સાપ્તાહિક રાશિ ભવિષ્ય

0
44
Share
Share

તા.૧૮-૦૪-૨૦ થી ૨૪-૦૪-૨૦

મેષ

(અ. લ. ઈ)

આ સપ્તાહ દરમિયાન યોગ્ય રીતે નાણાકીય બાબતોનું સંચાલન ના થતા તણાવ અનુભવો. વધુ પડતો ખર્ચ કે પછી નાણાકીય ખોટ થવાની પણ શક્યતા છે. પ્રોફેશનલ મોરચે ધીમી શરૂઆત બાદ તમે તબક્કાવાર જુસ્સામાં આવશો. છેલ્લા ચરણમાં તમારા કામકાજમાં દેખીતો વેગ આવે. નવી નોકરીની તકની શોધમાં હોય તો આ સમયગાળો આપને ફળદાયી પરિણામ આપશે. આપના માટે સાનુકૂળ સમયની શરૂઆત થાય. આપની સફળતા આપના આત્મવિશ્વાસમાં વધારો કરશે અને આપના વિલપાવરને વધુ બળવાન બનાવશે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં રુચિ ધરાવતા વિદ્યાર્થી જાતકો માટે શરૂઆતનો સમય આ ક્ષેત્રમાં આગળ વધવા માટે બહેતર છે. ઉત્તરાર્ધમાં સંતાનો સાથેના સંબંધો સુધરે અને જો આપ પરીણીત છો અને સંતાનસુખની ઇચ્છા રાખો છો તો આ સપ્તાહ સંતાનપ્રાપ્તિ માટે સાનુકૂળ છે. આપના પ્રણયસંબંધો પર સુસંગત પ્રભાવ સાથે થાય. આપ સંબંધોની ગતિશીલતાની સારી રીતે સમજી શકશો.

વૃષભ

(બ. વ. ઉ)

આ સપ્તાહ દરમિયાન પ્રોફેશનલ મોરચે આપની યશકિર્તીમાં વધારો થશે. સપ્તાહના અંતમાં આપના શત્રુઓની હાર થાય. આપના સહકાર્યકર અને જોડાણ ધરાવતા જુથ સાથે સંબંધોમાં વધારો થાય.આધ્યાત્મિક જ્ઞાન વધારવા પર ધ્યાન આપો. સપ્તાહની શરૂઆતમાં આપના પ્રિયપાત્ર આપના પ્રત્યે વધુ માયાળુ, લાગણીશીલ અને ભાવુક બને અને તેઓની સાથે ઉત્તરાર્ધમા સંબંધો વધુ સુમેળભર્યા બને. સંતાનો સાથેના સંબંધોમાં સુમેળ વધે અને તેમની પ્રગતિ તમારા માટે હર્ષનું કારણ બનશે. વિવાહિતો તેમના દાંપત્યજીવનમા વધુ આરામદાયક સ્થિતનુ સર્જન કરવા માટે વધુ નાણા સાથે વધુ સમય સમર્પિત કરવાનુ નક્કી કરશે. મધ્યાહન સુધી આપની સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે પરંતુ તે પછી સપ્તાહના ત્રીજા દિવસે સાંત સુધી મન વ્યાકૂળ રહે, ઋતુગત સમસ્યાઓ આપને ઘેરવાનો પ્રયાસ કરે અને હાડકાને લગતી ઇજા અથવા શરીર પર કોઇ ઇજાને કારણે ડાઘ પડવાની શક્યતા રહે.

