સાપ્તાહિક રાશિ ભવિષ્ય

0
126
Share
Share

તા.૨૫-૦૭-૨૦ થી ૩૧-૦૭-૨૦

મેષ

(અ. લ. ઈ)

આ સપ્તાહ દરમિયાન તમારું મૌખિક કમ્યુનિકેશન કેન્દ્ર સ્થાને રહેશે અને વાકછટા દ્વારા કોઇપણ વ્યક્તિને પોતાની વાત મનાવામાં સફળ રહેશો. આ સમયમાં આપના કામની કદર થાય અને આપની ક્ષમતાઓ વધશે. જો કે સંબંધોમાં વધુ કાળજી રાખવી પડે. કોઇપણ પ્રકારનું નવું કામ શરૂ કરવામાં જરૂર જણાય ત્યાં બીજાનું માર્ગદર્શન લેજો અન્યથા ખોટ ખાવાનો વારો આવી શકે છે. નોકરીમાં ફેરફાર અંગેના નિર્ણય માટે પણ આ બાબત લાગુ પડે છે. વેપારના સ્તરે પણ આપ પોતાની સ્થિતિ મજબૂત બનાવી શકશો. આર્થિક મોરચે વિચાર કરીએ તો તમારી પાસે આવક એકધારી ચાલુ રહેવાથી ખર્ચને પહોંચી વળશો.  આપના માટે પ્રણય સંબંધો માટે વિશેષ હશે.તમે પ્રિયપાત્રને ખુશ રાખવા માટે વધુ સક્રિય રહો. આપના જીવનસાથી સાથે ગુણવત્તાસભર સમય વિતાવવાની ઇચ્છા રાખો. સપ્તાહના અંતમાં પાચનક્રિયાને લગતી સમસ્યાઓ અને આંતરડામાં નબળાઇ લાગે જેનાથી આપની કાર્યક્ષમતા પર અસર થાય.

વૃષભ

(બ. વ. ઉ)

આ સપ્તાહ દરમિયાન નોકરીના સ્થળે લોકો સાથે અત્યારે સૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે. કમ્યુનિકેશન, શિક્ષણ, વક્તવ્યને લગતા કોઇપણ કાર્યો, સર્જનાત્મક લેખન વગેરેમાં જોડાયેલા જાતકોને અત્યારે કામકામમાં થોડુ ધ્યાન આપવું પડશે. અત્યારે નવો ધંધો શરૂ કરવાની અથવા નોકરીમાં બહેતર હોદ્દા માટે તક મળી શકે છે. જોકે, જન્મભૂમિથી દૂરના અંતરે કામકાજ અર્થે જવાનું હોય તો થોડો વિલંબનો સામનો કરવાની અથવા તે રદ થવાની તૈયારી રાખવી. આર્થિક બાબતોમાં તમે ઘણા સમયથી અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છો જેથી અત્યારે આયોજનપૂર્વક અને આવક અનુસાર જાવકનું બજેટ તૈયાર કરવું જરૂરી છે.આ સપ્તાહમાં પરિવારના સભ્યો સાથે કોઇ મહત્વની ચર્ચા થાય.  પ્રેમની અભિવ્યક્તિમાં થોડા કાચા પડો પરંતુ ચિંતા જેવું નથી. બોલવામાં તકલીફ, જીભને લગતી સમસ્યા, કબજિયાત, ખભામાં દુખાવો વગેરે થઇ શકે છે. મુસાફરીનું આયોજન થશે માટે ઇજા સામે સાચવવાની સલાહ છે.

