સાપ્તાહિક રાશિ ભવિષ્ય: તા.૨૭-૦૬-૨૦ થી ૦૩-૦૭-૨૦

0
129
Share
Share

મેષ

(અ. લ. ઈ)

આ સપ્તાહ દરમિયાન જીવનને  બદલી નાખતા પરિવર્તનો જગ્યા લેશે. આપ અન્ય લોકોથી અલગ બનવા માટે તૈયાર રહેશો અને ખુદની ઓળખ ઊભી થાય તે પ્રકારના કાર્યો કરશો. ઊથલપાથલ બાદ જીવનમા ફરીથી સ્થિરતા આવશે. પ્રોફેશનલ કાર્યોમાં તમારામાં સારી સુઝ અને ધીરજથી આગળ વધવાની આવડત બંને હોવાથી સારી રીતે આગળ વધશો. ક્યાંક તમારે ઝડપથી નિર્ણયો લેવાની તૈયારી રાખવી પડશે અન્યથા હાલમાં આવેલી તક જઇ શકે છે. વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં મિત્રો અથવા પરિવાર વચ્ચે વધુ વ્યસ્તતા રહેવાથી અભ્યાસમાં ઓછુ મન લાગે. પ્રેમસંબંધો માટે શરૂઆત નબળી છે પરંતુ અંતિમ ચરણ એટલું જ આશાસ્પદ છે. તમે વિકએન્ડમાં પ્રિયપાત્ર સાથે ઉત્તમ સમય વિતાવી શકો છો. સપ્તાહના અંતમાં ભૂતકાળમાં તમારા કારણે જ ઉભા થયેલા કેટલાક વિવાદોનો તમે ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યની સમસ્યાઓના કારણે તમારી ભાવનાત્મક સ્થિતિમાં ચડાવઉતાર જોવા મળશે.

 

વૃષભ

(બ. વ. ઉ)

આ સપ્તાહ દરમિયાન વાણી સૌમ્ય રાખવી પડશે અને કોઇપણ પ્રકારના કમ્યુનિકેશન અથવા વાતચીતમાં વાક્યો ટૂંકા રાખવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં પ્રોફેશનલ સ્તરે આપનો સાનુકૂળ સમય રહેતા આપનુ માન વધશે અને દરજ્જો પણ નવી ઊંચાઇએ પહોંચશે. આપનામાં પ્રોફેશનલ મોરચે નવું સાહસ ખેડવાની અથવા નવી શરૂઆત કરવાની ઈચ્છાશક્તિ ઘણી વધુ રહેશે માટે કોઇ પણ સાહસ કરતા પહેલા તેની હકીકતથી વાકેફ થવાનું સુચન છે. તમારા કામને લઇને વળતર કે પછી પ્રશંસા પામશો.યોગ્ય રીતે આર્થિક બજેટ તૈયાર કરો અને વળતર માટે એક યોગ્ય સમયની રાહ જુઓ. કામના સ્થળે પદ પ્રતિષ્ઠા જાળવી રાખવા વધુ મહેનત કરો અને તેમાં સફળતાના યોગ પણ છે. વિદ્યાર્થી જાતકો શરૂઆતમાં જ્ઞાનગોષ્ટિમાં ભાગ લે તો વાતચીતમાં હઠાગ્રહ છોડવો. આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની પણ તમને ઇચ્છા થાય માટે આપના અર્ધજાગ્રત મન સાથે જોડાવા માટે અત્યારે યોગ્ય સમય છે.

