સાપ્તાહિક રાશિ ભવિષ્ય

0
177
Share
Share

તા.૦૪-૦૪-૨૦ થી ૧૦-૦૪-૨૦

મેષ

(અ. લ. ઈ)

આ સપ્તાહ દરમિયાન સંબંધોનું મહત્વ વધશે. જોકે સરકારી અને કાયદાકીય કાર્યોમાં થોડું સાચવવું જરૂરી છે. પ્રોફેશનલ જીવનમાં પણ સંગીન સમય છે. કોન્ટ્રાક્ટ અથવા કોમ્યુનિકેશન મારફતે નવી તકો માટે સાનુકૂળ તબક્કો છે. આગળની યોજના બનાવી શકો. આપના નિર્ણયો અને અન્ય લોકો સાથે વાટાઘાટામાં પણ સાવચેતી રાખો તે આવશ્યક બની રહે. આ સમયમાં માનસિક અશાંતિ અને બેચેની વધી શકે છે તેથી બને ત્યાં સુધી કોઇ વિવાદ ના થાય તેની તકેદારી રાખશો. આપ વાણી પર કાબુ નહીં રાખી શકો જેને કારણે નાણાકીય બાબતોમાં ગેરસમજ ઊભી થાય તેવું જણાઇ રહ્યું છે.સંબંધોનો વિચાર કરીએ તો, ઘરે બિનજરૂરી વાતો પર વધુ ચર્ચા ના કરવાની સલાહ છે. પરિવારજનો સાથે સંબંધો વધુ ગાઢ અને સુમેળભર્યા બનશે.આપના જીવનસાથીની જવાબદારી, સમાધાનની તૈયારી અને અન્ય લોકોની જરૂરીયાતની હકીકત બધુ જ સારી રીતે સમજાઇ જશે કે જેનાથી સંબંધોમા વધુ સુધારો આવશે.

વૃષભ

(બ. વ. ઉ)

આ સપ્તાહ દરમિયાન આપના મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. આ મિત્રતા આપને ભવિષ્યમાં લાભકારક નીવડે. પ્રોફેશનલ અને જાહેર સંપર્કો વધવાની સાથે તમે આ સંબંધોનો પોતાની કારકિર્દીમાં પ્રગતિ માટે કુનેહપૂર્વક ઉપયોગ કરશો અને તેનાથી ફાયદો પણ થશે. તમે કારકિર્દીની સાથે મનોરંજન, આત્મનિખાર, પોતાની સુખાકારી, શોખ પુરવા કરવા વગેરે બાબતો પણ ચુકશો નથી જેથી ખર્ચનું પ્રમાણ વિશેષ રહે. સફળતાનો શોર્ટકટ શોધવા લલચામણી ઓફરોમાં સપડાવ નહીં તેનું ધ્યાન રાખવું. જમીન- મકાન વગેરેના દસ્તાવેજોના કામ અટક્યા હોય તો હવે તેમાં નિવેડો આવી શકે છે. દૂરના અંતરે કામકાજમાં જોડાયેલા હોય તેવા જાતકોએ સપ્તાહના મધ્યમાં કમ્યુનિકેશનમાં સાચવવું જરૂરી છે.પ્રેમસંબંધો અને જીવનસાથીની લાગણીઓ અત્યારે તમારા માટે મહત્વની બની રહેશે જેથી તમે દરેક મોરચે સંતુલન રાખીને આગળ ચાલશો.

