સસરાની પુત્રવધુને ધમકી તુ મારી ઈચ્છા પૂરી નહિ કરીશ તો તને ઘરમાંથી કાઢી મુકીશ

0
19
Share
Share

સરખેજ,તા.૦૩

શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા મકરબા પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા રિટાયર્ડ પોલીસકર્મી સસરાએ પુત્રવધૂને પોતાની સાથે સંબંધ રાખવાનું કહી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સસરાએ ધમકી આપી હતી કે તું મારી ઇચ્છા પૂરી નહીં કરે તો તને ઘરમાં રહેવા દઈશ નહીં. ઘરના વડીલોને વાત કરવા કરતા સાસુ- સસરાથી અલગ રહેવા જતા રહ્યા હતા. બાદમાં પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને છૂટાછેડા આપી દેવા અને ઘરમાથી બહાર જતાં રહેવા કહ્યું હતું. પરિણીતા ઓઢવ ખાતે તેના પિયરમાં જતી રહી હતી. પોલીસે રિટાયર્ડ પોલીસકર્મી અને પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હાલમાં ઓઢવ ખાતે માતા- પિતા સાથે રહેતી ૨૪ વર્ષીય યુવતીના ૨૦૧૮માં સરખેજ મકરબા પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવક સાથે થયા હતા. સસરા પોલીસમાં નોકરી કરતા હતા. દોઢ વર્ષ બાદ કાનની તકલીફ હોવાથી અવારનવાર ઓઢવ દવાખાને આવવાનું થતું હતું. સસરાએ કહ્યું હતું કે હું કાયમ તારી સાથે દવાખાને આવીશ. એક્ટિવા પર જ્યારે દવાખાને જતા હતા. શારીરિક અડપલાં અને ખરાબ દાનત રાખતા હતા. સસરાને સાથે આવવાની ના પાડવા છતાં તેઓ માન્યા નહીં બળજબરીપૂર્વક સાથે આવતા અને ધમકીઓ આપી હતી.

રસ્તામાં એક્ટિવા પર અડપલાં કરી કહ્યું હતું કે, તું મને બહુ ગમે છે હું તને ઘરમાં બહુ સારી રીતે રાખીશ, તારે મારી સાથે સંબંધ રાખવો પડશે, જો તું મારી ઇચ્છા પૂરી નહીં કરે તો ઘરમાથી કાઢી મુકીશ. મારા દીકરાને બીજે પરણાવી દઈશ. ડરના માર્યા આ બાબતે તેણે કોઈને જાણ કરી ન હતી. યુવતી જ્યારે ેંઁજીઝ્રની તૈયારી કરતી હતી અને ઘરના પરિવારના સભ્યો જ્યારે બહાર ગયા હતા ત્યારે સસરા અને પોતે એકલી હતી અને રસોડામાં ચા બનાવતી હતી ત્યારે સસરા અચાનક પાછળથી આવી પકડી જબરદસ્તી કરવા લાગ્યા હતા. જેથી ધક્કો મારી બહાર નીકળી ગઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here