મિથુન

(ક. છ. ઘ)

આ સપ્તાહ દરમિયાન તમને થોડી માનસિક બેચેની રહી શકે છે જેની અસર તમારા અંગત અને પ્રોફેશનલ સંબંધોમાં જોવા મળે. જોકે, બીજા દિવસથી તમે કામકાજમાં વધુ ધ્યાન આપશો અને અસરકારક કમ્યુનિકેશન દ્વારા પોતાના કાર્યો બીજા પાસેથી પણ કઢાવી શકશો. કોઇની પાસેથી નાણાં લેવાના હોય તો બીજા દિવસ પછી પ્રયાસ કરી શકો છો. દૂરના અંતરના લોકો સાથે પ્રોફેશનલ હેતુથી સંપર્ક થઇ શકે છે. સંબંધોનું મૂલ્ય સમજતા હોવાથી તમે અત્યારે નવા સંબંધોની શરૂઆત કરવા પર ધ્યાન આપી શકશો. જો આપ વિવાહીત છો તો શરૂઆતમાં સંબંધો સાચવવા માટે વધુ પ્રયાસ કરવા પડે. જો આપ કોઇ પ્રણય સંબંધ ના ધરાવતા હોય તો નવા સંબંધોની શરૂઆત કરવા માટે પણ પહેલો દિવસ ઠીક નથી. અત્યારે કમાણી વધારવાની દિશામાં કરેલા પ્રયાસોનું શુભ ફળ મળી શકે છે.   ઋતુમાં અચાનક થતા પરિવર્તનની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે.

કર્ક

(ડ. હ)

આ સપ્તાહ દરમિયાન  સંબંધોમાં ગૂંચવણોનો ઉકેલ લાવવામાં તમારે નવો અભિગમ પણ અપનાવવો પડે. સપ્તાહના મધ્યમાં આપની વ્યક્તિગત શક્તિઓ અને નબળાઇઓને પારખવામાં સફળતા મળશે જેના કારણે પ્રોફેશનલ મોરચે તમારી સક્રિયતા વધશે. તમે પોતાનું વર્તુળ વિસ્તારવા માટે સક્રિય થશો અને પરિવારમાં પણ ધ્યાન આપવા માટે સમય કાઢી શકશો. આ સમયમાં તમે શક્ય હોય તો કેટલાક ચોક્કસ માપદંડો નક્કી કરી રાખજો અને તેનું ચુસ્તપણે પાલન કરજો. આમ કરવાથી જીવનમાં નિયમિતતા આવશે અને તમને પ્રગતિ કરવામાં તેમજ નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ થશે. આપની કમ્યુનિકેશનની આવડતો વધુ નીખરશે જેનો તમે પૂરતો ફાયદો ઉઠાવશો. સતત મગજમાં અવનવા અને ફળદ્રુપ વિચારો આવશે જેનો લાભ તમે કામકાજમાં અનોખા કાર્યો કરવા માટે લઈ શકશો. વિવાહિતો સપ્તાહના મધ્યમાં જીવનસાથી જોડે ઉત્તમ સમય વિતાવી શકે.

સિંહ

(મ.ટ)

આ સપ્તાહ દરમિયાન  કૌટુંબિક જીવનને વધુ સારું બનાવવા માટે તમારે વધુ સમય, નાણાં અને શક્તિ ખર્ચવા માટે તમે તૈયાર રહેશો. સામે પક્ષે કોઇને કોઇ લાભ મળવાથી તમે ઉત્સાહમાં રહેશો અને આત્મવિશ્વાસ જળવાતા તમે પ્રોફેશનલ મોરચે પ્રગતિ પણ કરી શકશો. આપના સંબંધોને ખીલવામાં શરૂઆતમાં અવરોધ આવશે નહીં. જોકે, સપ્તાહના મધ્યમાં આપનું સ્વાસ્થ્ય અને વર્તન બંને નબળા પડી શકે છે. તમારી અકળામણ અથવા વાણીની ઉગ્રતા બીજા લોકો માટે મનદુઃખનું કારણ બને નહીં તેનું ધ્યાન રાખજો. જો ભુતકાળમાં આપને કોઇ બિમારી હોય તો તે આ સમયમાં ફરી ઉથલો મારી શકે છે. ઉત્તરાર્ધમાં તમે તમામ કાર્યો વધુ સરળતાથી પાર પાડી શકશો. નવા નવા લક્ષ્યો નિર્ધારિત કરશો અને ઇચ્છિત લક્ષ્યાંક સુધી પહોંચવા માટે યોગ્ય સંજોગો પણ ઉભા કરી શકશો. તમે આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે શરૂઆત સારી છે. અંતિમ ચરણમાં તમે કોઇની સાથે અભ્યાસ અંગે મહત્વની ચર્ચા કરી શકો છો.

