સાથે ચૂંટણી માટે ચર્ચા

0
16
Share
Share

દેશમાં એકસાથે તમામ ચૂંટણી થવી જોઇએ કે કેમ તેને લઇને ફરી એકવાર ચર્ચા દેશભરમાં છેડાઇ ગઇ છે. ચૂંટણી એક સાથે થવી જોઇએ કે કેમ તેને લઇને જુદા જુદા રાજકીય નિષ્ણાંતોના જુદા જુદા અભિપ્રાય છે. કેટલાક નિષ્ણાંતો આની તરફેણ કરે છે. જ્યારે કેટલાક વિરોધ કરે છે. જાણકાર લોકો માને છે કે દેશમાં તમામ ચૂંટણી એકસાથે યોજવાથી લોકશાહીના ચૂંટણી તંત્ર બનવા પર બ્રેક મુકાશે. દેશમાં તમામ ચૂંટણી જેમાં પંચાયતથી લઇને લોકસભાની ચૂંટણી પાંચ વર્ષમાં એક વખત એક નિશ્ચિત સમયગાળામાં થવી જોઇએ. જો એક સાથે ચૂંટણી યોજવાની સ્થિતીમાં કોઇ સરકાર અધવચ્ચે અથવા તો તેની નિર્ધારિત અવધિ પૂર્ણ કર્યા વગર પડી જાય છે તો તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન રાખી શકાય છે. નિષ્ણાંતો માને છે કે અમારા દેશમાં દર વર્ષે કોઇને કોઇ રાજ્યમાં ચૂંટણી થતી રહે છે. ધીમે ધીમે લોકશાહી ચૂંટણી તંત્ર બનવાની દિશામાં છે. દેશ દરેક વખતે ચૂંટણીના મુડમાં રહે છે. જેના કારણે વિકાસના મુડની ગતિ દેખાતી નથી. ચૂંટણી ખર્ચમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અમે જોઇ રહ્યા છીએ કે પાર્ટી અને ઉમેદવારોનો ખર્ચ લાખો કરોડોમાં હવે પહોંચ્યો છે. જો ચૂંટણી એકસાથે યોજવામાં સફળતા મળશે તો કેટલાક લાખ કરોડ રૂપિયાની બચત કરી શકાશે. ભારતીય અર્થવ્યવસ્થાની સૌથી મોટી નિરાશાજનક બાબત એ રહી છે કે વિકાસની કામગીરી તો ચાલી રહી છે પરંતુ સામાજિક ન્યાયની ગતિ ખુબ ધીમે છે. દેશમાં હજુ પણ ૨૦ કરોડથી વધારે લોકો ગરીબી રેખાની નીચે છે. જે દુખદ બાબત છે. આવી સ્થિતીમાં વારંવાર ચૂંટણી પર થનાર ખર્ચને દેશની ગરીબીને દુર કરવા પર લગાવી શકાય છે અને આના કારણે લાભ લઇ શકાય છે. વારંવાર ચૂંટણી યોજવાથી મુક્તિ મળવાની સ્થિતીમાં સરકાર તમામ ક્ષેત્રે વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. દેશમાં સ્વતંત્રતાથી ૧૯૬૭ સુધી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે યોજાતી હતી. પરંતુ મોડેથી કેટલાક રાજ્યોમાં સરકારો વહેલી તકે પડી જતી હતી જેથી મધ્યાવર્તિ ચૂંટણી યોજવાની પરંપરા શરૂ થઇ હતી. જેથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજવાની ગણતરી ખોરવાઇ ગઇ હતી. કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના સમય ગાળામા પીર્વ નાયબ રાષ્ટ્ર્‌પતિ ભૈરોસિંહ શેખાવત અને કેટલાક નિષ્ણાંતોએ આ વિષય પર અટલ બિહારી વાજપેયી સાથે વાત કરી હતી. અટલ બિહારીએ તમામ રાજકીય પક્ષો સાથે વાતચીતની શરૂઆત પણ કરી હતી. પરંતુ વાતચીત આગળ વધી શકી ન હતી. એ વખતે એક સુચન એ પણ કરવામાં આવ્યુ હતુ કે સમગ્ર દેશમાં પંચાયતથી લઇને લોકસભા સુધીની ચૂંટણી પાંચ વર્ષમાં એક જ વખત થવી જોઇએ. કોઇ જગ્યા ખાલી થવાની સ્થિતીમાં પેટાચૂંટણી યોજવાના બદલે બીજા સ્થાન પર રહેનાર વિજેતા જાહેર કરવામાં આવે. પક્ષાંતર કાયદાને વધુ કઠોર બનાવી દેવામાં આવે. વિધાનસભામાં અવિશ્વાસ દરખાસ્ત માત્ર બે તૃતિયાંશ બહુમતિ સાથે જ પાસ કરવામાં આવે. જો કોઇ પ્રદેશમાં સરકાર સમય કરતા પહેલા પડી જાય તો તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. આ જોગવાઇથી એ રાજ્યમાં વિધાનસભાની સ્થિરતાની ખાતરી થઇ જશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here