સરાકડીયા નેહના સોનલધામનો રસ્તો ખોલવા વનમંત્રીના દરવાજો ખખડાવતા આગેવાનો

0
25
Share
Share

અનેક રજુઆતો કરવા છતાં ઉકેલ ના આવતા ધારાસભ્યો ને સાથે રાખી રજુઆત કરાઈ

ગીરગઢડા, તા.૨૬

ગીર ગઢડા તાલુકાના જશાધાર, ધ્રોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અને હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા સરાકડીયા નેહમાં આવેલું માં સોનબાઇ માતાજીના મંદિર  આ વિસ્તારમાં જંગલમાં આવેલું છે. ઘણા સમયથી વન વિભાગ દ્વારા આ મંદિરે જવાનો રસ્તો ગેઇટથી બંધ કરવામાં આવ્યો છે. આ બાબતે આસપાસના ગામ ધ્રોકડવા, નગડિયા, જસાધાર તેમજ ઉના અને ગીર ગઢડા તાલુકાના અનેક ગામના લોકો અને સરપંચો દ્વવારા આ મંદિરના દર્શને અને માનતા માટે  આવતા લોકોને તકલીફ ના પડે તે હેતુથી વન વિભાગને ગેઇટ કાયમી ધોરણે ખોલવા રજુવાત કરાઈ હતી .

પરંતુ આજદિવસ સુધી તેનો કોઈ ઉકેલ ના આવતા  ગીર ગઢડા વિસ્તારના આગેવાનો દ્વવારા દ્વવારા કામરેજ ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા સ્થાનિક પત્રકાર મનુભાઈ કવાડ, મથુરભાઈ બાલદાણીયા, મહેશભાઈ ગુજ્જર, નાગજીભાઈ, રમેશભાઈ, રાઘવભાઈ વગેરે દ્વવારા ગાંધીનગર વન મંત્રી ગણપતભાઈ વસાવા ને રુબરુ મળી સરકાળીયા નેહ માં આવેલા માતાજીના મંદિર માં જવાનો રસ્તો કાયમી માટે ખુલ્લો રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવતા વનમંત્રી દ્વવારા વન વિભાગ પાસેથી  તાત્કાલિક માહિતી મંગાવી . આ બાબતે યોગ્ય સૂચના આપી આ રસ્તો ખોલવા અને મંદિર સુધી જવામાં વન તંત્ર તરફથી કોઈ દર્શનાર્થી મુશ્કેલી પડતી હશે તો તેને નિવારવા માં આવશે તેવી ખાત્રી આપવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here