મિથુન

(ક. છ. ઘ)

આ સપ્તાહ દરમિયાન પ્રોફેશનલ સ્તરે નવા પડકારોનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. કદાચ વધુ પડતા અજંપાના કારણે આપનામાં હાથમાં આવેલી નવી તક ગુમાવી બેસો તેવી શક્યતા છે. સપ્તાહના અંતિમ ચરણમાં તમને વધુ થાક લાગે તેવી સંભાવના છે. તમારામાં આળસ આવી જાય અને ઉર્જા તેમજ ઉત્સાહનો અભાવ હોય તેવું પણ લાગશે. તેની અસર કામકાજમાં પડશે. વિદ્યાર્થી જાતકો માટે અત્યારે મહેનતનો સમય છે. ખાસ કરીને ટેકનિકલ વિષયોમાં અભ્યાસ કરતા જાતકો માટે વધુ પરિશ્રમનો તબક્કો છે. આપના સંબંધોમાં વધુ સુધારો થશે. આપના જીવનસાથી સાથેના ભેદભાવોને બદલે આપના બન્નેમા રહેલી સમાનતામા વધુ રુચી ધરાવશો. તમારામાં વિજાતીય આકર્ષણ સારું રહે પરંતુ સંબંધોમાં તમારે કટિબદ્ધતા પણ દાખવવી જરૂરી છે. આપના નાણા કે સંપતિનુ ધ્યાન રાખજો અને તેને સલામત જગ્યાએ રાખવા સલાહ છે.

કર્ક

(ડ. હ)

આ સપ્તાહ દરમિયાન સંબંધો બાબતે વધુ લાગણીશીલ રહો પરંતુ તે પછીના તબક્કામાં પ્રોફેશનલ કાર્યોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. અત્યારે નોકરિયાતોને સ્થાનફેર અથવા કંપનીમાં ફેરફારની શક્યતા પણ રહે. દેશાવર કાર્યોમાં તમે સારી રીતે આગળ વધી શકશો. આ તબક્કામાં પ્રોફેશનલ હેતુઓથી ખર્ચની સંભાવના છે અને મુસાફરી પણ થઇ શકે છે. ભાગીદારીના કાર્યોમાં થોડો વિલંબ આવે. આ સમયમાં આપના કાર્યભારમાં પણ પરિવર્તન જોવા મળી શકે છે. આર્થિક બાબતે સાચવીને આગળ વધજો અન્યથા તમારા ફાલતુ ખર્ચ માટે દેવુ કરશો અને છેવટે તે રકમ ભરપાઇ કરવામાં તમારી મોટી મૂડી ખર્ચાઇ શકે છે. સપ્તાહના મધ્યમાં તમે સંબંધોમાં સારા અને નરસા બંને પ્રકારના મિશ્ર અનુભવો સાથે એકંદરે રાહતનો અહેસાસ કરશો. તમે સ્વસ્થ રહેવા માટે કેટલીક કસરતોની આદત પણ કેળવો તેવી ખાસ સલાહ છે કારણ કે અત્યારે તમારું સ્વાસ્થ્ય અવારનવાર કથળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે.

સિંહ

(મ.ટ)

આ સપ્તાહ દરમિયાન  આપના પરિવારના સભ્યો અને જીવનસાથીને સમજવા માટે તેમજ તેમની માંગણીઓને પૂર્ણ કરવા માટે તમે વિશેષ સમય આપશો. બીજા અને ત્રીજા દિવસે તમારું મન વિજાતીય સંબંધો તરફ વધુ ઝુકેલું રહેશે. લગ્નોત્સુક જાતકોને યોગ્ય સાથી મળી શકે છે પરંતુ કોઇપણ નિર્ણય લેવામાં અત્યારે જરાય ગાફેલ રહેવું નહીં. સમય પસાર થવાની સાથોસાથ આપ સંબંધોને વધુ મજબૂત અને સ્થિર બનાવવા માટે તમે પ્રયત્નશીલ રહેશો. સપ્તાહના મધ્યમાં તમારામાં જુસ્સો, સક્રીયતા અને જોશ રહેશે જેથી પ્રોફેશનલ મોરચે વધુ સારી રીતે આગળ વધી શકશો. તમારે નાક-કાન-ગળા સંબંધિત સમસ્યા માટે તજજ્ઞ પાસેથી સારવાર અને સલાહ લેવાની જરૂર પડે તેવી સંભાવના પણ છે. સપ્તાહના અંતમાં તમે ભાગીદારીના કાર્યોમાં આગળ વધી શકશો. સરકારી અથવા કાયદાકીય મોરચે અટકેલા કાર્યોમાં પણ નિકાલની શક્યતા વધશે. પૈતૃક મિલકતોના પ્રશ્નોમાં નિરાકરણ આવવાની આશા રાખી શકો છો.

