સાદા બ્લડ ટેસ્ટ ઉપયોગી હશે

0
19
Share
Share

ટીનેજરોમાં ડિપ્રેશનની સ્થિતી જાણી શકાશે…
નવી નવી શોધમાં વ્યસ્ત રહેલા વૈજ્ઞાનિકો હવે એક બિલકુલ સાદા બ્લડ ટેસ્ટથી ટીનેજરોમાં ડિપ્રેશનને શોધી કાઢવા માટેની નવી વ્યવસ્થાની બિલકુલ નજીક પહોંચી ગયા છે. સંશોધકોએ દાવો કર્યો છે કે હવે ટૂંકાગાળામાં જ સાદા બ્લડ ટેસ્ટથી જ ટીનેજરોમાં ડિપ્રેશનના લક્ષણોને જાણી શકાશે. સંશોધકોએ પ્રયોગશાળામાં ઉંદરો ઉપર કરવામાં આવેલા અભ્યાસ બાદ મોટા ડિપ્રેશનના લક્ષણો અને જેવીક પરિબળોને શોધી કાઢ્યા છે. હજુ સુધી ૨૬ જેવીક પરિબળો ઓળખી કાઢવામાં આવ્યા છે. મોટા ડિપ્રેશન સાથે ગ્રસ્ત ટીનેજરોના લોહીમાં રહેલા લક્ષણો અને ૧૫થી ૧૯ વર્ષની વયના હેલ્થી ટીનેજરોના લક્ષણોના આધાર ઉપર તારણો જારી કરવામાં આવ્યા છે. ડિપ્રેશનથી ગ્રસ્ત ટીનેજરોની સ્થિતિ કેવી હોય છે તે પણ જાણવામાં આવી છે. શારીરિક વિકાર અને ડિપ્રેશન વારંવાર ઘણા ખતરનાક સંજોગો તરફ દોરી જાય છે. ડિપ્રેશનથી ગ્રસ્ત લોકોને વહેલી તકે સારવાર ખૂબ જ જરૂરી બની ગઈ છે. જો કે ટીનેજરોમાં ડિપ્રેશનને જાણવા સાદા બ્લડ ટેસ્ટની પ્રક્રિયા ક્યારેય શક્ય બની જશે તે અંગે હજુ કોઈ વાત કરવામાં આવી નથી પરંતુ અભ્યાસની પ્રક્રિયા હજુ ચાલી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here