સાધન સંપન્ન પરિવારના પુત્રએ માતા-પિતાની હાજરીમાં યુવતી પર આચર્યું દુષ્કર્મ

0
22
Share
Share

બોડેલી,તા.૧૦

બોડેલીમાં એક યુવતીને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મિત્રતા કેળવીને ધાકધમકી આપીને બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. બળાત્કારી યુવક અને તેના માતા-પિતા સામે બોડેલી પોલીસે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અને ગણતરીના દીવસોમાં જ ત્રણે આરોપીઓને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. છોટા ઉદેપુરમાં એક સાધન સંપન્ન ઘરના યુવકે ગામની જ એક યુવતીને ફેસબુક ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને ફ્રેન્ડ બનાવી હતી. સમય જતાં બંને એકબીજાના પરીચયમાં આવ્યા અને એક-બીજાના મોબાઈલ નંબરની પણ આપ લે કરી હતી. ત્યાર બાદ યુવકે પોતે યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવાનો હોવાની વાત યુવતીને કરી હતી. અને તે માટે વોટ્‌સએપ મેસેજ કરીને હેરાન કરવા લાગ્યો હતો.

યુવતી આરોપી યુવક સાથે કોઈ સંબંધ રાખવા માંગતી ન હતી. અને તેને હેરાન નહી કરવા જણાવતી હતી. તેમ છતાય યુવક યુવતીને સતત હેરાન કરતો હતો. યુવક યુવતીને મળવા માટે યુવતીએ કરેલી વાતચીત તેના પિતાને જણાવી દેવાની વાત કહીને બ્લેકમેલ કરીને મળવા બોલાવતો હતો. આથી યુવતી યુવકથી કંટાળીને તેની મોટી બહેનને સમગ્ર હકીકત જણાવી હતી અને યુવકને સજાવવા કહ્યું હતું. આ દરમિયાન એક દિવસ યુવતી યુવકને સમજાવવા તેના ઘરે ગઈ હતી. ત્યારે તેના માતા-પિતા અને યુવકની બહેન ઘરે હતા. ત્યારે યુવક યુવતીને ઉપરના માળે તેના રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં યુવતીને ધમકી આપી કે તું મારી સાથે શારિરીક સંબંધ રાખ નહી તો તને બદનામ કરી દઇશ. કહીને યુવતીને લાફો મારીને તેની સાથે બળજબરી કરી શારિરીક સંબંધ બાંધ્યો હતો. અને કોઈને કહીશ તો બદનામ કરવાની ધમકી આપી હતી.

થોડા દીવસ પછી ફરીથી યુવકે યુવતીને મળવા બોલાવી હતી પણ તે ના જતાં યુવતીની સાથે બાંધેલ શારિરીક સંબંધનો વીડિયો યુવતીના વોટ્‌સએપ પર મોકલ્યો હતો અને કામાંધ યુવકે આ વીડિયો ગત ૨/૧૦/૨૦૨૦ના રોજ યુવતીના ફેસબુક આઈડી હેક કરીને અપલોડ કરી દીધો હતો. જેથી યુવતીએ યુવક ધ્રુવ કામલીયા, તેની માતા ચારુબેન કામલીયા અને પિતા હરીશ કામલીયા સામે ફરીયાદ કરીને ગુનો નોધાવ્યો છે. ત્રણે આરોપીઓ સામે ગુનો નોધી છોટા ઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ અને એસ.ઓ.જી. બે ટીમ બનાવીને આરોપીને પકડવા માટે સંયુક્ત પ્રયત્ન કરાયો હતો. જેમાં ત્રણે આરોપીઓને અમદાવાદ ખાતેથી ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here