કન્યા

(પ. ઠ. ણ)

આ સપ્તાહ દરમિયાન આપ્તજનો અને મિત્રો સાથે ખુશખુશાલ સમય પસાર થશે. તેમની પાછળ થોડો ધનખર્ચનો યોગ છે માટે અગાઉથી તૈયારી રાખવી. સપ્તાહના મધ્યમાં પરિવારની બાબતમાં ઊંડો રસ લઇ ઘરના સભ્યો સાથે વિચાર વિમર્શ કરશો. વિજાતીય આકર્ષણ અનુભવશો તેમ જ નવો પ્રણય પાંગરે તેવી શક્યતા છે. સ્થાવર મિલકતની બાબતમાં કોઇ નિર્ણય લેવામાં થોડો વિલંબ થઇ શકે છે માટે ધીરજની તૈયારી રાખવી. પ્રવાસે જવાનું પણ થાય. સપ્તાહના અંતમાં નોકરિયાતો અને છુટક કામકાજોમાં જોડાયેલા હોય તેમના માટે આશાસ્પદ તબક્કો જણાઇ રહ્યો છે. ધનલાભની સાથે સાથે આપ લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકો છો. જોકે કામનું ભારણ અને ટેન્શન રહેવાથી તમને અનિદ્રાની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત શરદી-સળેખમ, ખાંસી, અજીર્ણ જેવી બીમારીઓ સતાવે. સંબંધોમાં જો સમર્પણની ભાવના રાખશો તો પતિ-પત્ની વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.

તુલા

(ર. ત)

આ સપ્તાહ દરમિયાન દૂર વસતા સ્નેહી મિત્રોના શુભ સમાચાર સાંપડે. પરદેશગમનની શક્યતાઓ ઊભી થાય. ખોટા માણસોનો જો સંગાથ હોય તો તેમનાથી દૂર રહેવામાં જ ભલાઇ છે. કોઇની સાથે મહત્વની વાટાઘાટો અથવા ચર્ચા કરી શકો છો અને તેમાં તમને સારી સફળતા મળી શકે છે. તમારી આવકમાં પણ વધારો થઇ શકે છે. ઉઘરાણીના કાર્યો માટે અથવા લોન સંબંધિત પ્રક્રિયાઓ કરવા માટે પહેલો દિવસ સાનુકૂળ છે.આપ શાંતિની તલાશમાં આપ્તજનો સાથે ક્યાંક ટુંકા પ્રવાસનું આયોજન કરી શકો છો. જોકે, આવી મુસાફરી દરમિયાન સ્વાસ્થ્ય અને આર્થિક બાબતે સજાગ રહેવું જરૂરી છે. નવું સાહસ ખેડવા અથવા મહત્વના નિર્ણય લેવામાં વિલંબ થશે અથવા તમને દિશાહિનતાનો અહેસાસ થઇ શકે છે.પ્રેમસંબંધો અને અભ્યાસને લગતી પ્રવૃત્તિઓમાં શરૂઆત ધીમી થશે પરંતુ છેલ્લા દિવસે તેમાં કંઇક નવીન સ્થિતિ બની શકે છે જે તમારા માટે સકારાત્મક રહેશે.

વૃશ્ચિક

(ન.ય.)