મિથુન

(ક. છ. ઘ)

આ સપ્તાહ દરમિયાન ઉપરી અધિકારીઓ સાથે કોઇપણ પ્રકારની દલીલબાજી કરવાનું ટાળજો અન્યથા કારકિર્દી પર અસર પડશે. ભાગીદારીના કાર્યોમાં બીજા પર આંધળો વિશ્વાસ કરવો નહીં. છેલ્લા ચરણમાં તમે ખાસ કરીને કમ્યુનિકેશન, બેંકિગને લગતા દૂરના અંતરના કાર્યો અથવા વાણીનું પ્રભૂત્વ હોય તેવા કાર્યોમાં બહેતર પ્રગતિ કરી શકશો. આ સમયમાં આર્થિક બાબતે શરૂઆત ખર્ચાળ રહેશે જેમાં મોજશોખ અને વૈભવી જીવનશૈલી ઉપરાંત વાહનો, સ્થાવર મિલકતોને લગતા ખર્ચ પણ થઇ શકે છે.વિવાહિતોને સંતાનોની બાબતોની ચિંતા રહે. તેઓ આપની સાથે દલીલ કરે અથવા વધુ પડતી માગ કરે. આપની અપેક્ષા પ્રમાણે તેઓ વર્તન ના કરે. મનની ચંચળતા આપના પ્રણયજીવનનો આનંદ છનવી શકે છે. સંબંધોમાં અસંતોષની ભાવના પણ જાગે. આપની ધીરજની કસોટી થાય.વાણીના પ્રભાવથી સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર કરી શકશો.

કર્ક

(ડ. હ)

આ સપ્તાહ દરમિયાન જીવનસાથી અને પ્રિયજનો સાથે ગુણવત્તાસભર સમય વ્યતિત કરી શકો પરંતુ મધ્યમાં સંબંધોમાં તમને બેચેની અને અશાંતિનો અનુભવ થશે. ગુસ્સો અને માનસિક પરિતાપ તમને વધુ ચિંતાતુર બનાવે. જો તમે કોઇ દ્વેષભાવ કે રોષ રાખશો તો વર્તમાન સંબંધોની નરમાશ વધશે તેવી ચેતવણી આપવામાં આવે છે. કોઇને કોઇ પ્રકારે લાભની અપેક્ષા રાખી શકો છો મન ચંચળ રહેવાથી ખર્ચની વૃત્તિ વધી શકે છે.આપના કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવું વધારે કપરું કાર્ય બની રહેશે. તમારે શરીર પર થતા સામાન્ય ઉજરડા, પગમાં નજીવી ઈજા તેમજ પીઠના નીચેના ભાગમાં દુખાવો થાય તો વિશેષ કાળજી લેવી પડશે. આમ તો આપને ઘણા સમયથી નોકરીમાં મજા નથી આવી રહી તે ગ્રહોની સ્થિતિ પરથી જાણી શકાય છે. પરંતુ તમારામાં ઉર્જા અને ઉત્સાહ વધુ રહેવાથી નોકરી કે ધંધામાં વધુ સારી રીતે ધ્યાન આપી શકશો. આપના ગ્રાહકો, ડિસ્ટ્રીબ્યુટર કે પેટા એજન્ટ જોડે પણ સારો વ્યવહાર કરવાથી તમારા સંબંધો સુધરી શકે છે.

સિંહ

(મ.ટ)

આ સપ્તાહ દરમિયાન  આપને સંબંધોમાં લાગણી દર્શાવવા તેમજ તેનું ફરીથી આંકલન કરવા માટે તકો મળશે. સંબંધોની સમીક્ષા કરીને તેને વધુ સૌહાર્દપૂર્ણ બનાવવા માટેનું કહી શકાય. સપ્તાહના મધ્યમાં નોકરીમાં આપના ઉપરીઓની અપેક્ષા અને માગને પૂરી કરવા માટે આપે વધુ પ્રયત્નશીલ બનવું પડે. ખાસ કરીને સરકારી અને કાયદાકીય કાર્યોમાં પાછી પાની થાય. આર્થિક મોરચે કેટલાક સકારાત્મક ફેરફારો આવવાની સંભાવના છે અને તેનાથી તમને વધુ ખુશીનો અહેસાસ થશે. જોકે આર્થિક મોરચે ઉન્નતિ માટે મહેનત વધારવી પડશે. અત્યારે માત્ર ભાગ્યના ભરોસે રહેવાથી કામ નહીં બને. કોઇ પ્રકારની અસલામતી કે પછી અજાણ્યો તણાવ તમને સતત અસ્વસ્થ અને ચિંતિત રાખશે. કોઇપણ મહત્વપૂર્ણ વાયદો કરતા પહેલા સંબંધોની ગતિવિધિઓને સારી રીતે સમજવી પડશે. ચેતાતંત્રને લગતી કોઇ ફરિયાદ થઇ  થાય તો  તજજ્ઞની સલાહ આગળ ચાલશો.