કન્યા

(પ. ઠ. ણ)

આ સપ્તાહ દરમિયાન લાંબાગાળાનું આર્થિક આયોજન કરી શકો. પ્રોફેશનલ કાર્યોમાં તમે વધુ ધ્યાન આપશો અને વિરોધીઓ તેમજ હરીફોને પછાડીને પોતાની અલગ ઓળખ બનાવી શકશો. મીડિયા, લેખન, બેંકિંગ, ફાઇનાન્સ તેમજ બૌદ્ધિક પ્રતિભાની જરૂર હોય તેવા કાર્યોમાં અત્યારે તમે સારી રીતે આગળ વધી શકશો. સપ્તાહના મધ્યમાં સામાજિક અને જાહેરક્ષેત્રે આપની નામના વધશે. ભાગીદારો સાથે આપના સંબંધો સુમેળભર્યા રહેશે પરંતુ કોઇપણ નિર્ણય લેવામાં અથવા તેમની સાથે ચર્ચા કરવામાં વાણી કે વર્તનમાં કઠોરતા ના આવે તેનું ધ્યાન રાખવું. દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો. વેપારીઓને લાભ થવાની શક્યતા છે. ભાગીદારીમાં સ્થાકવર મિલકતને લગતા કાર્યો થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે પૂર્વાર્ધનો સમય બહેતર છે પરંતુ ઉત્તરાર્ધમાં અભ્યાસનું શિડ્યુલ ડિસ્ટર્બ થઇ શકે છે. ઉત્તરાર્ધમાં ખાસ કરીને સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે.

તુલા

(ર. ત)

આ સપ્તાહ દરમિયાન તકસાધુઓ આપની ભલમનસાઈનો ગેરલાભ ન ઉઠાવે તેનું ધ્યાન રાખજો. ઋતુજન્ય બીમારીઓને બાદ કરતા એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે.ખર્ચનું પ્રમાણ વઘશે પરંતુ તેનાથી તમને કારકિર્દીમાં પણ ફાયદો થશે. સપ્તાહના મધ્યમાં તમે પ્રોફેશનલ કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. ધંધામાં ભાવિ આયોજન અને નીતિઓના ઘડતર પર કોઇ ચોક્કસ નિર્ણય પર આવી શકશો. વ્ય્વસાયમાં નાણાંકીય લાભ મળવાની પણ ચોક્કસ શક્યતા છે. વિદેશ વસતા મિત્ર કે સ્વજનના સમાચાર આપને ભાવવિભોર કરશે. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્યવહારથી ફાયદો થાય.આપને માતાની તંદુરસ્તી વિશે થોડી ચિંતા રહેશે. આપને કોઇને કોઇ પ્રકારે લાભ મળવાની શક્યતા વધુ રહેશે.જોકે, છેલ્લા દિવસે તમારું મન એકાંત તરફ વળશે. ધર્મ અને આધ્યાત્મિકતા તરફ આપ વધુ ઝુકશો. જીવનના રહસ્યો જાણવા માટે આધ્યાત્મિક ગુરુની શોધ કરશો.

વૃશ્ચિક

(ન.ય.)

