે તમે વાહન ખરીદીનું આયોજન પણ કરી શકો છો. આપના પ્રણયસંબંધોમાં સામીપ્ય રહેશે પરંતુ અત્યારે લગ્ન અંગે કોઇપણ નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવાની સલાહ છે. જેઓ પહેલાથી વિવાહિત છે તેમને પણ સંબંધો પર વધુ ધ્યાન આપવું પડશે અન્યથા તમારા સાથીને તમારા કારણે કોઇ બાબતે અસંતોષ થઇ શકે છે. વિદ્યાર્થી જાતકો અભ્યાસકાર્યમાં વધુ ધ્યાન આપી શકે જેમાં ખાસ કરીને સપ્તાહનો પૂર્વાર્ધ આપના માટે બહેતર છે.

કર્ક

(ડ. હ)

આ સપ્તાહ દરમિયાન  આપના વ્યક્તિગત અને દાંપત્યજીવનમાં સુધારો આવશે. તમે વધુ વ્યાપક વિચારધારાના, આશાવાદી અને ઉત્સાહી બનશો. આપના વ્યક્તિગત જીવનમાં કોઇ સમસ્યાઓ વણઉકેલાયેલી હોય તો તેમાં ઉકેલ આવે જેના કારણે તમારો આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ વધશે. કોઇ પાત્ર સાથે સંબંધોની શરૂઆત કરશો તો તે આગળ વધે કે સુખરૂપ રહે. સપ્તાહના મધ્યમાં પ્રેમસંબંધો તરફ તમે વધુ ઝુકેલા રહો. વિવાહિતોને સંતાને સંબંધિત કામકાજોમાં પ્રગતિ જણાય. નોકરીના સ્થળે આપના પદ કે પછી જવાબદારીમાં વધારો થાય. સ્થાનફેરની શક્યતા પણ વધે. નવી તકો શોધતા હોય તેમના માટે આશાસ્પદ તબક્કો છે. આ સપ્તાહે તમે પરિવારને પણ પૂરતું મહત્વ આપવામાં સફળ રહેશો. સાથે સાથે કેટલાક વ્યવહારિક ખર્ચ થવાની પણ શક્યતા છે. વિદ્યાર્થી જાતકો માટે સપ્તાહના મધ્યનો તબક્કો ઘણો સારો છે. આયોજનપૂર્વક આગળ વધવામાં અત્યારે સારી સિદ્ધિ હાંસલ કરી શકો.

સિંહ

(મ.ટ)

આ સપ્તાહ દરમિયાન  ભૌતિક અને આર્થિક ઉન્નતિ માટે સક્રીય થઇને આ બાબતને સાર્થક કરવા માટે તૈયારી કરશો. તમારામાં આવડત હોવાથી ખાસ ચિંતા જેવું નથી પરંતુ નોકરિયાતોને ઉપરીઓ સાથે સંબંધોમાં તણાવ આવે નહીં તેનું ધ્યાન રાખવું. વ્યાવસાયિકોએ એવા કોઇપણ કાર્યોથી દૂર રહેવું જેમાં સરકારી અથવા કાયદાકીય તપાસ કે સમસ્યા આવે. આ ઉપરાંત તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા કાર્યોથી પણ દૂર રહેવું. પૈતૃક મિલકતોથી થતા ફાયદા અત્યારે અટકી શકે છે. સપ્તાહના મધ્યમાં તમે સંબંધોમાં વધુ ધ્યાન આપશો. ખાસ કરીને પ્રિયપાત્ર સાથે અથવા પરિવાર સાથે સમય વિતાવવાનું બની શકે છે. સપ્તાહના અંતમાં તમારા અટવાયેલા નાણાં છુટા થશે. વિદ્યાર્થી જાતકો અત્યારે અભ્યાસમાં અગાઉની તુલનાએ બહેતર ધ્યાન આપી શકશે. જોકે, અંતિમ ચરણમાં તમારે કોઇના માર્ગદર્શનની જરૂર પડી શકે છે.છેલ્લા દિવસે આપની રચનાત્મક અને કલાત્મક શક્તિઓ વધશે.

કન્યા

(પ. ઠ. ણ)

આ સપ્તાહ દરમિયાન નિજાનંદ માટે અથવા આત્મનિખાર માટે ખર્ચ કરશો. કદાચ પોતાની જરૂરિયાત અથવા શોખને ધ્યાનમાં રાખીને સોનુ-ચાંદી અથવા વસ્ત્રોની ખરીદી કરો તેવી પણ શક્યતા છે. બીમાર જાતકોની તબિયતમાં સુધારો જણાશે. સપ્તાહના મધ્યમાં તમારી વાણી જ તમારું મોટું હથિયાર બની જશે. મીઠી વાણીના કારણે તમે ઘણા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. પ્રોફેશનલ મોરચે હરીફો સામેની લડાઇમાં તમારી જ જીત થાય. લોકહિતનું કાર્ય આપના હાથે થશે. તમે જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરશો.પૈસા બનાવવાનો શૉર્ટકટ આપને ભારે પડી શકે છે. જો, શેરબજાર અથવા ગેમ્બલિંગને લગતા કોઇ પણ કાર્યોમાં સોદા કરશો તો ઝડપથી લાભ મેળવી લેવાના બદલે લાંબા સમય સુધી તમારી મૂડી ફસાઇ શકે છે. મિત્રો સ્વંજનો સાથે કોઇ સમારંભ કે પર્યટનમાં જશો. જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે સુખમય સમય વિતાવી શકશો પરંતુ તેમને સંબંધોમાં નિરસતા ના વર્તાય તેનું ધ્યાન રાખવું.