આ સપ્તાહ દરમિયાન  ઓફિસ કે વ્યવસાયના સ્થળે તમારી સક્રિયતા વધશે અને તમે કામકાજમાં આગળ વધવા માટે નવા નવા લોકો સાથે મુલાકાત કરો તેવી શક્યતા છે.તમે મોજશોખ અથવા પોતાની જાત માટે ખર્ચ કરો તેવી પણ સંભાવના છે.આપ મનોરંજનની દુનિયામાં પણ રસ લેશો. આપની વાણી કોઇને મોહિત કરે અને તે આપ માટે લાભકારી નીવડે. જોકે, તમારા શબ્દોમાં થોડી સ્પષ્ટતા પણ જરૂરી છે અન્યથા તમારી વાતનું ખોટુ અર્થઘટન થઇ શકે છે.કામકાજમાં જીવનસાથીનો પૂરતો સહકાર મળશે. નવા મિત્રો બનશે તેમની મૈત્રી આપને લાંબા ગાળે લાભકારી સાબિત થશે. દૂર વસતા સ્નેહીજનોના સમાચાર જાણવા મળશે. પર્યટન કે મુસાફરીના યોગ છે. પરિવાર પ્રત્યે સંવેદનશીલ બનશો અને આપનું મન લાગણીથી હર્યુંભર્યું હશે. વિદ્યાર્થીઓને શરૂઆતથી અભ્યાસમાં રુચિ રહે પરંતુ ભાવિ અભ્યાસ અંગેના નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી આવી શકે છે.ઋતુગત સમસ્યાઓથી સાચવશો તો બાકી વાંધો નહીં આવે.

ધન

(ભ.ધ.ફ.ઢ)

આ સપ્તાહ દરમિયાન કોઇપણ વ્યક્તિ સાથે વર્તનમાં ઉગ્ર ના બનવાની સલાહ છે. પરિવારના નિયમો અનુસરો તેમજ અન્ય લોકો સાથેના સંબંધોમાં પ્રામાણિક્તા અને પારદર્શકતા સાથે આગળ વધતા રહો તેવી સલાહ છે. બીજા દિવસથી વેપારીઓ કે ધંધાર્થીઓ નવા પ્રોજેક્ટોના પ્રારંભ કે આયોજન સાથે શુભ શરૂઆત કરી શકે છે. નોકરી- ધંધાના સ્થળે આપને ઉપરી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળશે. પ્રેમસંબંધો અને દાંપત્યજીવન માટે એટલું કહી શકાય કે, એકબીજા પર વિશ્વાસ રાખો અને આ એકબીજાનો વિશ્વાસને તોડો નહી. રોમાંસની બાબતો માટે બીજા દિવસથી અનુકૂળતા વધશે. વિદ્યાર્થીઓએ મનમાં જિજ્ઞાસાના ગુણો વિકસાવો. જો તમે જિજ્ઞાસુ બનશો નહીં તો તમે પાછળ રહી શકો છો. વિદ્યાર્થીઓ હાર્ડ વર્ક કરી પરીક્ષા માં વધુ સારા માર્ક્સ મેળવી શકશે. સ્વાસ્થ્યનો વિચાર કરીએ તો, આપે બ્લડ પ્રેશર પર નિયમિતપણે ધ્યાન આપવું પડશે.

મકર

(ખ.જ.)

આ સપ્તાહ દરમિયાન  પ્રેમસંબંધો, દાંપત્યજીવન, જાહેરજીવન, સમાજને લગતા કાર્યો, જાહેર મેળાવડા વગેરેમાં વધુ ધ્યાન આપશો. પ્રોફેશનલ અને સામાજિક બાબતોમાં કરેલી ખૂબ ભાગદોડ અને માનસિક ઉત્પાતના કારણે બીજા અને ત્રીજા દિવસે થોડા થાકેલા રહેશો. અનિદ્રાના કારણે સ્વભાવ ચીડિયો રહેશે. આવા તબક્કામાં મૌન એ શ્રેષ્ઠ ઉપાય છે કારણ કે આપની વાણીની કટુતા કોઈને નારાજ કરી શકે છે. તે પછીના ચરણમાં નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. આપની કોઈ સિદ્ધિ આપની બઢતીનું કારણ બની શકે છે. વ્યવસાયમાં પણ સારી સફળતા મળી શકે છે. પ્રેમસંબંધોમાં ઉત્તરાર્ધમાં મુલાકાતો વધે. તમે પ્રિયપાત્રની ખુશી માટે તેમને ભેટ આપી શકો છો. વિવાહિતોને સંબંધો સારા રહે પરંતુ પોતાના ગુસ્સાને અંકુશમાં રાખવો. પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે અંતિમ દિવસ બહેતર છે. વિદ્યાર્થીઓને બીજો અને ત્રીજો દિવસ બાદ કરતા મોટાભાગે પ્રગતિનો માર્ગ મોકળો બને.

