સાથ નિભાના સાથિયા ૨માં રુચા રાશિબેનનો રોલ કરશે?

0
12
Share
Share

સાથ નિભાના સાથિયા ૨ હાલ ચર્ચામાં છે
દેવોલીના અને રુપલ પટેલનું કાસ્ટિંગ થઈ ગયું, ત્યારે શું રાશિનો રોલ કરનારી રુચા હસબનીસ શોનો ભાગ બનશે?
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૬
રાશિબેન ગોપી વહુ અને કોકિલા મોદીનો રસોડે મેં કૌન થા? વીડિયો વાયરલ થયા બાદ સીરિયલની બીજી સીઝનને લઈને લોકોની આતુરતા વધી ગઈ છે. પહેલી સીઝન અને આ વીડિયો હિટ જતાં મેકર્સ તેની બીજી સીઝન લઈને આવી રહ્યા છે. મેકર્સે આ સાથે તેમ પણ કહ્યું હતું કે, સીરિયલની સ્ટોરી બદલાશે અને સાથે જ કેટલાક નવા કેરેક્ટર પણ જોડાશે. આ સિવાય તે વાત પણ સ્વીકારી હતી કે, તેઓ બીજી સીઝનમાં પણ મોદી પરિવારને લઈને આવશે. સાથ નિભાના સાથિયા ૨ માટે સૌથી પહેલા દેવોલીના ભટ્ટાચાર્જીને કાસ્ટ કરવામાં આવી હતી. પહેલી સીઝનમાં તેણે ગોપી વહુનો રોલ કર્યો હતો અને લેટેસ્ટમાં પણ તેનું કેરેક્ટર આ જ રહેશે. તો કોકિલા મોદીના રોલ માટે રુપલ પટેલને કાસ્ટ કરવામાં આવી છે. દેવોલીના ભટ્ટાચાર્જી અને રુપલ પટેલને કાસ્ટ કરી લેવાઈ છે ત્યારે શોમાં પોતાની મમ્મી સાથે મળીને હંમેશા કાવા-દાવા કરતી જોવા મળતી ’રાશિબેન’ એટલે કે રુચા હસબનીસ હશે કે કેમ તેવો સવાલ થઈ રહ્યો છે. જ્યારે આ બાબતને લઈને રુચાનો સંપર્ક કર્યો તો તેણે કહ્યું કે, સાથ નિભાના સાથિયા ૨ વિશે મને જાણ નથી. મેકર્સે મારો સંપર્ક પણ કર્યો નથી. અગાઉ સાથ નિભાના સાથિયા ૨ વિશે વાત કરતી વખતે એક્ટ્રેસે કહ્યું કે, ’આ વિશે શોની પ્રોડ્યૂસર રશ્મિ મેડમને પૂછવું જોઈએ. સાથ નિભાના સાથિયાના જે સ્ટોરી રાઈટર્સ અને કન્ટેન્ટ રાઈટર્સ હતા તે ખૂબ સારા હતા. સાથ નિભાના સાથિયા’માં રાશિનો રોલ પ્લે કરીને રુચા ઘર-ઘરમાં જાણીતું નામ બની ગઈ હતી. તેને દર્શકો તરફથી પણ ખૂબ પ્રેમ મળ્યો હતો. એક્ટ્રેસે અધવચ્ચેથી સીરિયલ છોડી દીધી હતી. જે બાદ તે પરણી ગઈ હતી અને હાલ વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે. તે એક દીકરીની માતા પણ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here