સરહદે તણાવ વચ્ચે ભારતે ખતરનાક નિર્ભય મિસાઇલ તૈનાત કરી

0
21
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૮

LAC  પર છેલ્લા ૫ મહિનાથી ચાલી રહેલી તંગદીલી વચ્ચે ભારતની સેનાની તાકાતને વધુ બળ મળ્યું છે, ભારતે સરહદે નિર્ભય ક્રુઝ મિસાઇલને પણ તૈનાત કરી છે, આ મિસાઇલ એક હજાર કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા છે, નિર્ભય મિસાઇલ તિબેટમાં સ્થિત ચીનનાં મથકો પર હુમલો કરવા સક્ષમ છે.

આ મિસાઇલની ક્ષમતા અમેરિકાની પ્રખ્યાત ટોમહોક મિસાઇલની બરોબર છે, આ મિસાઇલ ભટ્યા વગર પોતાના નિશાન પર અચુક પ્રહાર કરે છે, નિર્ભય ક્રુઝ મિસાઇલ ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે, આ મિસાઇલનું સૌપ્રથમ પરિક્ષણ ૧૨ માર્ચ ૨૦૧૩માં કરાયું હતું, નિર્ભય બે તબક્કાવાળી મિસાઇલ છે, પહેલામાં લાંબું અંતર અને બીજામાં ક્ષિતિજ. આ પરંપરાગત રોકેટની જેમ સીધું આકાશમાં જાય છે, અને ફરી બીજા તબક્કામાં ક્ષિતિજ ઉડાન ભરવા માટે ૯૦ ડિગ્રીનો વળાંક લઇ શકે છે.

આ મિસાઇલ ૬ મિટર લાંભી અને ૦.૫૨ મીટર પહોળી છે, તે ૦.૬ થી લઇને ૦.૭ મૈકની ઝડપે ઉડી શકે છે, તેનું મહત્તમ વજન ૧૫૦૦ કિલોગ્રામ છે, જે ૧૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે, એડવાન્સ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવેલા નક્કર રોકેટ મોટર બુસ્ટરનો પ્રયોગ  કરવામાં આવ્યો છે, જેનાથી મિસાઇલને ઇંધણ મળે છે.

ચીન સાથે વધેલા ટેન્સન દરમિયાન ભારત સતત તેના ઘાતક હથિયારો  તૈનાત કરી રહ્યું છે. આ પહેલા દુનિયાનાં સૌથી અચુક ટેન્ક મનાતા ટી-૯૦ ભીષ્મ ટેન્કને તૈનાત કરાયા હતા, ટી-૯૦ ભીષ્મ ટેન્કમાં મિસાઇલ હુમલો રોકનારૂ ક્વચ છે, તેમાં શક્તિશાળી ૧ હજાર હોર્સ પાવરનું એન્જિન છે,તે એક જ વખતમાં ૫૫૦ કિમીનું અંતર કાપવામાં સક્ષમ છે, તેનું વજન ૪૮ ટન છે, આ દુનિયાની સૌથી હલ્કી ટેન્કો પૈકીની એક છે, ટી-૯૦ ભીષ્મ ટેન્ક દિવસ અને રાતમાં દુશ્મન સામે લડવાની ક્ષમતા રાખે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here