તુલા

(ર. ત)

આ સપ્તાહ દરમિયાન તમારું મન ચંચળ રહેશે. કોઇ મુદ્દે નિર્ણય પર આવવામાં તમે વિલંબ કરો જેના કારણે હાથમાં આવેલી સોનેરી તક ગુમાવવાનો વારો આવી શકે છે. હઠીલા સ્વભાવના કારણે સંઘર્ષમાં ઉતરવાનું થાય. આકસ્મિક ખર્ચની શક્યતા પણ છે. જોકે પહેલા દિવસની પ્રતિકૂળતાઓ પછી બીજા દિવસથી તમે સકારાત્મકતા સાથે આગળ વધશો. તમારા વિચારોમાં કંઇક નવીનતા હશે. પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાંસમાં પ્રગતિ અથવા ભાવિ અભ્યાસ અંગે કોઇની સાથે મહત્વની ચર્ચા થઇ શકે છે. અત્યારે તમે કોઇ ચર્ચામાં ભાગ લઇને નોલેજના આદાનપ્રદાનમાં પણ યોગદાન આપી શકશો. આર્થિક આયોજનોમાં ગાડી પાડે ચડવા લાગશે. સપ્તાહના મધ્યમાં મિત્રો અને શુભેચ્છદકો સાથે સંપર્કમાં રહેવાથી આપને આનંદ થાય. તમે વાણીનું પ્રભૂત્વ ધરાવશો અને તેનાથી સંબંધોનું સિંચન કરવામાં ફાયદો થશે.

વૃશ્ચિક

(ન.ય.)

આ સપ્તાહ દરમિયાન   પરિવારમાં પત્નીમ અને સંતાનો સાથે સુમેળ રહેશે. મિત્રો સાથે વાતો કરવાથી આપને આનંદ થશે. જોકે બીજા અને ત્રીજા દિવસે શારીરિક- માનસિક અસ્વહસ્થકતા રહેશે. શારીરિક કષ્ટ, ખાસ કરીને આંખોમાં પીડા, બળતરા, ઝાંખપ વગેરે તકલીફોની શક્યતા છે. આપ વર્તનમાં બિન્દાસ કે બેફીકર બનવાના બદલે દરેક બાબતે શાંતિથી અને ગંભીરતાથી વિચાર કરો તે જરૂરી છે.પરિવાર અને સંતાનો સાથે થોડો સમય વિતાવવાથી આપને એકંદરે રાહત રહેશે. જેઓ બેંકિંગ, લેખન, મીડિયા, બૌદ્ધિક પ્રતિભાની જરૂર હોય તેવા કાર્યોમાં સંકળાયેલા છે તેમને અત્યારે કામમાં વધુ ધ્યાન રાખવાની સલાહ છે. મિત્રો, સંબંધીઓ અને સ્નેહીઓ સાથે કમ્યુનિકેશન થાય. યાત્રા- પ્રવાસમાં વિલંબ થઇ શકે છે અથવા મોકુફ રહી શકે છે. શેરસટ્ટામાં ઉતાવળે નિર્ણય લેવાથી સાવધાન રહેવું. સપ્તાહના અંતમાં જીવનમાં સાંત્વના, મજા, આનંદ, સુખ, પરિવાર, મિત્રો આ બધું મેળવવા તમે દોડ લગાવશો.

ધન

(ભ.ધ.ફ.ઢ)

આ સપ્તાહ દરમિયાન વિરોધીઓ સામે તમે વ્યૂહાત્મક નીતિ સાથે આગળ વધીને તેમને પછાડવાની ક્ષમતા રાખશો. તમે પ્રોફેશનલ મોરચે પ્રગતિ કરવામાં વધુ માનો છો અને આ સપ્તાહે તમારા કાર્યો તેમજ વર્તનમાં આ બાબત સ્પષ્ટ દેખાઈ આવશે. ખાસ કરીને શરૂઆતના ચરણમાં તમારા મોટાભાગના પગલાં આ દિશામાં જ કેન્દ્રિત હશે. તમારા પરિશ્રમ અને ખંતનો લાભ મળશે. નોકરિયતો આ સમયમાં તેમની આગવી સુઝ અને કામ કરવામાં નવીનતાના કારણે બહેતર પરફોર્મન્સ આપી શકશે. પૂર્વાર્ધમાં તમે કોઇને કોઇ પ્રકારે લાભ મળવાની આશા રાખી શકો છો. એવું નથી કે માત્ર પ્રોફેશનલ મોરચેથી લાભ થાય પરંતુ પરિવારના કોઇ સભ્ય, પ્રિયપાત્ર તરફથી ભેટ પણ મળી શકે છે. કામકાજમાં મિત્રોના કારણે કોઇ ફાયદો થઇ શકે છે. તમે થાક પણ અનુભવો. આવી સ્થિતિમાં શરીર અને મનને વધુ કષ્ટ આપવાના બદલે આત્મમંથન કરો.