 

મિથુન

(ક. છ. ઘ)

આ સપ્તાહ દરમિયાન મિલકત ખરીદવા તીવ્ર ઝંખના થાય. પૈતૃક મિલકતોને લગતા અટકેલા કાર્યોમાં પણ ગતિવિધિ તેજ થશે. જો કે ભાગીદારીના કાર્યોમાં આપ અનેક વિઘ્નોનો સામનો કરશો અને અપેક્ષિત સોદો શોધવામા પણ મુશ્કેલી પડે. સંયુક્ત સાહસો અને ભાગીદારીના કાર્યો માટે તમે સક્રિય થશો પરંતુ જો ક્યાંય હસ્તાક્ષર કરવાના હોય તો તેમાં સાચવવું. અત્યારે મશીનરી, વાહનો, બાંધકામ વગેરેના કાર્યોમાં તમે સારી રીતે આગળ વધી શકો છો. તમે પ્રોફેશનલ મોરચે તમારું વર્તુળ વિસ્તારવા પર ધ્યાન આપી શકશો. સંબંધોમાં પણ તમે અત્યારે વધુ ઓતપ્રોત રહો તેવી શક્યતા છે.આપ્તજનો સાથે વધુ સમય વિતાવો. પ્રિયપાત્ર સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે સપ્તાહના મધ્યનો તબક્કો સારો છે.સ્વાસ્થ્ય બાબતે શરૂઆતમાં જો ધ્યાન રાખશો જો વિકએન્ડમાં તમારું સ્વાસ્થ્ય બહેતર રહેવાની સંભાવના જણાઈ રહી છે.

 

કર્ક

(ડ. હ)

આ સપ્તાહ દરમિયાન  જીવનસાથી જોડે મિસ-કમ્યુનિકેશન અથવા નિરર્થક વાર્તાલાપ સંબંધોની મજા બગાડી શકે છે. તમારામાં આક્રમક્તા અને અધીરાઇ વધી જશે. આપના વિચારોને પરિવારજનો અને સ્નેહીજનો પર થોપવાનો પ્રયાસ કરશો. શરૂઆતમાં પ્રોફેશનલ મોરચે પણ તમારું મન કામમાં ઓછુ લાગવાથી અકળામણ રહેશે. સપ્તાહના મધ્યથી તમે પોતાના સાથી જોડે સારી સમજ કેળવશો. પ્રણયસંબંધોના પાયાને વધુ મજબૂત કરવા માટે આ તબક્કો શુભ હોવાનું જણાઈ રહ્યું છે. સપ્તાહના મધ્યમાં પોષક આહાર લેવો તેમજ નિયમિત કસરત કરવાની આદત કેળવવી. શરૂઆતમાં માનસિક બેચેનીના કારણે શરીરમાં જે સુસ્તિ વર્તાતી હતી તેમાં સુધારો આવશે.મોજશોખ પુરા કરવા માટે ખર્ચ કરો તેવી પણ સંભાવના છે. અંતિમચરણમાં તમારું ધ્યાન મોટાભાગે આવક વધારવા પર કેન્દ્રિત રહેશે. તમે આવક વધારવા માટે નવા સ્ત્રોતો ઉભા કરવાનું વિચારશો.

 

સિંહ

(મ.ટ)

આ સપ્તાહ દરમિયાન  ઘરમાં સુખસગવડોના સાધનો વસાવીને તેમજ તેનું નવીનીકરણ કરીને ઘરને વધુ આરામદાયક, સુંદર અને માણવાલાયક બનાવવા માટે શુભ છે. પરિવાર સાથેનું આપનું જોડાણ વધુ ગાઢ બનશે તેવી લાગણીની અનુભૂતિ થાય. પ્રેમસંબંધોમાં શરૂઆત એકંદરે સારી રહે પરંતુ સપ્તાહના મધ્યમાં ખાસ કરીને સંબંધોમાં આગળ વધવામાં વધુ પડતી અધીરાઇ રાખવી કે ઉત્સાહી બનવાથી દૂર રહેવું. સ્વાસ્થ્ય થોડુ નરમગરમ રહે પરંતુ સમય પસાર થવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો થશે. સપ્તાહની અંતમાં તમે પોતાની જાત બાબતે વધુ જાગૃત બનશો જેથી આત્મનિખાર અથવા વ્યક્તિત્વ વિકાસમાં ધ્યાન આપો અને તેમાં ખર્ચ કરો તેવી શક્યતા છે. ઉપરાંત, સોનુ-ચાંદી અથવા વસ્ત્રો વગેરેની ખરીદી કરી શકશો. આ સમયમાં, રોકાણ અને બીજાને ધીરાણ કરવા માટે પણ તમે આગળ વધી શકો છો. સામાજિક મોરચે તમારી સક્રિયતાના કારણે નવી ઓળખાણો થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે શરૂઆત અને અંતિમ ચરણ બહેતર છે.