કન્યા

(પ. ઠ. ણ)

આ સપ્તાહ દરમિયાન નોકરી અને ધંધામાં સારી રીતે આગળ વધશો. તમે કામકાજમાં ઘણું વધુ ધ્યાન આપશો અને તેનું ફળ મળવાથી આત્મવિશ્વાસ વધશે. આર્થિક અને વ્યાવસાયિક રીતે આપની સ્થિતિ સારી રહેવાથી સામાજિક અને વ્યવસાયિક વર્તુળોમાં તમારી પ્રતિષ્ઠા વધશે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે ઉત્સાહ અનુભવાય. પરિવારના સભ્યો, મિત્રો કે સ્નેહીઓ સાથે સ્નેહમિલન તેમ જ લગ્ન સમારંભમાં જવાનું થાય અને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આ સપ્તાહે પ્રણય સંબંધો તેમ જ સુખી દાંપત્યજીવન માણી શકશો. જીવનસાથી સાથે નિકટતા માણી શકશો. સંતાનોના અભ્યાસ મામલે ચિંતા હશે તો હાલમાં તેનો ઉકેલ દેખાશે.શરદી, કફ, તાવનો ઉપદ્રવ રહે. કોઈના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ છે, અન્યથા ધરમ કરતા ધાડ પડશે. મનમાં ચિંતા અને અજંપો રહે અને નિર્ણયશક્તિ ડામાડોળ રહે. ટૂંકાગાળાનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.

તુલા

(ર. ત)

આ સપ્તાહ દરમિયાન તમારું મન વધુ વિહવળ રહેશે. તમે એકાંતમાં રહેવાનું વધુ પસંદ કરો. આવી સ્થિતિમાં કોઇપણ નિર્ણયો લેવાનું ટાળજો. શરૂઆતમાં આપે કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમાધાનકારી માર્ગ અપનાવવો પડશે અને ચતુરાઇ તેમ જ સાવધાની સાથે આગળ વધવું પડશે. શરૂઆતના ચરણમાં તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની છે. આ સપ્તાહે વિદ્યાર્થીઓને શરૂઆત થોડી નબળી છે પરંતુ ઉત્તરાર્ધમાં તમારી મહેનત રંગ લાવશે. લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે ઉત્તરાર્ધનો તબક્કો સાનુકૂળ છે.આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક તબક્કા સાથે આપ તન- મનથી સ્ફુર્તિનો અનુભવ કરશો.  પ્રોફેશનલ મોરચે આપ જ્યાં પણ જશો ત્યાં છવાઇ જશો. દરેક કામનો નિર્ણય ત્વરિત લેશો અને તેનો ઉદ્દેશ તેમજ પરિણામ ઘણા સારા હશે. અત્યારે પરિવારના કાર્યો પાર પાડવામાં તમે ઉત્સાહિત રહેશો પરંતુ તે ઉત્સાહ લાંબો સમય ટકાવવાની જવાબદારી તમારી છે.

વૃશ્ચિક

(ન.ય.)

