સાઈકલ ચલાવીને ઓફિસે આવનાર મનપાના અધિકારીઓ/કર્મચારીઓને પુરસ્કાર એનાયત

0
29
Share
Share

મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

રાજકોટ તા.૨૬

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માટર્ સીટીઝ મિશન દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરુઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત દર શુક્રવારે મનપાના અધિકારીઓ/કર્મચારીઓ ઘરેથી ઓફીસ સુધી સાયકલિંગ કે ચાલીને અથવા માસ ટ્રાન્સપોટર્નો ઉપયોગ કરી રહયા છે. આ અભિયાનને વધુ પ્રોત્સાહન મળી રહે તેવા આશય સાથે આજે માન. મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓને પુરસ્કાર એનાયત કરી તેઓનો જુસ્સો વધારવામાં આવ્યો હતો. આ અવસરે શાસક પક્ષના નેતા  દલસુખભાઈ જાગાણી અને દંડક  અજયભાઈ પરમાર ઉપરાંત નાયબ કમિશનરઓ  એ.આર.સિંઘ અને  ચેતન નંદાણી વગેરે ઉપસ્થિત રહયા હતાં.

સાઈકલ ચલાવીને ઓફિસે આવનારા કર્મચારીઓના નામોની ચિઠ્ઠી બનાવી આજે માન. મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચિઠ્ઠીનો ડ્રો કરી કુલ પાંચ નામો પસંદ કરવામાં આવેલ હતાં. તેમાં નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, ઉપરાંત કન્ઝર્વન્સી વિભાગના ડ્રાઈવર  જગદીશભાઈ ખોરાણી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મજુર હિતેશભાઈ ત્રિવેદી, એ.એન. સી.ડી.ના કર્મચારી  મિતાલીબેન બાટલીયા અને વોર્ડ નંબર – ૧૮ ના વોર્ડ ઓફિસર  નીરજભાઈ રાજયગુરુના નામોનો સમાવેશ થાય છે.  માન. મેયર  બિનાબેન આચાર્ય અને અન્ય મહાનુભાવોના હસ્તે નાયબ કમિશનર  બી.જી.પ્રજાપતિને પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.

આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, ચાલીને કે માસ ટ્રાન્સપોટર્નો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનરશ્ર ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here