સરહદે ભારત-ચીનના તણાવ વચ્ચે ભાજપના કોંગ્રેસ પર આકરા પ્રહારો

0
16
Share
Share

કોંગ્રેસ સરકારોએ ભારતની જમીનનો મોટો હિસ્સો પાકિસ્તાન-ચીનને હડપવા દીધેલો

કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે,૧૯૬૨ના યુદ્ધ વખતે જવાનોને યોગ્ય સમયે ચેતવવામાં નહોતા આવ્યા તેવો સામ્બિત પાત્રાનો આરોપ

ન્યુ દિલ્હી,તા.૨૪

ભારત અને ચીન વચ્ચે વ્યાપેલા તણાવને લઈ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારો અને વાકયુદ્ધ ચાલી રહ્યું છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે સવારે અનેક ટિ્‌વટ કરીને કોંગ્રેસ પાર્ટી સામે સવાલો ઉભા કર્યા હતા. ત્યારે હવે ભાજપના પ્રવક્તા સામ્બિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી એક વખત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર સવાલોનો મારો ચલાવ્યો છે. ભાજપે લગાવેલા આરોપ પ્રમાણે કોંગ્રેસ સરકારોએ ભારતની જમીનનો ઘણો મોટો હિસ્સો પાકિસ્તાન અને ચીનને હડપવા દીધેલો.

સંબિત પાત્રાએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં રહીને ઐતિહાસિક ભૂલો કરી છે અને એક પરિવારની ભૂલોને આખો દેશ ભોગવી રહ્યો છે. તેમણે સંસદમાં ચીન મુદ્દે કોંગ્રેસેનું વલણ નરમ કેમ છે તેવું પુછવામાં આવેલું તે સવાલને પણ દોહરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સંસદમાં અનેક વખત ચીન અને પાકિસ્તાનને લઈ સવાલો કરાયા છે.

આ સવાલ ૨૦૧૨માં પુછવામાં આવેલો અને ત્યારે કોંગ્રેસની સરકારે ચીન-પાકિસ્તાને ભારતની ૭૮,૦૦૦ સ્ક્વેર કિમી જમીન હડપી લીધી છે તેવો જવાબ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં ચીને પણ ભારતની અનેક હજાર કિમી જમીન પર કબજો જમાવેલો છે.

ભાજપના નેતાએ જણાવ્યું કે, ચીને પહેલા પણ ભારતની જમીન હડપી લીધેલી અને તે સિવાય પાકિસ્તાને ર્ઁદ્ભની જમીન ચીનને સોંપી દીધેલી. વધુમાં કોંગ્રેસ પાર્ટીના મા-દીકરાએ દેશમાં ભ્રમ ફેલાવેલો છે તેવો આરોપ પણ મુક્યો હતો.

સંબિત પાત્રાના કહેવા પ્રમાણે હિંદુસ્તાનના બે રાજ્ય જેટલી જમીન પાકિસ્તાન અને ચીને હડપી લીધી છે ત્યારે સવાલ એ છે કે, કોંગ્રેસ સરકારે તે જમીન કેમ આપી? સાથે જ તેમણે ૧૯૬૨ના યુદ્ધ વખતે જવાનોને યોગ્ય સમયે ચેતવવામાં નહોતા આવ્યા તેવો આરોપ પણ મુક્યો હતો.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here