આ સપ્તાહ દરમિયાન  શારીરિક અને માનસિક રીતે ચુસ્તી અને સ્ફુર્તિ જળવાઈ રહેશે. આપની રચનાત્મક અને કલાત્મક શક્તિમાં વધારો થશે. નવા વસ્ત્રો, આભૂષણો, ગૃહસજાવટની ચીજો તથા પત્ની કે બાળકો માટેની ચીજવસ્તુઓમાં ખર્ચ થશે. પ્રેમસંબંધોમાં આગળ વધવાની તકો મળે. વિવાહિતો તેમના સંબંધોમાં વધુ પરિપકવતાનો અહેસાસ કરશે. સપ્તાહના મધ્યમાં તમારું મન થોડું આર્દ્ર થઇ શકે છે. વિચારોને અંકુશમાં રાખવા. આવી સ્થિતિમાં આધ્યાત્મિક બાબતોમાં આપને ઊંડો રસ પડશે. ઘરમાં રંગરોગાન પાછળ ખર્ચ થાય. છેલ્લા ચરણમાં આપ વ્યાપાર ધંધા પર વધારે ધ્યાન આપશો. વ્યવસાયિક ક્ષેત્રે આપ પ્રતિસ્પર્ધીઓ અને હરીફો પર વિજય મેળવી શકશો. શારીરિક- માનસિક તંદુરસ્તી જળવાયેલી રહે છતાં પણ ખાવાપીવામાં ધ્યાન રાખવું નહીં તો તબિયત બગડશે. અત્યારે મિત્રો અને ભાઇબહેનો સાથે વ્યવહારમાં તમારે સૌમ્ય બનવું પડશે. સ્પોર્ટમાં જોડાયેલા જાતકોને ઇજા ના થાય તેની કાળજી લેવાની સલાહ છે.

ધન

(ભ.ધ.ફ.ઢ)

આ સપ્તાહ દરમિયાન સ્નેહીજનો અને મિત્રો સાથે પર્યટન- હોટેલ કે સિનેમા-નાટકમાં હળવી પળ માણશો. પ્રવાસ પર્યટનનું આયોજન પણ થઈ શકે છે. સરકારી કાર્યોમાં ફાયદો થાય. જો કે આ સમયે કોઇના જામીન થતાં કે ઉછીના પૈસા આપતા વિચારજો, નહીં તો ફસાશો. કુટુંબના સભ્યો સાથે કોઇક કારણે અણબનાવ થાય. મનમાં ઉગ્રતા અને આવેગ રહેવાના કારણે ઝગડો કરી બેસશો. આ સપ્તાહમાં સ્વાસ્થ્યની ખાસ સંભાળ લેવાની સલાહ છે. વાહન ચલાવતી વખતે ખાસ સંભાળવું. નોકરીમાં બઢતીના યોગ જણાય છે જેમાં તમારી નવીન વિચારસરણી અને કામમાં નવસર્જનની આવડત તમને શરૂઆતમાં ત પોતાનું કૌશલ્ય બતાવવા માટે સારી તકો આપશે. સપ્તાહના મધ્યમાં ગૃહસ્થજીવનમાં માધુર્ય વ્યાપી રહે પરંતુ ખાસ કરીને તમારા સંબંધોમાં સમર્પણ અને પારદર્શકતા વધારવી પડશે. છેલ્લા ચરણમાં તમે વિચારોમાં વધુ ઘેરાયેલા રહો.

મકર

(ખ.જ.)

