સાથ નિભાના સાથિયા ૨નું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું

0
19
Share
Share

ગોપી વહુ નવા લૂકમાં જોવા મળશે
ટીઝરમાં ગોપી વહુએ લાઈટ પિંક કલરની છુટ્ટા પાલવની સાડી પહેરી છે અને ગળામાં સુંદર ચોકર પહેર્યો છે
મુંબઈ,તા.૨
છેલ્લે રિયાલિટી શો બિગ બોસ ૧૩માં જોવા મળેલી દેવોલીના ફરીથી ’ગોપી વહુ’નો રોલ પ્લે કરતી જોવા મળશે. ’સાથ નિભાના સાથિયા’માં ’ગોપી’નો રોલ પ્લે કરીને દેવોલીના ઘર-ઘરમાં જાણીતું નામ બની ગઈ હતી. ત્યારે તે ફરીથી ’સાથ નિભાના સાથિયા ૨’ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. તેણે સોશિયલ મીડિયા પર સીરિયલની બીજી સીઝનનું ટીઝર શેર કર્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ’પોપ્યુલર ડિમાન્ડ પર અમે પરત ફર્યા છીએ’. સાથ નિભાના સાથિયા’માં દેવોલીના એક સીધી-સાદી ગૃહિણીના રોલમાં જોવા મળી હતી. જેમાં તે હંમેશા સાદી સાડી, ઓછા ઘરેણાં અને માથા પર પલ્લુ ઢાંકેલુ હોય તેવા લૂકમાં જોવા મળી હતી. જો કે, સીરિયલની બીજી સીઝનનું જે ટીઝર સામે આવ્યું છે તેમાં તે નવા લૂક અને નવા અંદાજમાં જોવા મળી રહી છે. આ ટીઝરમાં તેણે લાઈટ પિંક કલરની છુટ્ટા પાલવની સાડી પહેરી છે અને ગળામાં ચોકર પહેર્યો છે…સાથે જ વાળ ખુલ્લા રાખ્યા છે. ટીઝરમાં તે નવા કેરેક્ટર ગહેના વિશે વાત કરતાં જોવા મળી રહી છે. આશરે ત્રણ વર્ષ બાદ સીરિયલની બીજી સીઝન આવી રહી છે. સાથ નિભાના સાથિયા ૨૦૧૭માં ખતમ થઈ હતી. આ સીરિયલ પરથી તે સમયે મીમ્સ પણ ખૂબ બન્યા હતા. આ સિવાય સીરિયલમાંથી એક સીન તો એવો છે જેના પરથી હજુ મીમ્સ બનતા રહે છે. જે બાદ ઓનલાઈન ક્રિએટર યશરાજ મુખાટે કોકિલાબેનના ડાયલોગ ’રસોડે મેં કૌન થા?’ને સોન્ગ બનાવીને લાવ્યા. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું તેમજ માત્ર દર્શકોને જ નહીં સેલેબ્સને પણ પસંદ આવ્યું હતું. સ્મૃતિ ઈરાની, કાર્તિક આર્યનથી લઈને રાજકુમાર રાવ, દિશા પાટની અને સાન્યા મલ્હોત્રાએ પણ યશરાજના વખાણ કર્યા હતા. જે બાદ સીરિયલની બીજી સીઝન આવી રહી હોવાનું કેટલાક રિપોર્ટ્‌સમાં કહેવાયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here