સાંસદ મનસુખ વસાવા અને અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવા વચ્ચે ઝઘડો, ગાળાગાળી થઈ

0
20
Share
Share

રાજપીપળા,તા.૧૦

નગરપાલિકા વિસ્તારમાં રાજેન્દ્રનગર સોસાયટીમાં ૨.૮ કરોડના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું બે દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કાર્યક્રમ થયો હતો, જેનો વિરોધ સ્થાનિકોમાં વધ્યો છે. પેવર બ્લોક નખાશે તો ઘરોમાં પાણી ભરાશે એવી સ્થાનિકોમાં દહેશત છે, પરંતુ વિરોધ વચ્ચે પણ આજે શનિવારના રોજ પાલિકા તંત્ર સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્તના કામ કરતાં બધા રાજેન્દ્રનગર સોસાયટીમાં ભેગા થયા હતા, જેમાં રાજપીપલા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવાએ અમને કેમ જાણ નથી કરવામાં આવી, એમ કહીને વિરોધ કરાતાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા.

બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પાલિકાના સભ્ય મહેશ વસાવાએ આક્ષેપ કર્યો કે સૌપ્રથમ કામને બોર્ડમાં લેવામાં આવ્યું નથી. એમ છતાં કામનું ખાતમુહૂર્ત કેવી રીતે કરવામાં આવી રહ્યું છે. અમને જાણ પણ કરવામાં આવી નથી. આટલું કહ્યું અને વિરોધ કર્યો એમાં તું..તું..મેં..મેં..થઈ હતી. આ જે વિરોધ છે એ ચૂંટણી આવી એટલે કેટલાક લોકો કરી રહ્યા છે. બાકી વર્ષો પહેલાં આરસીસી રોડ બન્યો હતો ત્યારે એની હાલત તમામ રહીશોએ જોઈ છે.

અમે સ્થાનિક લોકોને મુશ્કેલી ન પડે, ક્યાંય પાણી ન ભરાય એમ ટેક્નિકલ ઇજનેરોની મદદથી આ કામ કરવાના છીએ. એકવાર સોસાયટીમાં પેવર બ્લોક લાગી જશે પછી ત્યાંના રહીશો અમને યાદ કરશે. દેખાવ પણ સુંદર અને પાણી ક્યાંય ભરાશે નહીં. કોઈના ઘરમાં પાણી ભરાશે નહીં એવી પદ્ધતિથી કામ કરવાના છીએ. આ વિરોધ માત્ર રાજકીય છે. બાકી સોસાયટીના લોકો ખુશ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here