આ સપ્તાહ દરમિયાન   તમે થોડી તકલીફો, માનસિક બેચેની, સ્વાસ્થ્યમાં ચડાવઉતાર અને સુસ્તિનો અહેસાસ કરશો. આવી સ્થિતિમાં કામકાજ અને સંબંધોમાં મન ઓછુ લાગે. કોઇ લીગલ મેટર ચાલતી હોય તો તેમાં મુદત પડાવીને થોડા દિવસ ટાઇમ પાસ કરવો જોઇએ. આપની વ્યક્તિગત આશાઓ, મહત્વાકાંક્ષાઓ અને આદર્શોને પૂર્ણ કરવા માટે મહેનત કરી શકશો. સમાજમાં આપનો માન- મરતબો વધે. સાંસારિક જીવન આનંદમય રહે. આપને મળનારા વિવિધ લાભોથી આપના હર્ષોલ્લાસમાં બમણો વધારો થાય એવો સંકેત છે. દૂરના અંતરે થતા કાર્યોમાં સફળતા મળી શકે છે. ખાસ કરીને ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતા કાર્યો, મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી અથવા તેને લગતા કોન્ટ્રાક્ટ વગેરેમાં ફાયદો થઇ શકે છે. તમે કામકાજ અર્થે દૂરના અંતરે અથવા વિદેશમાં કોઇની સાથે સંપર્કમાં આવો તેવી શક્યતા છે.  આ સપ્તાહમાં શરૂઆતના બે દિવસ બાદ કરતા મોટાભાગના સમયમાં તમે પ્રિયપાત્ર સાથે પ્રેમની મીઠી પળો માણી શકશો.

ધન

(ભ.ધ.ફ.ઢ)

આ સપ્તાહ દરમિયાન તમે શાંત મગજ, વ્યૂહાત્મક કામગીરી અને સૌના સહકાર સાથે આગળ વધવાની નીતિ રાખશો તો આપને આરામ અને વૈભવની પ્રાપ્તિ થશે. કુટુંબમાં સુલેહપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેતા આપ પ્રસન્ન રહેશો. ઉત્તમ સાંસારિક સુખ ભોગવી શકશો. જોકે સંબંધોમાં બહુ લાગણીશીલ બનવાની જરૂર નથી. આપના માટે વ્યવસાયિક ક્ષેત્ર કરતા ઘર-પરિવાર અને લાગણીના સંબંધો પ્રાધાન્યતાએ રહેશે. આર્થિક અને વ્યવસાયિક સિદ્ધિની ઉજવણી માટે આપ પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવો તેવી પણ શક્યતા છે.તમારું મન થોડુ વ્યાકુળ થઇ શકે છે. કદાચ અગાઉના કામના કારણે થાક લાગે અથવા સુસ્તિ વર્તાય. અત્યારે કામકાજમાં સરકારી અથવા કાયદાકીય અવરોધો આવી શકે છે. જોકે, સપ્તાહના ઉત્તરાર્ધમાં તમારી સ્થિતિમાં સકારાત્મક સુધારો આવશે. દેશાવર કાર્યો અથવા મલ્ટીનેશનલ કંપનીના કાર્યોમાં તમે બહેતર પ્રગતિ કરી શકશો.

મકર

(ખ.જ.)

