સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીનું પરિણામ જાહેર

0
16
Share
Share

સુરત,તા.૧૪

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટિ માટે વર્ષો બાદ ચૂંટણી યોજાઇ હતી. ઘણાં દિવસોથી ઊભા થયેલા ઉત્તેજનાસભર માહોલ વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં છેવટે સહકાર પેનલનો વિજય થયો હતો. સામાન્યતઃ માર્ચ- એપ્રિલ માસના અરસામાં યોજાતી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટિની ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીને કારણે પાછી ઠેલવાના સંજોગો બન્યા હતા. કલેકટરાલયની મંજૂરી બાદ આ ચૂંટણી ૧૩ સપ્ટેમ્બરને સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે યોજવામાં આવી હતી. મેનેજિંગ કમિટીમાં લાઇફ મેમ્બર કેટેગરીમાં ખાલી પડતી ૪૪ બેઠક સામે કુલ ૧૨૩ ફોર્મ ભરાયા હતા. જેમાંથી છેટવે ૪૮ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. પૈકી ૪૪ ઉમેદવારોની પેનલ સામે ચાર ઉમેદવારોની પરિવર્તન પેનલના સંજય ઇઝાવા, કિશોર પટેલ, હિતેશ ટેલર તથા શ્યામ બેડિયાની લડત હતી. આ ચૂંટણી જંગમાં કુલ ૧૮૨૯ સભ્યોએ મતદાન કર્યુ હતુ.

જે પૈકી ૨૩૩ મત રદ થયા હતા. જ્યારે, ૧૫૯૬ માન્ય મતની ગણતરી કરવામાં આવી હતી. મતદાનને અંતે ૪૪ સભ્યોની પેનલને વિજયી જાહેર કરવામાં આવી હતી. આ જ પ્રકારે ચીફ પેટ્રન કેટેગરીમાં ૧૦ બેઠક સામે ૧૧ ઉમેદવારો મેદાનમાં હતા. જેમા ૧૦ સભ્યોની પેનલ વિરુધ્ધ મનિષ માલીની લડત હતી. આ કેટેગરીમાં કુલ ૧૨૪ સભ્યોએ મતદાન કર્યુ હતુ. જે પૈકી ૫ મત રદ થયા હતા. જ્યારે માન્ય રહેલા ૧૧૯ મતમાં ૧૦ સભ્યોની પેનલને વિજય જાહેર કરવામાં આવી હતી. મેનેજિંગ કમિટિની ચૂંટણીમાં લાઇફ મેમ્બર કેટેગરીમાં પેનલ વિરુધ્ધ ચાર સભ્યોની લડત હતી. ચાર સભ્યો દ્વારા મતદાન માટે આવી રહેલા સભ્યોને બોલપેન આપવામાં આવતી હતી. જેના પર તેઓના ક્રમ નંબર લખેલા હોવાની ફરિયાદ થઇ હતી. જે અંગે ફરિયાદ થઇ હતી.

આ જ પ્રકારે પેનલના ઉમેદવારો દ્વારા પણ નામ-નંબર સાથેનુ કાગળ મતદાતાઓને આપવામાં આવતુ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. બપોરના અરસામાં કોઇકે બેલેટ પેપરનો ફોટો ફરતો કર્યો હોવાની પણ ફરિયાદ થઇ હતી. લાઇફ મેમ્બર કેટેગરી માટે કુલ ૧૮૨૯ સભ્યોએ મતદાન કર્યુ હતુ. જે પૈકી ૨૩૩ મત રદ થયા બાદ, ૧૫૯૬ માન્ય મત રહ્યા હતા. જે પૈકી પરિવર્તન પેનલના કિશોર પટેલને ૪૮૨, હિતેષ ટેલરને ૪૬૦, શ્યામ બેડિયાને ૩૬૩ તથા સંજય ઇઝાવાને ૩૫૯ મત મળ્યા હતા. નિયમ પ્રમાણે, માન્ય મતના ૩૦ ટકા મત નહિ મળે તો ડિપોઝીટ જપ્ત થાય છે. જે નિયમ મુજબ કિશોર પટેલ ડિપોઝીટ બચાવી શકયા હતા, જ્યારે અન્ય ત્રણની ડિપોઝીટ ડૂલ થઇ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here