મકર

(ખ.જ.)

આ સપ્તાહ દરમિયાન  વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવક સ્ત્રો તોમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. વેપારીઓને નફાકારક સોદા થાય. કામકાજના સ્થળે તમારા હાથ નીચે કામ કરતા લોકો તમારી ભલમનસાઈનો ગેરલાભ ન ઉઠાવે તેની કાળજી રાખજો. ધાર્મિક કાર્યો અથવા સેવાના કાર્યોમાં ભાગ લઇને આપ આનંદ પામશો. પરોપકાર અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાથી પ્રેરાઈને આ કાર્યો પાછળ આપ ધન ખર્ચ કરશો તેમ જ પોતે પણ સેવા આપશો. પ્રિયજન, મિત્રો અને સ્વવજનો સાથે આપ શાંતિથી સમય પસાર કરશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં મિત્રો, પ્રિયજન સાથે કમ્યુનિકેનશન થઇ શકે છે. લગ્નોત્સુક જાતકોને યોગ્ય પાત્ર મળી શકે છે. તમે સમાજના કલ્યાણને લગતા કામકાજોમાં પણ પ્રવૃત્ત રહેશો. જોકે, અંતિમ દિવસે તમારું મન વ્યાકુળ રહે અથવા શરીરમાં થાકના કારણે કોઇ કામ ન કરવાની ઇચ્છા થાય.સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.

કુંભ

(ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન પારિવારિક અથવા પ્રોફેશનલ બાબતે તમારા મનમાં થોડુ ટેન્શન રહે અથવા પાસા સીધા ના પડતા હોય તેવું લાગ્યા કરે. આવી સ્થિતિમાં તમારે લાગણીમાં આવ્યા વગર વ્યવહારું અભિગમ સાથે આગળ વધવું પડશે. બીજા ચરણમાં આપ પરિવાર સાથે બેસીને ભવિષ્યના કોઇ વ્યવહારિક પ્રસંગના આયોજન માટે ચર્ચા કરી શકો છો. પત્ની અને માતા સંબંધિત કામકાજોમાં વ્યસ્ત રહેશો. મિલકત સંબંધિત કાર્યોમાં ઉતાવળું પગલું ભરવું નહીં. સપ્તાહના મધ્ય ચરણથી વેપારીઓને વેપારમાં તેમ જ આવકમાં વૃદ્ધિ થાય. વિવિધ ક્ષેત્રે લાભ મળવાથી આપ તન અને મનથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. જરા સરખું પણ બેફામ અને અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે. આપ દૃઢ આત્મવવિશ્વાસ અને મનોબળથી દરેક કાર્યને સફળ બનાવશો. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાની આપને પ્રેરણા જાગશે અને તેમાં આપ સૌના પર પ્રભાવ પાડી શકશો.

મીન

(દ.ચ.ઝ.થ)

આ સપ્તાહ દરમિયાન   નોકરી-વેપાર ધંધામાં પ્રગતિ થાય. છતાં પણ, કોઈની ભ્રામક વાતોમાં આવીને ખોટા કાર્યોમાં ન ફસાઈ જતા અન્યથા તમારી પ્રતિષ્ઠા ખંડિત થઇ શકે છે. તમારી આવકનું પલ્લું યથાસ્થિતિમાં રહેશે જ્યારે સપ્તાહના મધ્યમાં ધાર્મિક અથવા તબીબી બાબતોમાં ખર્ચની શક્યતા રહેલી છે. પરિવાર સાથેના સંબંધો અત્યારે સામાન્ય રહેશે. સપ્તાહના પહેલા દિવસે આપ કોઈ ખાસ વ્યક્તિ તરફ આકર્ષાવ અને પોતાના દિલની વાત રજૂ કરો તેવી શક્યતા છે. પ્રિયપાત્ર સાથે યાદગાર સમય વિતાવી શકો છો. અંતિમ ચરણમાં પણ પ્રિયપાત્ર સાથે કમ્યુનિકેશન વધશે. તમારે પોતાના ગુસ્સાને અંકુશમાં રાખવો જરૂરી છે. વિદ્યાર્થી જાતકો દરેક વિષયમાં ઊંડા ઉતરવાનો પ્રયાસ કરશે. ગૂઢ અને આધ્યાત્મિક વિષયોમાં પણ તમે રુચિ લેશો. લાંબા ગાળાના અભ્યાસનું આયોજન ગણતરી પૂર્વક કરશો તો ચોક્કસ ફળીભૂત થશે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here