 

કન્યા

(પ. ઠ. ણ)

આ સપ્તાહ દરમિયાન કામમાં ઘણું ધ્યાન આપશો અને પ્રોફેશનલ પ્રગતિ તમારા કેન્દ્ર સ્થાને રહેશે. સાથે સાથે પરિવારમાં સભ્યો જોડે તમે આનંદથી સમય વીતાવો. આપ જોમ અને ઉત્સાહનો અનુભવ કરશો. સપ્તાહના મધ્યમાં મિત્ર- સ્નેહીજનોનો મિલાપ થાય. અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથી મળવાના યોગ છે. નાના પ્રવાસની શક્યતાઓ પણ જણાય છે. બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. છેલ્લું ચરણ માનસિક અજંપાથી ભરેલું હશે. આપ વધુ પડતા ભાવુક બનશો જેના કારણે કોઇના વાણી વર્તનથી આપને મનદુઃખ થાય. ખાવા-પીવામા બેદરકાર રહેશો તો, આપનું આરોગ્ય બગડશે. અપચો અને અલ્સર જેવા પેટના દર્દોની ફરિયાદ રહે માટે ભારે ભોજનથી દૂર રહેવું. આ સપ્તાહમાં સ્થાવર મિલકત બાબતની ચર્ચા આગળ વધશે. લોકો પ્રત્યે આપનું વલણ ન્યાય ભરેલું રહે. સ્ત્રીઓ તરફથી લાભ થવાની શક્યતા છે. વેપાર- વ્યવસાયમાં ધારી સફળતા મળે.

 

તુલા

(ર. ત)

આ સપ્તાહ દરમિયાન દૂરના અંતરના પ્રોફેશનલ કાર્યોમાં ગતિવિધિ તેજ થશે. તમે અત્યારે ભાગ્યના ભરોસે રહેવાના બદલે આત્મબળથી આગળ વધશો તો ફાયદામાં રહેશો. ઉઘરાણીમાં આળસ ન કરશો. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ કરવા માટે અનુકૂળ સમય હોવાથી જો થોડા પ્રયાસ કરશો તો પણ કામ થઇ જશે. કામકાજ અર્થે દૂરના અંતરે લોકો સાથે આપનું કમ્યુનિકેશન વધશે. પિત્ત, મંદાગ્નિ, સાંધાનો દુઃખાવો કે સંધિવાની સમસ્યા હોય તેમને હવે રાહત મળી શકે છે. જોકે હજુ પણ ત્વચાની બીમારી અને એલર્જીથી થતી સમસ્યા હોય તેમને સ્વાસ્થ્ય સુધારામાં થોડો વિલંબ લાગી શકે છે.પ્રોફેશનલ પ્રગતિ પર સૌથી વધુ ધ્યાન આપશો જેના કારણે પરિવાર પર ઓછુ ધ્યાન આપો તેવું બની શકે છે. વેપાર-ધંધા કે નોકરીમાં આપના કામમાં આપ સારી રીતે આગળ વધી શકશો અને નિર્ધારિત કાર્યો યોજના મુજબ પાર પાડી શકશો. વિદ્યાર્થીઓને છેલ્લા ચરણમાં અભ્યાસમાં ઘણી રુચિ રહેશે.

