સવર્ણ યુવકની ચાની રકાબી સાથે દલિત યુવકે રકાબી મૂકતા ઢોર માર મરાયો

0
19
Share
Share

અમરેલી,તા.૨૩

આપણે આજે ૨૧મી સદીમાં પહોંચી ગયા, પરંતુ તેમ છતાં અસ્પૃશ્યતા અને જાતિવાદનું દૂષણ હજુ સુધી ખતમ નથી થયું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા મેરિયાણા ગામમાં દલિત વ્યક્તિને પટેલ સમાજના યુવકે એટલા માટે માર માર્યો કારણ કે તેણે ચા પીધા બાદ પટેલ સમાજની વ્યક્તિએ મૂકેલી રકાબીની ઉપર પોતાની રકાબી મૂકી.

આ ઘટનાથી ૨૧મી સદીમાં પણ ગુજરાતમાં ચાલી રહેલી ‘રામ પાત્ર’ની પ્રથા સામે આવી છે. ‘રામ પાત્ર’ની પ્રથામાં નીચલી જાતિના વ્યક્તિને કપ, રકાબી અથવા માટીનું વાસણ આપવામાં આવતું હોય છે જેમાં તે ચા કે અન્ય કોઈ વસ્તુ ખાઈ શકે. આ પાછળનો ઉદ્દેશ્ય હતો કે સવર્ણ સમાજ દ્વારા વપરાતી વસ્તુઓને તેઓ સ્પર્શે નહીં.

આ કેસમાં ફરિયાદી સાવરકુંડલાના મધાનામાં રહેતા સના ચૌહાણ સાથે જાતિ-વાચક હિંસાની એકથી વધારે ઘટનાઓ બની ચૂકી છે. જાન્યુઆરી ૨૦૧૭માં તેના માતા સમજુ ચૌહાણને પંચાયતની ચૂંટણીમાં ઓબીસી ઉમેદવાર માટે કેમ્પેઈન કરતા માર મરાયો હતો. અમરેલીના પોલીસ અધિકારી મુજબ, ગુસ્સે થયેલા આહીર અને મુસ્લિમ સમાજના લોકોએ તેમને માર મારીને ચાકુ માર્યું હતું, આ કેસ હજુ પેન્ડીંગ છે.

સાવરકુંડલા પોલીસે નોંધેલી એફઆઇઆર મુજબ, કડિયા કામ કરતા સનાએ જણાવ્યું કે, બોડારે તેને કડીયાકામ માટે ઘરે બોલાવ્યો હતો. મેં ૧૫ અને ૧૭ જૂને બોડારના ઘરે રિનોવેશનનું કામ કર્યું હતું. ૧૭મી જૂને મને રકાબીમાં ચા આપવામાં આવી. મેં ચા પીધી અને બોડારની રકાબની ઉપર મારી રકાબી મૂકી.

આ વાતથી બોડાર ગુસ્સે થઈ ગયો અને તેણે સના પર જાતિવાચક ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. સનાએ માફી માગતા પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાનું કહ્યું. જેના પર બોડારે તેને મારવાનું શરૂ કરી દીધું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here