સલમાનની બહેન અર્પિતા તેનો પરિવાર ક્વોરન્ટાઈન

0
15
Share
Share

મુંબઈ, તા. ૨૩

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને પગલે ઘેરાયેલા અભિનેતા સલમાન ખાનની ચિંતા વધી છે. તેની બહેન અર્પિતા તેના પતિ આયુષ અને બે બાળકોને ક્વોરન્ટાઈન કરાયા છે. તેમના સેમ્પલ પણ લેવાયા છે. આ લોકો સ્થાનિક તંત્રની મંજૂરીથી થોડા દિવસ પહેલાં જ હેલિકોપ્ટરમાં હિમાચલ પ્રદેશના મંડી પહોંચ્યા હતા. મંડીના ડેપ્યુટી કમિશનર ઋગ્વેદ ઠાકુરે આ અંગે જણાવ્યું કે, આયુષ તેમની પત્ની અર્પિતા અને બે બાળકોને લઈ ચંડીગઢથી મંડી આવ્યા છે. પરિવારમાં ૧૦ વર્ષથી નીચેની વયના બે બાળકો છે, તેથી તેમને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. નિયમો મુજબ જ આ પરિવાર મંડીમાં રોકાયો છે. તેઓ ૧૪ જૂને અહીં આવ્યા હતા. સલમાનની બહેન અર્પિતાના લગ્ન આયુષ શર્મા સાથે થયા છે. આયુષ પૂર્વ સૂચના અને માહિતી પ્રધાન સુખરામનો પૌત્ર અને પૂર્વ કેબિનેટ મંત્રી અનિલ શર્માનો પુત્ર છે. તેથી મંડી અર્પિતાનું સાસરિયું છે. લગ્ન બાદ અર્પિતા બીજી વખત કોરોના સંકટ દરમિયાન મંડી આવી હોવાથી અટકળો થઈ રહી છે. એવી માહિતી મળી છે કે અર્પિતા પરિવાર સાથે અનિલ શર્માના નવા મકાનમાં જ રહે છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની તાજેતરની આત્મહત્યાની ઘટના બાદ સલમાન ખાનનો આખો પરિવાર બોલિવુડના કેટલાક લોકો અને સુશાંતના ફેન્સના નિશાન પર છે. વિરોધને પગલે ખાન પરિવારે તેમના કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધા છે. જ્યારે ખાન પરિવારના જમાઈ અને મંડી મૂળવાસી આયુષે પણ તેના એકાઉન્ટ બંધ કરી રાખ્યા છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here