સાંસદ પુનમ માડમની ભલામણથી…. મુંબઇ-ઓખા સૌરાષ્ટ્ર મેલને ખંભાળીયા સ્ટોપ અપાયુ

0
26
NEW DELHI, INDIA - FEBRUARY 25: BJP MP from Jamnagar Poonamben Madam after attending and listening to the Railway Budget 2016-17 in the Lok Sabha, on February 25, 2016 in New Delhi, India. The Lok Sabha on Thursday passed a bill to grant voting rights to people who became citizens of the country following the exchange of enclaves between India and Bangladesh, even as the Opposition questioned the delay on part of the government in bringing the measure. (Photo by Sonu Mehta/Hindustan Times via Getty Images)
Share
Share

જામનગર તા. ર૦

જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્ય પુનમબેન માડમની ભલામણથી મુંબઇ-ઓખા-મુંબઇ સૌરાષ્ટ્ર મેલને જામખંભાળીયાનું સ્ટોપ મળ્યુ છે જેના કારણે જામખંભાળીયા પંથકના મુંબઇ તરફના મુસાફરોને આવન-જાવનની સાનુકુળતા થવા પામી છે.

તાજેતરના વૈશ્વીક મહામારીના સમયમાં રેલ્વે વિભાગ દ્વારા તબકકાવાર ટ્રેનના રૂટ શરૂ કરાયા છે. જેમાં લાંબા અંતરની ટ્રેનોના સમય અને ઝડપને મેન્ટેન કરવા અમુક સ્ટોપેજ વ્યવસ્થાના ભાગરુપે ઓછા કરાયા છે અને રદ પણ કરાયા છે.

તેવી જ રીતે ગત તા. ૧પ ઓકટોમ્બર થી મુંબઇ-ઓખા-મુંબઇ ટ્રેન નં. ૦૨૯૪૫/૦૨૯૪૬ શરૂ કરવામાં આવી છે જેનું જામખંભાળીયા સ્ટોપ ન હતુ માટે સંસદસભ્ય પુનમબેન માડમએ વેર્સ્ટન રેલ્વેના જનરલ મેનેજરને લેખીત ભલામણ કરી હતી કે દેવભુમી દ્વારકા જીલ્લાનું મથક એવુ જામખંભાળીયા મહત્વનું સ્ટેશન છે જયાંથી દ્વારકા તરફ અને મુંબઇ તરફ જવા આવવા નોંધપાત્ર ટ્રાફીક મળે તેમ છે. એટલુ જ નહી આજુબાજુના કલ્યાણપુર અને લાલપુર સહિત આ ત્રણેય તાલુકાના ગામોના મુસાફરો માટે જામખંભાળીયામાં આ ટ્રેનનું સ્ટોપ જરૂરી છે તેમ ભારપુર્વક આ ભલામણમાં સંસદસભ્ય પુનમબેન માડમએ જણાવ્યુ હતુ.

જે બાબતની ગંભીરતા લઇ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર દ્વારા મુંબઇ સેન્ટ્રલ-ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પેશ્યલ સૌરાષ્ટ્ર મેલ ડેઇલી ટ્રેનને જામખંભાળીયાનો સ્ટોપ તા. ૨૧/૧૦/૨૦૨૦ થી મંજુર કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે સંસદસભ્ય પૂનમબેન માડમને આ સ્ટોપ માટે જામખંભાળીયા તથા આજુબાજુના તાલુકાઓમાંથી રજુઆતો મળી હતી જે અંતર્ગત સાંસદ પૂનમબેનની ભલામણથી સ્ટોપ મંજુર થતા ખુબ મોટી સંખ્યામાં રેલ્વે યાત્રીકોને સાનુકુળતા થઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here