સાઉદી અરબમાં ડ્રોન-મિસાઇલ વડે હુમલો

0
24
Share
Share

રિયાધ,તા.૨૩

સાઉદી અરબના પાટનગર રિયાદમાં મંગળવારે સવારે કેટલાક ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. રિયાધમાં રાત્રે કેટલાક ધમાકા અને સાયરનની અવાજ સાંભળવામાં આવી હતી. સાઉદી અરબમાં અમેરિકાના દૂતાવાસે રિયાદ પર મિસાઈલ અને ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલા ઈરાન અને યમન સમર્થક હૂતિ વિદ્રોહીઓએ કર્યા છે.

અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. અમેરિકાના દૂતવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જો કોઈ ધમાકાની અવાજ સાંભળે તો તે જ્યાં છે ત્યાં છૂપાય જાય. જો તમે એક બિલ્ડિંગમાં રહો છો તો દરવાજા અને બારીઓથી દૂર રહો અને જો તમે બહાર છો તો તાત્કાલિક સુરક્ષિત જગ્યા પર જતા રહો. દૂતાવાસના આ નિવેદનથી આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે રિયાદ પર હુમલો થયો છે.

એવી અટકળો લાગી રહી છે કે હૂથી વિદ્રોહી રિયાધમાં હજુ વધારે હુમલા કરી શકે છે. અગાઉ સાઉદી અરબે સોમવારે યમનમાં હૂતિ વિદ્રોહીઓના કેટલાક ડ્રોન હુમલા નિષ્ફળ કરી દીધા હતા. અરબ ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ મલિકીએ જણાવ્યું છે કે, હૂતિ વિદ્રોહીઓએ ડ્રોનની મદદથી નાગરિક અને રહેણાંક વિસ્તારને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યા હતો. જો કે આ હુમલાને નિષ્ફળ બનાવી દીધા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here