આ સપ્તાહ દરમિયાન  નોકરીમાં ઉપરી અધિકારીઓ આપના કૌશલ્ય અને નવીનત્તમ વિચારોની નોંધ લઈ કોઈ મહત્વના પ્રોજેક્ટ અંગે આપની સાથે ચર્ચાવિચારણા કરશે. વેપાર ધંધામાં વિસ્તરણ કે નોકરી સંબંધિત કોઈ કામ અર્થે કોઇ મહત્વની ચર્ચા થાય. પૂર્વાર્ધનો તબક્કો સામાજિક અને વ્યવસાય ક્ષેત્રે લાભદાયી પુરવાર થાય. મોજશોખના સાધનો ઉત્તમ વસ્ત્રાચભૂષણ અને વાહનની ખરીદી કરશો. કામકાજની સાથે સાથે સંબંધોનું પણ મહત્વ તમે સમજશો. આ કારણે જ ખાસ કરીને પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે વધુ સમય વિતાવો તેવી શક્યતા છે. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે. મિત્રો, સ્નેહીઓ તથા પ્રિયજનની સંગે ખૂબ રોમાંચક અને આનંદપ્રદ બની રહેશે. નવા સંબંધોની શરૂઆત માટે પણ પૂર્વાર્ધ બહેતર છે.જો કે અંત સપ્તાહનાં અંત સમયમાં સંબંધોના બદલે તમે એકાંત પસંદ કરશો અને કામકાજમાં મન ઓછુ લાગશે. સ્વાસ્થ્ય બાબતો આખુ સપ્તાહ સાચવવાની સલાહ છે.

કુંભ

(ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન સંબંધો ટકાવી રાખવા માટે તમારે વિશેષ પ્રયાસ કરવા પડશે. વિજાતીય પાત્ર સાથે કોઇ બાબતે ગેરસમજ ઉભી થઇ શકે છે. આપે અહં રાખ્યાટ વગર તેમની સાથે બાંધછોડ કરવી પડશે. ધીમે ધીમે ભાગ્ય વૃદ્ધિથી રાહત રહેશે. યોગ્યપ જગ્યોએ મૂડી રોકાણ ફાયદાકારક રહેશે. સપ્તાહના મધ્યમાં નોકરિયાતોને કાર્યમાં યશ અને સફળતા મળશે. સારી સિદ્ધિ હાંસલ કરવાની તકો પ્રાપ્ત થઇ શકે છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ તરફથી આપના કામની સરાહના થાય. સરકારી કાર્યોમાં ઉચ્ચ અધિકારીઓનો સાથ સહકાર મળશે. છેલ્લા ચરણમાં વિજાતીય મિત્રો સાથે મુલાકાત અથવા કમ્યુનિકેશન શક્ય બનશે. પ્રિયપાત્ર જોડે આનંદથી સમય પસાર થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન નહીં ચોટે અથવા મહેનત કરવા છતા યાદ ન રહેવાની ફરિયાદ કરશે. સ્મૃતિ વધારવા માટે દરરોજ સવારે પોતાના કૂળદેવીની પૂજા કરવી. સપ્તાહના પૂર્વાર્ધમાં તંદુરસ્તીની દરકાર રાખવી પડશે.

મીન

(દ.ચ.ઝ.થ)

આ સપ્તાહ દરમિયાન   તમારે સારા-નરસા બંને પ્રકારના તબક્કામાંથી પસાર થવાનું છે. વિરોધીઓ અને હરીફોનું મોં બંધ કરવા માટે તમે તમારી સર્વિસ અથવા પ્રોડક્ટની ગુણવત્તામાં ક્યાંય ઉણપ ના આવવા દેતા. શેરબજારમાં રોકાણ કરતા જાતકો સપ્તાહના મધ્યમાં લાંબાગાળાના દૃશ્ટિકોણ સાથે આગળ વધી શકે છે. ઉત્તરાર્ધમાં નોકરિયાતોને બહેતર તકો મળે. તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે. પરિવાર સાથે શરૂઆતના ચરણમાં વાણી અને વર્તનમાં સંયમ રાખવો. પ્રેમસંબંધોમાં નિકટતા અને મધુરતા રહે પરંતુ તમારી વચ્ચે અહંનો પ્રશ્ન પણ આવશે અને સાથે સાથે તમારી ઉગ્રતા ક્યાંકને ક્યાંક વિવાદનું કારણ બની શકે છે. વિજાતીય પાત્રો સાથે મૈત્રીની શક્યતા વધશે. સપ્તાહના છેલ્લા દિવસે પ્રિયપાત્ર સાથે નીકટતા વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકશો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here