 

વૃશ્ચિક

(ન.ય.)

આ સપ્તાહ દરમિયાન   સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. મનની બેચેની તમને કેટલાક કાર્યોમાં આળસ અપાવશે જ્યારે સંબંધોથી દૂર રહીને એકાંતમાં રહેવાની પ્રેરણા આપશે. આવી સ્થિતિમાં તમે કંઇ નવું કરવાના બદલે આત્મમંથન પર ધ્યાન આપો તો બહેતર રહેશે. બીજા ચરણથી તમારી સ્થિતિમાં થોડો સુધારો આવે. પૈતૃક મિલકતોને લગતા કાર્યોમાં અત્યારે થોડી અડચણોની શક્યતા છે. તેમના તરફથી થતા લાભોમાં પણ તમે અટકી શકો છો. અત્યારે જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે સંબંધો સારા રહે પરંતુ તેમને લગતી કોઇ બાબતો તમને ચિંતા કરાવી શકે છે. નવા સંબંધોની શરૂઆત કરવામાં તમે પાછા પડશો. વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં અભ્યાસમાં અવરોધો આવી શકે છે. ઉત્તરાર્ધમાં તમે ઉચ્ચ અભ્યાસમાં બહેતર પરફોર્મન્સ આપી શકશો. અંતિમ ચરણ વ્યાવસાયિક મોરચે સક્રિયતા વધવાનો પ્રબળ સંકેત આપે છે.સપ્તાહે સંબંધોની બાબતોમાં કોઇ ગુંચવણો આવી શકે છે. તમારા વિચારો વારંવાર બદલાતા રહેશે.

 

ધન

(ભ.ધ.ફ.ઢ)

આ સપ્તાહ દરમિયાન જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથેના સંબંધોમાં થોડી સમસ્યાનો સામનો કરી રહ્યાં હશો. આવી સ્થિતિમાં સંબંધોમાં પારદર્શકતા, સમર્પણ ભાવના જેટલી વધારે હશે એટલું સંબંધોનું સુખ વધુ માણી શકશો. સપ્તાહના અંતિમ ચરણમાં એક્સપોર્ટ- ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળે. નવા કામની શરૂઆત માટે સપ્તાહના મધ્યનો સમય શુભ નથી. ધનલાભના યોગ છે પરંતુ થોડી રાહ જોવાની તૈયારી રાખજો. વ્યવસાયિક ક્ષેત્રે કાર્ય સફળતા મળતા યશકીર્તિમાં વધારો થશે. નોકરિયાત વર્ગને લાભ થશે. મિત્રો, સ્વજનો સાથે મહત્તમ સમય વિતાવવાની તકો મળે. પ્રિય પાત્ર સાથે થયેલી વાતચીત આપના મનને આનંદિત કરે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા વિષયો અંગે જાણવાનું મન થશે. સપ્તાહના મધ્યમાં જો અભ્યાસથી વિમુખ થશો તો ખાસ કરીને આપના સ્ટડી પ્રોજેક્ટ્‌સ લટકી જશે.

 

મકર

(ખ.જ.)

