સલમાન ખાનની ફિલ્મ રાધે કોરિયન ફિલ્મથી પ્રેરિત છે

0
17
Share
Share

સલમાનખાનની “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” ફિલ્મને લઈને અત્યારથી જ લોકોની ઉત્સુકતા વધી ગઈ

મુંબઈ, તા.૨૯

બોલિવુડના ફેન્સમાં સલમાન ખાન પર રિલિઝ થનારી ફિલ્મને લઈને ઘણો ક્રેઝ જોવા મળતો હોય છે, પણ નવા વર્ષની શરૂઆતમાં જ સલમાન ખાને ફેન્સને ઈદ પર “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” ફિલ્મની ભેટ આપી દીધી છે. આ ફિલ્મને લઈને અત્યારથી જ લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. સમાચારોનું માનીએ તો સલમાન ખાનની આ ફિલ્મ એક કોરિયન ફિલ્મથી પ્રેરિત હોવાનું જણાવાઈ રહ્યું છે.

સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ એક એક્શન ડ્રામા છે જેની વાર્તા કોરિયન ફિલ્મ ‘ધ આઉટલોજ’થી પ્રેરિત છે. ‘આઉટલોજ’ એક ફૂલ પેક્ડ એક્શન ડ્રામા ફિલ્મ છે. આ પહેલા પણ ૨૦૧૯માં રિલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ની સ્ટોરી પર કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’થી પ્રેરિત હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફિલ્મ તે વર્ષની હીટ ફિલ્મોમાંની એક હતી.

તમને જણાવી દઈએ કે સાઉથ કોરિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રી એક બીજાની સ્ટોરીથી પ્રેરિત થઈ રહી છે. સાઉથ કોરિયન ફિલ્મોમાં બોલિવુડના ઈમોશનલ લવ ડ્રામા જોવા મળે છે તો હિંદી સિનેમામાં સાઉથ કોરિયન એક્શન ડ્રામાની અસર જોવા મળે છે. બોલિવુડની ફિલ્મો જેમકે જિંદા(ઓલ્ડ હોય), આવારાપન (અ બિટર લાઈફ), મર્ડર ૨ (ધ ચેસર), જજ્બા (સેવન ડેઝ), એક વિલન (આઇ સો ધ ડેવિલ), તીન (મોંટાજ), દો લફ્ઝોં કી કહાની (ઓલવેઝ) અને રોકી (ધ મેન ફ્રોમ નો વેર) ઓફિશિયલ કે નોન ઓફિશિયલ કોરિયન એડોપ્શન જ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here