સરહદની પેલે પાર ૫૦ આતંકવાદી લોંચ પેડ્‌સ ફરી સક્રિય થયા

0
41
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૧
ભારત-પાકિસ્તાન સરહદની પેલે પાર ૫૦ આતંકવાદી લોંચ પેડ્‌સ ફરી સક્રિય કરાયા હોવાની અને ત્યાં હાલ ૩૦૦ જેટલા આતંકવાદી ભારત પર હુમલો કરવા તૈયાર હોવાની બાતમી મળી હતી.
લશ્કરી ગુપ્તચર સેવા અને અન્ય ગુપ્તચર સંસ્થાઓને મળેલી બાતમી પછી એલઓસી (લાઇન ઑફ કન્ટ્રોલ) પર સિક્યોરિટી દળોને સાબદાં કરવામાં આવ્યાં હતાં.
આ લોંચિંગ પેડ્‌સમાં ૫૦થી વધુ આતંકવાદીઓ અફઘાન મૂળના છે અને એ બધા જૈશ-એ-મુહમ્મદ સાથે સંકળાયેલા છે એેવું પણ બાતમીદારે જણાવ્યું હતું.
આ બધા પાકિસ્તાની લશ્કરના પીઠબળથી ભારતના પ્રજાસત્તાક દિનની આસપાસ જમ્મુ કશ્મીર અને અન્ય રાજ્યો ફરીવાર આતંકવાદી હુમલા કરવાનું ષડ્યંત્ર ઘડી રહ્યા છે એવું પણ લશ્કરી ગુપ્તચર સેવાને મળેલી બાતમીમાં જણાવવામાં આવ્યું હતું.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here