આ સપ્તાહ દરમિયાન વેપારી વર્ગને વિદેશમાંથી કે દૂરના સ્થળેથી શુભ સમાચાર મળશે. આપના માટે આર્થિક ઉપાર્જનની તકો વધી શકે છે. વ્યવસાય ક્ષેત્રે કુટુંબીજનોનો સહયોગ મળી રહેશે. આપ મહેનતના પ્રમાણમાં ફળ અચૂક મેળવશો. આપ વાક્ચાતુર્યથી પોતાનું કામ કઢાવી શકશો. તમારામાં રોમાન્સની લાગણી પ્રબળ હોવાથી પ્રણય સંબંધો ખીલી ઉઠશે. મોજશોખ પુરા કરવા આપ ખિસ્સા ખાલી કરતા અચકાશો નહીં. પ્રણય સંબંધો ખીલી ઉઠતા આપ પ્રિય પાત્ર સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકો તેવી પણ શક્યતા છે. વિવાહિતોને પણ ઉત્તમ દાંપત્ય સુખનો અહેસાસ થશે. વિદ્યાર્થીઓને એકંદરે રાહતનો અનુભવ થશે. સંતાનો તરફ આપ વધુ ધ્યાન આપશો. ખાસ કરીને તેમના અભ્યાસ અંગે અને કારકિર્દી મામલે આપ ગંભીરતાપૂર્વક વિચારશો. અત્યારે તમારામાં શક્તિનો સંચાર થતો હોય તેવું લાગે. જો આ શક્તિ સાચી દિશામાં વાળશો તો ઘણા સારા પરિણામો મળી શકે છે.

કુંભ

(ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન તમારા માટે પરિવાર જ સર્વોપરી રહેશે. આપ્તજનો માટે વધુ મહેનત કરવામાં પાછા નહીં પડો. તેમની જરૂરિયાતો સંતોષવામાં તમને આનંદ આવે. પોતાની આસપાસનો માહોલ સજવવાનું પણ તમે વિચારશો. આપ નવા કાર્ય કરવાની મનમાં ઘડેલી યોજનાનો અમલ કરવા અંગે વિચારશો. હવે લાભદાયી તબક્કો શરૂ થયો હોવાથી વ્યાવસાયિક ક્ષેત્રે રાહત રહેશે. વેપારી વર્ગને ફસાઈ ગયેલા ઉઘરાણીના નાણાં પાછા મેળવવાના પ્રયાસો કારગત નીવડશે.રોજિંદી આવકમાં વધારો કરવા માટે તમે કરેલા પ્રયાસો સફળ થાય. પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે મધ્યનો તબક્કો સૌથી અનુકૂળ છે. જોકે, પાત્રની પસંદગીમાં ભ્રમણાઓમાં ના રહો તેનું ધ્યાન રાખવું. પ્રિય પાત્ર માટે શૃંગારિક વસ્તુઓની ખરીદી થાય. વિદ્યાર્થીઓ માટે આ તબક્કો થોડો મહેનત માંગી લે તેવો રહેશે. તમે કોઇપણ અન્ય બાબતોના બદલે માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરજો.

મીન

(દ.ચ.ઝ.થ)

આ સપ્તાહ દરમિયાન   નાણાંનું વ્યવસ્થિત આયોજન કરી શકશો તો લાંબાગાળે લાભ થશે. ખાસ કરીને સ્થાયી સંપત્તિ કે કિંમતી ધાતુઓમાં રોકાણ લાભદાયી નીવડશે. આ સમય કમાણીની દૃષ્ટિએ આપની તરફેણમાં હોવાથી તમારી જીવનશૈલીમાં વધુ ઠાઠમાઠ ઉમેરાય પરંતુ તેનો અર્થ એવો નથી કે તમે બેફામ ખર્ચ કરો. જો ભવિષ્યનું આયોજન કરશો તો આર્થિક સદ્ધરતા માટે સારી તકો મળી શકે છે. પ્રોફેશનલ મોરચે તમે અગાઉ કેટલાક અવરોધો અને સંઘર્ષનો સામનો કર્યો હશે તે હવે દૂર થતા આગળ વધવાનો મોકળો માર્ગ મળે. નોકરિયાતો માટે ઘણો અનુકૂળ સમય છે. હરીફો આપની સામે હથિયાર હેઠાં મુકશે. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને પરિવારજનો સાથે તમારે વાદવિવાદ થવાની શક્યતા હોવાથી સમાધાનકારી નીતિ રાખવાની ખાસ સલાહ છે. આ તબક્કામાં અભ્યાસનું નવું કાર્ય શરૂ કરશો તો લાભદાયી પુરવાર થશે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here