સલમાન ખાન અને તેના પરિવારનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

0
21
Share
Share

મુંબઈ,તા.૨૦

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ડ્રાઇવર સહિત બે સ્ટાફ કોરોના પોઝિટિવ કોવીડ-૧૯ હોવાનું જાણવા મળ્યું હતુ. આ સમાચાર આવતાની સાથે જ સલમાન ખાને પોતાને આઇસોલેટ કરી દીધો હતો. સલમાન બિગ બોસ -૧૪ ને હોસ્ટ કરી રહ્યો છે. આ સમાચાર પછી ચર્ચા શરૂ થઈ હતી કે સલમાન ખાન બિગ બોસ ૧૪ ને હોસ્ટ કરશે કે નહીં. જો કે ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે સલમાન ખાન અને તેના પરિવારનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતાં સલમાન ખાન અને તેના પરિવારે ટેસ્ટ કર્યા હતા અને પોતાને આઇસોલેટ કરી દીધો હતો. હવે તેનો રિપોર્ટ આવી ગયો છે બીએમસીએ પ્રીકોશનના ભાગ રૂપ તેના ઘરને સેનેટાઇઝ કર્યુ છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન એક અઠવાડિયા માટે પોતાને આઇસોલેટ કરશે, પરંતુ હવે સમાચાર છે કે તે બિગ બોસનું શૂટિંગ ફરી શરૂ કરશે.

સલમાન ખાને હાલમાં જ રાધે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી દિશા પટાણી તેની સાથે જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવે કર્યું છે. આ બધાની વચ્ચે સલમાન બિગ બોસ સીઝન ૧૪ ના હોસ્ટ તરીકે પાછો ફર્યો છે.સલમાન ખાન ૧૧ વર્ષથી બિગ બોસનો એક ભાગ છે. આ શોમાં સલમાનનો દબદબો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here