આ સપ્તાહ દરમિયાન  નોકરીમાં સાથી કાર્યકરોનો સહકાર મળશે તેમ ઉપરી અધિકારીઓની મીઠી નજર રહેશે. વેપારીઓ લાભ તથા નોકરિયાતો બઢતીની આશા રાખી શકે છે. આપ્તજનો પ્રત્યે આપની નિકટતા વધશે. શારીરિક સુખાકારી પણ જળવાશે. દાંપત્ય જીવનમાં ખુશાલી રહેશે. આર્થિક ક્ષેત્રે આપને કુટુંબીજનોનો સહયોગ મળી રહેશે. આપની લાગણીશીલતા પ્રિયજનને સ્પર્શી જશે અને તેઓ પણ આપને એટલી જ લાગણી સાથે વળતો પ્રતિસાદ આપશે, જેનાથી આપ ગદગદિત થઈ જશો. તેમના તરફથી કોઈ ભેટ સોગાદ મળે. છેલ્લા ચરણમાં તમે વેપાર-ધંધામાં ધ્યાન આપ્યા બાદ નિરાંતથી બેસવાની ઈચ્છા રાખશો. આમ કરવાથી તમારા શરીરને પણ આરામ મળી જશે. સ્વાસ્થ્યમાં ખાસ કરીને કમરમાં દુખાવો, પિત્ત અથવા બ્લડપ્રેશરની સમસ્યા હોય તેમણે સાચવવું જરૂરી છે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ વર્કનું કામ વધી શકે છે. વિદ્યાર્થીઓને નવા વિષયો શીખવા કે ટૂંકાગાળા કોર્સ શરૂ કરવા માટે ઉત્તમ સમય છે.

 

કુંભ

(ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન સંબંધો અને કામકાજમાં પાસા સીધા ના પડે અથવા તેના માટે વધુ મહેનત કરવી પડે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે સહકર્મીઓનો સાથ ઓછો મળશે. જોકે મધ્યમાં તમારી સ્થિતિમાં દેખીતો સુધારો આવશે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. નોકરીમાં લાભદાયક સમાચાર મળે અને સહકર્મચારીઓનો સાથ મળે. પ્રતિસ્પર્ધીઓ સામે આપની જીત થશે. કાર્યમાં સફળતા મળશે. રાગ દ્વેષથી દૂર રહેવું તેમ જ હિતશત્રુઓથી સાવઘાન રહેવું. સંતાનોના પ્રશ્ન અંગે થોડી મૂંઝવણ રહે. પ્રેમસંબંધોમાં શરૂઆતમાં બોલવા પર સંયમ રાખવાથી અણબનાવ અને ઝગડો ટાળી શકશો. પ્રિયપાત્ર, સ્નેહી સાથે શરૂઆતમાં ક્લેશમય વાતાવરણ રહે. જોકે, છેલ્લા ચરણમાં પ્રણય, રોમાંસ, મનોરંજન અને મોજમજાભર્યો સમય છે. વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. વિદ્યાર્થીઓને શરૂઆતમાં અભ્યાસમાં ઘણી ગડમથલ રહેવાની શક્યતા છે.

 

મીન

(દ.ચ.ઝ.થ)

આ સપ્તાહ દરમિયાન   કામની વધુ પડતી વ્યસ્તતા રહે તથા પરિશ્રમના પ્રમાણમાં ઓછી સફળતા મળે. પરિવાર સંબંધિત બાબતોમાં પણ સાચવવું. ઘરની કોઇપણ વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી કે દલીલો ના કરવી તેમજ પોતાના અંગત કાર્યોમાં પરિવારના સભ્યો તરફથી વધુ પડતો સહકાર મેળવવાની અપેક્ષા ના રાખવી. જો કે આપના હાથે કોઇ ધાર્મિક કે પુણ્યનું કામ થતા અલગ પ્રકારનો આનંદ અનુભવી શકશો. કામકાજના સ્થળે તમે ઘણા ઉત્સાહ અને ઉર્જા સાથે હવે કામ કરી શકો પરંતુ તમારી ઉતાવળ અથવા સ્વભાવની કઠોરતાના કારણે અન્ય લોકો સાથે સંબંધોમાં તણાવ આવી શકે છે. આવી સ્થિતિમાં સહકાર્યકરો સાથે કોઇક વાતે ગેરસમજના કારણે ખટરાગ થાય. નોકરિયાત વર્ગને ઉપરીઓ સાથે કોઇ બાબતે ચર્ચા થાય તો તેમાં વધુ સ્પષ્ટતા રાખવાની સલાહ છે. શૈક્ષણિક મોરચે ઘણો ફળદાયી રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here