કુંભ

(ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન કામકાજમાં પ્રગતિ અને પ્રોફેશનલ મોરચે સિદ્ધિ હાંસલ કરવાના ધ્યેય સાથે જ તમે શરૂઆત કરશો. આ કારણે પરિવાર પર કદાચ ઓછુ ધ્યાન આપો પરંતુ તેનાથી તમારા સંબંધોમાં ક્યાંય આંચ નહીં આવે. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા છે. વાણીનું પ્રભૂત્વ સારું રહેવાથી પ્રોફેશનલ મોરચે તમારા શબ્દોની કદર થશે અને તેનાથી તમારા કાર્યો સરળતાથી પાર પડશે. તમે ભવિષ્યમાં કમાણી કરવા માટે નવા નવા માર્ગો વિચારો અને તેનાથી તમને ફાયદો થઇ શેક છે. પૂર્વાર્ધમાં કોઇ જ વાંધો નથી પરંતુ સપ્તાહના મધ્યમાં ખાસ કરીને કોઇપણ બાબતે બિનજરૂરી ઉતાવળ ટાળવી અને ખોટા તર્ક લગાવવાનું બંધ કરજો. છેલ્લા બે દિવસ તમારા માટે પરી ઉત્સાહપૂર્ણ માહોલ લઇને આવશે. પરિવાર સાથે વિકએન્ડ માણી શકો છો. તીર્થસ્થળે દર્શન માટે જવાનું થાય. પરોપકારના કાર્યો પાછળ ખર્ચ કરી આપ ધન્યતા અનુભવશો. વિદ્યાર્થીને સપ્તાહના મધ્યમાં અભ્યાસની ગતિ ધીમી પડી શકે છે.

મીન

(દ.ચ.ઝ.થ)

આ સપ્તાહ દરમિયાન   વ્યવસાયિક કારણસર આપ નાનો-મોટો પ્રવાસ કરી શકશો. વિદેશમાં જવાનું આયોજન કરી રહ્યા હોય તેમના માટે પણ પહેલો દિવસ આશસ્પદ કહી શકાય. તે પછીના તબક્કામાં તમે પ્રોફેશનલ કાર્યોમાં વધુ ધ્યાન આપશો. અત્યારે તમે કોઇપણ નવી શરૂઆત કરો અથવા નવો નિર્ણય લો તેના બદલે તમારા વર્તમાન કાર્યમાં વધુ સ્થિરતા લાવો અને તમારી સ્થિતિ વધુ મજબૂત બનાવો તો ફાયદામાં રહેશો. શરીર તથા મનની પ્રફુલ્લિતતા પણ આપને કામ કરવાનો ઉત્સાહ આપશે. ઓફિસમાં આપનું ઘણું કામ હળવું થઈ જશે. ખોરંભે પડેલા કાર્યો પૂર્ણ થશે.  આપ્તજનો સાથે ટુંકા પ્રવાસ અથવા પિકનિકનું આયોજન કરી શકશો. ખાસ કરીને પ્રેમસંબંધોમાં આગળ વધી રહેલા જાતકોને સપ્તાહના મધ્યનો તબક્કો ડેટિંગ, મુલાકાતો અને કમ્યુનિકેશન માટે શ્રેષ્ઠ રહેશે. એક યા બીજી રીતે લાભ થવાની શક્યતા નકારી શકાય નહીં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here