સાંસદ ચૂડાસમા ત્થા પૂર્વ પ્રમુખ ત્થા આગેવાનોએ ઉપસ્થિત રહી માનસીંગ પરમારને શુભેચ્છા પાઠવી

0
17
Share
Share

ગિર-સોમનાથ તા. ૧૩

તાજેતરમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રાજયનાં મોટાભાગનાં જીલ્લા-શહેરોના પ્રમુખોની વરણી જાહેર કરેલ હતી.  જેમાં  ગિર-સોમનાથ જીલ્લા ભાજપનાં પ્રમુખપદે માનસિંગ પરમારની વરણી જાહેર કરવામાં આવતા જીલ્લા મથક ખાતે પૂર્વ પ્રમુખ સહિતનાં આગેવાનોની ઉપસ્થિતીમાં વરણી પામેલ નવા પ્રમુખ માનસીંગ પરમારનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો હતો.

ગિર સોમનાથ જીલ્લાનાં નવ નિયુકત પ્રમુખનો પદભાર સમારોહ યોજાયેલ જેમાં પૂર્વ પ્રમુખ ઝવેરી ઠકરાર, જુનાગઢના સાંસદ રાજેષ ચુડાસમા, પુર્વ મંત્રી જશાભાઇ, પુર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર, કાળુભાઇ, જેઠાભાઇ, ગિર સોમનાથ જીલ્લા પંચાયતના અગ્રણીઓ સભ્યો ઉપસ્થિત રહયા હતા.પદભાર ગ્રહણ સમારોહમાં માનસિંગ પરમારને પૂર્વ પ્રમુખ ઝવેરી ઠકરારે સાફોે પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. માનસીંગ પરમારે જીલ્લાનાં પ્રશ્નો ઉકેલવા સહિયારા પ્રયાસોથી આગળ ધપી પક્ષનાં સંગઠનને વધુ શકિતશાળી બનાવવા સૌનો સહકાર સાધવા પ્રયાસ હાથ ધરવા જણાવ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here